Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > Toyotaનો બળાપો; ભારતમાં ટેક્સ વધુ હોવાથી અહીં બિઝનેસ નહીં વધારે

Toyotaનો બળાપો; ભારતમાં ટેક્સ વધુ હોવાથી અહીં બિઝનેસ નહીં વધારે

0
137
  • Toyotaની પીછેહટ ભારત સરકાર માટે મોટો આંચકો
  • અહીં આવી પૈસા રોક્યા બાદ ખોટો મેસેજ મળે છેઃ વિશ્વનાથન

નવી દિલ્હીઃ ટોયોટા મોટર્સ કોર્પ (Toyota Motors Corp) એનડીએ સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું છે કે સરકાર બહુ વધારે ટેક્સ લેતી હોવાથી તે ભારતમાં પોતનું બિઝનેસ વધારશે નહીં. કંપનીનું આ પગલું મોદી સરકાર માટે મોટો આંચકો છે. ટોયોટાના સ્થાનિક યુનિટ ટોયોટા ક્રિલોસ્ક મોટર (Toyota Kirloskar Motor)ના વાઇસ ચેરમેન શેખર વિશ્વનાથને કહ્યું કે ભારત સરકાર કાર અને બાઇક પર વધુ ટેક્સ વસુલે છે.

વાહન વેચાણ ઘટતા રોજગારને અસરઃ Toyota

શેખર વિશ્વનાથને જણાવ્યું કે

“આ ટેકસ એટલો વધારે છે કે કંપનીઓ માટે પોતાનો ધંધો વિકસાવવાનું બહુ મુશ્કેલ છે. વધુ ચેક્સને કારણે અનેક ગ્રાહકો ગાડીઓ ખરીદી શકતા નથી. તેથી ફેકટરીઓમાં કામ છપ છે અને રોજગારનું સર્જન પણ થઇ રહ્યું નથી.”

આ પણ વાંચોઃ ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં GSTની આવકમાં 10,454 કરોડનો ઘટાડો

વિશ્વનાથને એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે

“અહીં આવી પૈસાનું રોકાણ કર્યા બાદ અમને એવો મેસેજ મળે છે કે અહીં તમારી જરુર નથી. જો કે કોઇ ટેક્સ રિફોર્મ નહીં હોવાને કારણે અહીંથી કંપનીઓ જશે નહીં પણ પોતાનો ધંધો વિકસાવશે પણ નહીં.”

Toyotaની ભારતમાં ભાગીદારી માત્ર 2.6 % રહી

ટોયોટા (Toyota)વિશ્વની સૌથી મોટી કાર કંપનીઓમાંની એક છે. તેણે ભારતમાં પોતાનો બિઝનેસ 1997માં શરુ કર્યો હતો. તેની સ્થાનિક યુનિટમાં જાપાની કંપનીની 89 ટકાની ભાગીદારી છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ એસોસિએશન ડાટાના જણાવ્યા મુજબ ઓગસ્ટ 2020માં કંપનીની ભારતીય બજારમાં ભાગીદારી માત્ર 2.6 ટકા રહી ગઇ છે. જે એક વર્ષ પહેલાં 5 ટકા હતી.

ભારતમાં કાર પર લકઝરી ગૂડ્સ ટેક્સ લાગે છે

નોંધનીય છે કે ભારતમાં કાર પર લકઝરી ગૂડ્સ ટેક્સ લાગે છે. તેના કારણે કારની કિંમતો પણ વધી જાય છે. ભારત વિશ્વનું સૌથી મોટું કાર માર્કેટ છે. છતાં ઓટો કંપનીઓ પોતાનો બિઝનેસ વિસ્તારવા માટે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે.

આ પણ વાંચોઃ સોનુ, પેટ્રોલ અને ડીઝલમાં ઘટાડો, ચાંદી અને રૂપિયામાં વધારો