Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘નેટફ્લિક્સ’ પર આવી રહી છે 5 ધમાકેદાર ઈન્ડિયન વેબસિરીઝ, 2 સિરીઝ પ્રોડ્યુસર અનુષ્કા શર્મા, SRK

‘નેટફ્લિક્સ’ પર આવી રહી છે 5 ધમાકેદાર ઈન્ડિયન વેબસિરીઝ, 2 સિરીઝ પ્રોડ્યુસર અનુષ્કા શર્મા, SRK

0
273

સમગ્ર દેશમાં વેબ સિરીઝ બોલ-બાલા જોવા મળી રહી છે. ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’ એ પાંચ ઇન્ડિયન વેબ સિરીઝની જાહેરાત કરી છે અને બે વેબ સિરીઝના પ્રોડ્યૂસર અનુષ્કા શર્મા અને શાહરુખ ખાન છે.

ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ‘નેટફ્લિક્સ’એ માહિતી આપતાં જણાવ્યું કે, શાહરુખની કંપની ‘રેડ ચિલીઝ’ ‘બેતાલ’ વેબ સિરીઝ પ્રોડ્યૂસ કરશે. અનુષ્કા અને તેનો ભાઈ કર્નેશ શર્માની કંપની ‘ક્લીન સ્લેટ ફિલ્મ્સ’ ‘માઈ’ વેબ સિરીઝને પ્રોડ્યૂસ કરશે.

શાહરુખાનનો ‘નેટફ્લિક્સ’ સાથે કોન્ટ્રાક્ટ છે. ‘બાર્ડ બોફ બ્લડ’ સિરીઝ બાદ તે ‘બેતાલ’ નામની સિરીઝ પ્રોડ્યૂસ કરવાના છે. ‘બેતાલ’ સિરીઝ હોરર કોમેડી સિરીઝ છે. તેમાં એક ગામડાંની સ્ટોરી બતાવવામાં આવશે. આ સ્ટોરીમાં બ્રિટિશ સેનાના અંગ્રેજ ઓફિસરનું ભૂત દર્શકોને ડરાવી શકે છે. તે ઉપરાંત આ સ્ટોરીમાં અધિકારીના ભૂત સાથે આખી તેની ભૂતની સેના પણ જોવા મળશે. આ આખી ભૂતની ગેંગ ગામના લોકોને હેરાન કરે છે.

‘બધાઈ હો’ ની એક્ટ્રેસ નીના ગુપ્તાની ડિઝાઈનર દીકરી મસાબા ગુપ્તાની લાઈફ સ્ટોરી પરની એક વેબ સિરીઝ રિલીઝ થવાની છે. ‘મસાબા’ નામની આ વેબ સિરીઝમાં બન્ને મા-દીકરી પોતે જ તેમની સ્ટોરી કહેશે. આ સિરીઝ સિવાય નેટફ્લિક્સ પર ‘બોમ્બે બેગમ્સ’ અને ‘મેસી’ નામની વેબ સિરીઝ રિલીઝ થવાની છે. ‘બોમ્બે બેગમ્સ’ સિરીઝ અર્બન ઇન્ડિયાની અલગ-અલગ જનરેશનની પાંચ મહિલાઓની સ્ટોરી છે અને ‘મેસી’ વેબ સિરીઝ રાઇઝિંગ સ્ટેન્ડ અપ કોમેડિયનની સ્ટોરી છે.

સંજય લીલા ભણસાલીની પીરિયડ ફિલ્મમાં કામ કરવા માંગે છે સારા અલી ખાન