Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > રાજકોટ: TikTokમાં ફેમસ થવા યુવકે પોલીસની ગાડી ઉપર બેસીને વીડિયો બનાવ્યો

રાજકોટ: TikTokમાં ફેમસ થવા યુવકે પોલીસની ગાડી ઉપર બેસીને વીડિયો બનાવ્યો

0
1955

ગુજરાતમાં મોબાઈલ એપ્લીકેશન TikTokનું વળગણ લોકોની સાથે-સાથે હવે પોલીસોમાં પણ વધતું જઈ રહ્યું છે. જેમાં આ એપમાં વીડિયો બનાવનાર મહેસાણા મહિલા કોન્સ્ટેબલ જેને તાજેતરમાં જ સસ્પેન્ડ કરવામાં આવી હતી. જયારે અમદાવાદમાં એક મહિલા પોલીસે વીડિયો બનાવ્યો અને ત્યારબાદ વડોદરા પી.એસ.આઈ અને હવે એક યુવકે પોતાને TikTok પર ફેમસ કરવા માટે પોલીસ વાનનો ઉપયોગ કર્યો હતો અને તેમાં પોલીસ અધિકારી જ કાર ચલાવે છે અને યુવક આગળ બોનટ પર બેસી પોતાનો વટ પાડી રહ્યો છે.

તાજેતરમાં એક એવો વિડિયો વાયરલ થયો છે, જેમાં યુવક આગળ બોનટ પર બેસી પોતાને ફેમસ કરવા માટે પોલીસ વાનનો ઉપયોગ કર્યો હતો અને શરમની વાત એ છે કે, પોતે ખાખીમાં બેસીને પોલીસ મેન ગાડી ચલાવતો નજરે ચઢે છે.

મહત્વની વાત એ છે કે, આ યુવક કોણ છે? જેણે પોતાના વીડિયો માટે પોલીસ વાન આપવામાં આવી? ટીકટોકમાં વીડિયો બનાવવા માટે હવે સરકારી ગાડી એટલે કે, પોલીસની જીપનો ઉપયોગ થઇ રહ્યો છે. રાજકોટના એ ડિવીઝન પોલીસ સ્ટેશનની જીજે 03 જીએ 1304 નંબરની ગાડીનો ટીકટોકનો વીડિયો બનાવવામાં ઉપયોગ થયાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવાન પોલીસની ગાડીના બોનેટ પર સ્ટાઇલથી બેઠો છે. તેમજ ચશ્મા પહેરી એક્ટિંગ કરતો નજરે પડે છે.

રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ વીડિયોને લઇને તપાસના આદેશ આપ્યા છે. પૂર્વ ટ્રાફિક વોર્ડન હોવાનું સામે આવ્યું છે. તેમજ જવાબદાર કર્મચારી સામે પગલા લેવામાં આવે તેવું જણવા મળી રહ્યું છે. ડીસીપી રવિમોહન સૈનીએ જણાવ્યું હતું કે, મીડિયાના માધ્યમથી એક વીડિયો મળ્યો છે. એ ડિવીઝનની પીસીઆર છે. જીપ વ્યકિત કોણ છે તેની ઓળખ થઇ નથી. એ ડિવીઝન પોલીસને જાણ કરી છે કે તપાસ કરીને રિપોર્ટ આપે. આ જીપ કોણ ચલાવતું હતું તેની પૂછપરછ કરી બોનેટ પર બેઠેલો વ્યક્તિ કોણ છે તેની પાસેથી ઓળખ મેળવવામાં આવશે. જીપ ચલાવનાર અને બોનેટપર બેઠેલો વ્યક્તિ બંને પોલીસ હશે તો તેની સામે ખાતાકીય પગલા ભરવામાં આવશે. સરકારી વાહનનો આ રીતનો ઉપયોગ સદંતર ખોટો છે.

ગુજરાત પોલીસ TikTok પાછળ પાગલ, હવે વડોદરાના PSIનો વીડિયો વાયરલ