Gujarat Exclusive > દેશ-વિદેશ > આ તારીખથી બદલાશે હાઈવે ટૉલના નિયમ, આજે જ જાણી લો નહીં તો થશે 200% દંડ

આ તારીખથી બદલાશે હાઈવે ટૉલના નિયમ, આજે જ જાણી લો નહીં તો થશે 200% દંડ

0
349

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે હાઈવે ટોલ સાથે સંકળાયેલા અનેક નિયમો બદલવાનો નિર્ણય કર્યો છે. હવે દેશભરમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) અંતર્ગત આવનાર ટૉલ પ્લાઝા પર 1 ડિસેમ્બરથી તમામ લેન ફાસ્ટ ટૈગ હશે. જો ટૈગ વિનાની કોઈ કાર ફાસ્ટ ટૈગ લેનમાં ઘુસસે તો તેને ડબલ ચાર્જ ચૂકવવો પડશે. વિધ્ન વિનાની અવરજવર, ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આવું કરવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, જો તમારી કાર પર ફાસ્ટ ટૈગ લગાવેલુ હશે, તો ટૉલ પ્લાઝાની ડિવાઈસ તે ફાસ્ટ ટૈગને ઓળખીને તેની જાતે જ ડિજિટલ રીતે ટૉલની રકમ કાપી લેશે. આથી પહેલાથી રિચાર્જ ફાસ્ટ ટૈગથી નક્કી ટૉલ પોતાની મેળે જ કપાઈ જશે. શરૂઆતમાં એક હાઈબ્રિડ લેન હશે, જ્યાં ફાસ્ટ ટૈગ વિનાના મોટા વાહનો જ રોકડ ચૂકવીનીે પસાર થઈ જશે. બાદમાં તેમને પણ ફાસ્ટ ટૈગમાં બદલી દેવામાં આવશે. આ સિસ્ટમ સમગ્ર દેશમાં એક ડિસેમ્બરથી લાગુ થશે.

ખોટી લાઈનમાં ઘુસવા પર 200 ટકા દંડ

(1) સરકાર ડિજિટલ ઈન્ડિયાને આગળ વધારતા હવે સમગ્ર દેશભરમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન દ્વારા ઈ ટૉલને પ્રોત્સાહન આપવા માટે કમર કસી રહી છે.
(2) 1 ડિસેમ્બરના દેશના તમામ નેશનલ હાઈવે પરના માત્ર એક લેનને છોડીને, તમામ લેન ફાસ્ટ ટૈગમાં પરિવર્તીત થઈ જશે. નવા નિર્ણય મુજબ, તમામ નેશનલ હાઈવે પર માત્ર એક લેન પર જ કેશ ટૉલ કલેક્શનની વ્યવસ્થા હશે.
(3) હવેથી જો કોઈ વાહન ચાલક ખોટી લાઈનમાં દાખલ થશે, તો તેને દંડ તરીકે ડબલ એટલે કે 200 ટકા ટેક્સ વસૂલ કરવામાં આવશે. આ સબંધમાં માર્ગ પરિવહન મંત્રાલયે નોટિફિકેશન રજૂ કર્યું છે.
(4) માર્ગ પરિવહન મંત્રાલય તરફથી NHAIના ચેરમેનને લખેલા પત્રમાં જણાવ્યું કે, એવું જોવા મળ્યું છે કે, ફાસ્ટૈગથી ટૉલ ચૂકવવાને લઈને જેટલી આશા વ્યક્ત કરવામાં આવી હતી, તે હિસાબે આ માધ્યમથી ટૉલ કલેક્શનમાં વધારો નથી જોવા મળી રહ્યો. એવામાં ફરીથી રોકડ પેમેન્ટ તરફ લોકોનું વલણ જોવા મળશે અને ટોલ પર વાહનોનો ટ્રાફિક જામ જોવા મળી શકે છે.
(5) આ વાતોને ધ્યાનમાં લઈને એ નક્કી કરવામાં આવ્યું છે કે, ટૉલ ફ્રી પેમેન્ટને ડિજિટલ મોડમાં જ આગળ વધારવામાં આવશે. જે અંતર્ગત માત્ર એક લેન આવી હશે, જ્યાં ફાસ્ટ ટૈગ પણ સ્વીકાર થશે અને અન્ય મોડમાં પણ પેમેન્ટ થઈ શકે છે.
(6) મંત્રાલયે આકરુ વલણ દાખવતા સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, ફાસ્ટટૈગ સિસ્ટમને વધારે મજબૂતીથી અમલમાં લાવવાનું છે. સરકારનું લક્ષ્ય છે કે, ટૉલ પર વિના કારણે થતા જામને અટકાવી શકાય.

NIEM કોલેજ માન્યતા મામલે વિદ્યાર્થી સેનાએ ગુજ.યુનિના કુલપતિ પાસે માંગ્યો ખુલાસો