Gujarat Exclusive > યુથ > મનોરંજન > સાંસદ નુસરત જહાં આ રીતે રહે છે ફિટ, દરરોજ અડધી કલાક કરે છે યોગ

સાંસદ નુસરત જહાં આ રીતે રહે છે ફિટ, દરરોજ અડધી કલાક કરે છે યોગ

0
5035

પશ્ચિમ બંગાળના બશીરહાટથી ટીએમસી સાંસદ નુસરત જહાં ચૂંટણી જીત્યા પછી સૌથી વધુ ચર્ચામાં રહેનાર સાંસદોમાંની એક સાંસદ છે. કયારેક તેમના કપડાને લઈને તો કયારેક તેમની અંગત જીવનને લઈને ચર્ચામાં રહે છે. નુસરત જહાંના સાંસદ બન્યા પહેલા પણ તેની મોટી ફેન ફોલોઈંગ હતી. પણ સાંસદ બન્યા પછી તેમની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. સોશિયલ મીડિયા પર લોકો નુસરત જહાંની ખુબસુરતી અને ફીટનેસને લઈને ખૂબ જ ક્રેજી દેખાઈ રહ્યા છે. દરેક તેમની ફીટ બોડીનો રાજ જાણવા ઈચ્છે છે.

નુસરત જહાંએ એક મીડિયા હાઉસથી વાત કરતા કહ્યુ હતુ કે, તે બંધ રૂમમાં એક્સરસાઈઝ કરવાનું જરાય પસંદ નથી કરતી. તેઓ હંમેશા સવારે વહેલા ઉઠીને ખુલ્લા આસમાન નીચે એક્સરસાઈઝ કરે છે.

નુસરત જહાંની ફેવરેટ એક્સરસાઇઝ રનિંગ છે. વજનને નિયંત્રિત કરવા માટે તેઓ કાર્ડિઓ અને યોગ કરે છે. નુસરત દરરોજ અડધો કલાક યોગ કરે છે.

ડાયટની વાત કરીએ તો નુસરત દિવસની શરૂઆત ગ્રીન ટી સાથે કરે છે. બ્રેકફાસ્ટમાં નુસરતનો કોઈ ખાસ પ્રકારનો ડાયટ નક્કી નથી.

નુસરત બેરીજ ખાય છે કારણ કે તેમાં ખુબ જ સારી માત્રમાં એંટી ઓક્સીડેંટસ હોય છે. આ સિવાય તેમને સિઝનલ ફળ પણ પસંદ છે.

લંચમાં નુસરત માછલી, કરી અને દહી ખાય છે. નુસરત ઓલીવ ઓઈલમાં પકવેલુ ખોરાક ખાય છે.

સાંજના નાશ્તામાં નુસરત હલકો નાશ્તો કરે છે અને રાત્રે સૂપ અને બોઈલ્ડ ચિકન તેમની ડાયટનો ભાગ છે.

ફિટનેસના મામલામાં નુસરત શિલ્પા શેટ્ટીને પોતાનો આદર્શ માને છે. તેમનુ કહેવુ છે કે, શિલ્પા શેટ્ટી આટલી ઉમરમાં પણ ફીટ છે.

કેટરીનાની ઉંમરનો અંદાજો લગાવવો મુશ્કેલ, આ છે ફિટનેસ અને સુંદરતાનું રહસ્ય