Gujarat Exclusive > આપણી જરૂરિયાત > આ છે ભારતની સૌથી ફાસ્ટ ટ્રેનો, ક્યાંય જવાની ઉતાવળ હોય તો આજે જ ટિકિટ બુક કરાવો

આ છે ભારતની સૌથી ફાસ્ટ ટ્રેનો, ક્યાંય જવાની ઉતાવળ હોય તો આજે જ ટિકિટ બુક કરાવો

0
729

આજના સમયમાં ભારત પાસે અનેક એવી ટ્રેનો છે, જે ખૂબ જ ઝડપથી દોડે છે. આ કારણે આપણને મુસાફરીમાં સરળતા રહેવા ઉપરાંત બે શહેરો વચ્ચેનું અંતર ટૂંક સમયમાં કાપી નાખવાનો લાભ મળે છે. આજના આધૂનિક યુગમાં લોકો પાસે સમયનો પણ અભાવ છે. લોકો સમય બચાવવા માટે ફ્લાઈટમાં જવાનું પસંદ કરે છે, પરંતુ તે ખુબ જ ખર્ચાળ નીવડે છે. જ્યારે ભારતમાં એવી ટ્રેનો પણ છે, જે આપણને એક શહેરમાંથી બીજા શહેરમાં જવા માટે વ્યાજબી ખર્ચે અને ટૂંક સમયમાં પહોંચાડે છે.

તો ચાલો આજે અમે તમને ભારતની સૌથી ફાસ્ટ ટ્રેનો વિશે માહિતગાર કરીએ…

(1) વંદે ભારત એક્સપ્રેસ
આ ટ્રેન દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલે છે, જે 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

(2) ગતિમાન એક્સપ્રેસ
આ ટ્રેન નવી દિલ્હી અને આગ્રા વચ્ચે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

(3) ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ
ભોપાલ શતાબ્દી એક્સપ્રેસ ભારતની સૌથી ઝડપી ટ્રેનોમાંથી એક છે. જે 150 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

(4) મુંબઈ રાજધાની એક્સપ્રેસ
આ ટ્રેન મુંબઈ અને દિલ્હી વચ્ચેની મુસાફરીને સરળ બનાવે છે. આ ટ્રેનની સ્પી઼ડ 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

(5) સિયાલદહ દુરન્તો
સિયાલદહ દુરન્તો ટ્રેન સિયાલદહ અને નવી દિલ્હી વચ્ચે દોડે છે. આ ટ્રેનની ગણના પણ દેશની ફાસ્ટ ટ્રેનોમાં થાય છે.

(6) હાવડા રાજધાની
હાવડા રાજધાની એક્સપ્રેસ હાવડા અને નવી દિલ્હી વચ્ચે દોડનારી પ્રથમ રાજધાની ટ્રેન છે. આ ટ્રેન પણ દેશની સૌથી ઝડપી ટ્રેન છે.

(7) કાનપુર-રિવર્સ શતાબ્દી
આ ટ્રેનની ગણના પણ દેશની સુપર ફાસ્ટ ટ્રેનોમાં થાય છે. જે કાનપુરથી નવી દિલ્હી વચ્ચેનું અંતર કાપે છે.

(8) ઈલાહાબાદ દુરંન્તો એક્સપ્રેસ
ઈલાહાબાદ દુરંતો એક્સપ્રેસ AC ટ્રન છે, તેની સ્પીડ પણ ઘણી સારી માનવામાં આવે છે.

હાફિઝ સઈદ અને મસૂદ અઝહર પર ગાળિયો કસાશે, ભારત કરશે મોટી કાર્યવાહી