Gujarat Exclusive > દેશ-વિદેશ > TikTok માઇક્રોસોફ્ટ સાથે હાથ મિલાવી ભારતમાં કરી શકે છે રિએન્ટ્રી

TikTok માઇક્રોસોફ્ટ સાથે હાથ મિલાવી ભારતમાં કરી શકે છે રિએન્ટ્રી

0
73
  • ગલવાન ઘાટી પર સંઘર્ષ બાદ કુલ 106 ચાઈનીઝ એપ્સને ભારતમાં બૅન કરી
  • ભારત બાદ અમેરિકામાં TikTok પ્રતિબંધ મૂકાવાનો હતો
  • અમેરિકી TikTok યુઝર્સનાં ડેટાની સંપૂર્ણ જવાબદારી માઇક્રોસોફ્ટની હશે

નવી દિલ્હી: જો આપને ભારતમાં TikTok પર પ્રતિબંધ મુકાતા દુઃખ થયું હતું, આપ જો પરેશાન હતાં તો હવે આપનાં માટે એક મોટા સમાચાર સામે આવ્યાં છે. ભારત બાદ અમેરિકામાં TikTok પર પ્રતિબંધ થવાનો હતો પરંતુ કંપની અમેરિકા આગળ ઘૂંટણીએ નમી ગઇ. અમેરિકામાં TikTok પર પ્રતિબંધ નહીં મૂકાય. અમેરિકા બાદ ટિકટોક ટૂંક સમયમાં જ ભારતમાં પરત આવી શકે છે. TikTok હવે માઇક્રોસોફ્ટનું થઇ ચૂક્યું છે.

અમેરિકામાં ટિકટોકનાં વેપારને હવે માઇક્રોસોફ્ટ જોશે અને માઇક્રોસોફ્ટનાં સર્વર પર જ ટિકટોક યુઝર્સનો ડેટા સ્ટોર થશે. અમેરિકી ટિકટોક યુઝર્સનાં ડેટાની સંપૂર્ણ જવાબદારી માઇક્રોસોફ્ટની હશે. મળતા રિપોર્ટ અનુસાર, માઇક્રોસોફ્ટ ટિકટોકને પાંચ બિલિયન ડોલર્સમાં ખરીદી શકે છે.

આ પણ વાંચોઃ કંગના રનૌતનાં ઘર બહાર ફાયરિંગ, એક્ટ્રેસે કહ્યું- ‘મને ડરાવવાનો પ્રયાસ’

શરૂઆતમાં માઇક્રોસોફ્ટ, ટિકટોકનાં માત્ર અમેરિકી બિઝનેસ હેન્ડલ કરશે પરંતુ એ પણ સંભવ છે કે ભારતીય બજારની જવાબદારી પણ માઇક્રોસોફ્ટને જ આપવામાં આવે અને જો એવું થયું તો ભારતમાં TikTok પરત આવી શકે છે. માઇક્રોસોફ્ટની કોઇ પણ એપને લઇને ભારતમાં હજી સુધી વિવાદ નથી થયો. ટિકટોરની સાથે આ ડીલ બાદ માઇક્રોસોફ્ટ પોતાનાં વિશ્વાસ પર ભારતમાં ટિકટોકને પરત લાવી શકે છે. જો ટિકટોક પરત ભારતમાં આવે છે તો ભારતીય શોર્ટ વીડિયો એપ્સની મુશ્કેલીમાં વધારો થઇ જશે.

થોડાં દિવસો પહેલાં એક રિપોર્ટ આવ્યો હતો કે ચીન સાથે સંબંધ તોડવા અને પ્રતિબંધથી બચવા માટે ટિકટોક લંડનમાં પોતાનું મુખ્યાલય બનાવી રહ્યું છે. તાજેતરમાં જ ટિકટોકે ડિઝનીનાં કેવિન મેયરને પોતાનાં CEO તરીકે નિયુક્ત કર્યા છે. કેવિન પર ટિકટોક સહિત બાઇટડાન્સનાં ઘણી બધી એપ્સની જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન સાથેનાં ગલવાન ઘાટી પર થયેલાં સંઘર્ષ બાદ ભારત સરકારે 29 જૂને 59 ચાઈનીઝ એપ્સને ભારતમાં બૅન કરી હતી. ઈન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલયે 24 જુલાઈનાં રોજ 47 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ તમામ એપ્સ 29 જૂને બૅન કરવામાં આવેલી એપ્સની ક્લોન હતી. આ સાથે ભારત સરકારે કુલ 106 ચાઈનીઝ એપ્સને ભારતમાં બૅન કરી છે.

આ પણ વાંચોઃ સુશાંત કેસઃ રિયા વિરૂદ્ધ પોલીસને હાથ લાગ્યા મોટા પુરાવા, લુકઆઉટ નોટિસ જારી થઇ શકે