Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Gmail હેક થવાથી વધી શકે છે મુસીબત, હૈકર્સથી બચવા અપનાવો આ જરૂરી ટિપ્સ

Gmail હેક થવાથી વધી શકે છે મુસીબત, હૈકર્સથી બચવા અપનાવો આ જરૂરી ટિપ્સ

0
111
  • Gmail એકાઉન્ટની સુરક્ષા ઘણી અગત્યની

  • તમારા ગૂગલ એકાઉન્ટને કેવી રીતે સુરક્ષિત કરશો?

અમદાવાદ: ડિજિટલ દુનિયા (Digital World) પર એક્ટિવ લગભગ મોટાભાગના લોકો એન્ડ્રોઈડ (Android), જીમેઈલ (Gmail), ગૂગલ સર્ચ (Google Search), ડૉક્સ, મેપ્સ (Google Maps), યૂ-ટ્યૂબ (YouTube) સહિત અન્ય ગૂગલ ઈકોસિસ્ટમ સામે સંકળાયેલા છે. આ તમામનું નિયંત્રણ જીમેલ એકાઉન્ટ મારફતે થાય છે.

આથી આપણાં માટે Gmailની સુરક્ષા ઘણી જ મહત્વપૂર્ણ થઈ જાય છે. જો આપણે Gmailને હળવાશથી લઈએ, તો આપણી પ્રાઈવસી માટે મોટું જોખમ બની શકે છે. આજે અમે તમને આવી જ કેટલીક ટિપ્સ બતાવવા જઈ રહ્યાં છીએ. જેની મદદથી તમે તમારા ગૂગલ એકાઉન્ટ (Google Account)ને સુરક્ષિત કરી શકો છો.

સ્ટ્રોંગ અને અલગ પ્રકારના પાસવર્ડનો ઉપયોગ કરો
પાસવર્ડમાં “password”, “0000”, “1234”, “abcd” કે પછી તમારા નામથી પાસવર્ડ રાખવો સુરક્ષિત નથી, જેટલું તમે વિચારો છે. હેકર એક સરળ SQL ઈન્જેક્ટર કે એક મોટા સાઈહર એટેક મારફતે તમારો પાસવર્ડ સરળતાથી મેળવી સકે છે. આથી જરૂરી છે કે, પાસવર્ડ થોડો જટિલ અને મજબૂત રાખો. પાસવર્ડ બનાવતા સમયે નંબરની સાથે સ્પેશિયલ કેરેક્ટર, એક કેપિટલ લેટર, સ્મૉલ લેટરને સાેલ કરતા 8 અક્ષરોનું રેન્ડમ વાક્ય પણ રાખી શકો છો.

આ પણ વાંચો: Parliament Session: સરકારે સ્વીકાર્યું- ભારતમાં ઈસ્લામિક સ્ટેટનું નેટવર્ક સક્રિય

ટૂ સ્ટેપ વેરિફિકેશનનો કરો ઉપયોગ
ટૂ સ્ટેપ વેરિફિકેશન કોઈ પણ એકાઉન્ટને વધારે સુરક્ષા પ્રદાન કરે છે. ટૂ સ્ટેપ વેરિફિકેશન એકાઉન્ટ પર લાગૂ થયા બાદ ગૂગલ પ્રમાણિત પાસવર્ડ સિવાય SMSથી મોકલવામાં આવેલ OTPને પણ વેરિફાઈ કરે છે. જો કોઈ એકાઉન્ટ ખોલવાનો પ્રયત્ન કરે, તો તમારા ખુદના ડિવાઈસથી OTP પ્રાપ્ત કરવો મુશ્કેલ છે. જો કોઈ વારંવાર એકાઉન્ટ લોગ-ઈન કરવાની કોશિશ કરે, તો એકાઉન્ટ બ્લોક થઈ જાય છે અને એકાઉન્ટ ત્યારે જ ખુલશે, જ્યારે તમે OTP મારફતે વેરીફાઈ કરી દેશો કે તમે જ આ એકાઉન્ટના ખરા યુઝર્સ છો.

એકાઉન્ટ રિકવીર વિકલ્પને જોડો
જો કોઈ હેકર તમારા એકાઉન્ટ સુધી પહોંચી જાય કે તમારા એકાઉન્ટને બ્લોક કરવામાં સક્ષમ હોય, તો રિકવરી ઑપ્શનની મદદથી તમે આવા અજાણ્યા લોકોને તમારી મંજૂરી વિવા તમારું એકાઉન્ટના ઉપયોગ કરવાથી રોકી શકો છો. જો કોઈ તમારા એકાઉન્ટ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યું હોય, તો પણ તે તમને જાણ કરશે.