Gujarat Exclusive > યુથ > મનોરંજન > આ છે TOP-10 સેલિબ્રિટી, જે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને રળે છે કરોડો રૂપિયા

આ છે TOP-10 સેલિબ્રિટી, જે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને રળે છે કરોડો રૂપિયા

0
12355

તમે જોતા હશો કે, સેલિબ્રિટી ઈન્સ્ટાગ્રામ (Instagram) પર ખુબ જ સક્રિય રહે છે અને સતત ફોટો પોસ્ટ કરતા રહે છે. શું તમે જાણો છો કે, સેલિબ્રિટીઓ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરવા માટે અથવા લાઈક્સ વધારવા માટે જ નહીં, પરંતુ રૂપિયા રળવા માટે પણ શેર કરવામાં આવે છે. સેલિબ્રિટીઝને (Celebrities) એક ફોટો શેર કરવા માટે કરોડો રૂપિયા મળે છે. તાજેતરમાં જ Hopper HQએ ટોપ ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટ રજૂ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, અનેક સેલિબ્રિટી પોસ્ટ કરવા માટે કેટલા રૂપિયા લે છે.

જણાવી દઈએ કે, વિશ્વભરના ઈન્સ્ટાગ્રામ યુઝર્સના આધાર પર તૈયાર કરવામાં આવેલ આ યાદીમાં ભારતની માત્ર બે હસ્તિઓનું નામ સામેલ થયું છે. આ બે ભારતીય હસ્તિઓમાં બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી (Virat Kohli). આ યાદી અનુસાર, ભારતમાં પ્રિયંકા ચોપરા અને વિરાટ કોહલી એક સ્પોન્સર પોસ્ટના સૌથી વધુ રૂપિયા મેળવે છે. આ મામલે તેમણે અનેક દિગ્ગજોને પણ પછાડ્યા છે. એવામાં જાણીએ કે, વિશ્વમાં એક પોસ્ટ કરવાના સૌથી વધૂ રૂપિયા કોણ લે છે અને પ્રિયંકા ચોપરા અને વિરાટ કોહલીની ફીસ કેટલી છે?

આ છે વિશ્વની TOP-10 સેલિબ્રિટી, જે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટના સૌથી વધૂ રૂપિયા લે છે.

કાયલે જેનર (Kylie Jenner)
રેન્ક: 1
ફોલોઅર્સ: 139,226,677
એક પોસ્ટની કિંમત: 1,266,000 डॉलर, એટલે કે 8.73 કરોડ રૂપિયા

એરિઆના ગ્રાન્ડે (Ariana Grande)
રેન્ક: 2
ફોલોઅર્સ: 158,417,760
એક પોસ્ટની કિંમત: 996,000 ડોલર, એટલે કે 6.87 કરોડ રુપિયા

કિમ કર્દાશિયાન (Kim Kardashian)
રેન્ક: 3
ફોલોઅર્સ: 142,671,156
એક પોસ્ટની કિંમત: 910,000 ડોલર એટલે કે, 6.27 કરોડ રુપિયા

સેલેના ગોમેઝ(Selena Gomez)
રેન્ક: 4
ફોલોઅર્સ: 152,774,303
એક પોસ્ટની કિંમત: 886,000 ડોલર એટલે કે 6.11 કરોડ રૂપિયા

ડ્વેન જૉનસન (Dwayne Johnson)
રેન્ક: 5
ફોલોઅર્સ: 147,838,634
એક પોસ્ટની કિંમત: 882,000 ડોલર, એટલે કે અંદાજે 6.08 કરોડ રૂપિયા

બિયોન્સે નૉલેસ (Beyonce Knowles)
રેન્ક: 6
ફોલોઅર્સ: 128,885,800
એક પોસ્ટની કિંમત: 785,000 ડોલર, એટલે કે 5.41 કરોડ રૂપિયા

ટેલર સ્વિફ્ટ (Taylor Swift)
રેન્ક: 7
ફોલોઅર્સ: 118,988,437
એક પોસ્ટની કિંમત: 748,000 ડોલર એટલે કે 5.16 કરોડ રૂપિયા

જસ્ટિન બીબર (Justin Bieber)
રેન્ક: 8
ફોલોઅર્સ: 114,473,125
એક પોસ્ટની કિંમત: 722,000 ડોલર, એટલે કે 4.98 કરોડ રૂપિયા

નિકી મિનાજ (Nicki Minaj)
રેન્ક: 9
ફોલોઅર્સ: 103,409,270
એક પોસ્ટની કિંમત: 651,000 ડોલર, એટલે કે 4.49 કરોડ રૂપિયા

કેન્ડલ જેનર (Kendall Jenner)
રેન્ક: 10
ફોલોઅર્સ: 112,905,386
એક પોસ્ટની કિંમત: 611,000 ડોલર એટલે કે 4.21 કરોડ રૂપિયા

યાદીમાં ભારતીયોના નામ
બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આ યાદીમાં 19માં ક્રમે છે. પ્રિયંકાના ઈન્સ્ટાગ્રામ પર 43,038,343 ફોલોઅર્સ છે અને તે એક પોસ્ટની કિંમત 2,71,000 ડોલર એટલે કે 1.86 કરોડ રૂપિયા વસૂલે છે. જ્યારે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી એક પોસ્ટના 1,96,000 ડૉલર એટલે કે 1.35 કરોડ રૂપિયા લે છે.

અર્બન નક્સલ કેસ: ગૌતમ નવલખા હિજબુલના સંપર્કમાં હોવાનો પોલીસનો દાવો