Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > નર્મદા ડેમની જળ સપાટી 121.92 મીટરે પહોંચી, 1 વર્ષ બાદ પ્રથમ વખત શરૂ થયું વીજ ઉત્પાદન

નર્મદા ડેમની જળ સપાટી 121.92 મીટરે પહોંચી, 1 વર્ષ બાદ પ્રથમ વખત શરૂ થયું વીજ ઉત્પાદન

0
431

રાજપીપળા: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121. 92 મીટરે પહોંચી ગઇ છે. હાલ ડેમમાં 1690 MCM પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. જેને કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થવાના કારણે એક વર્ષ બાદ પહેલી વાર વીજ ઉત્પાદ શરૂ થયું છે. ડેમમાં પાણીની આવક વધતા CHPHના ત્રણ ટર્બાઇન શરૂ કરાયા છે. છેલ્લા 24 કલાકમાં ડેમમાંથી રોજ 2557 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થાય છે. જોકે મધ્યપ્રદેશ દ્વારા જે વીજળી ગુજરાત નથી આપતી એવા આક્ષેપો સાથે રાજકારણ પણ ગરમાયુ છે.જેમાં આજે 1 વર્ષ બાદ CHPHના 3 ટર્બાઇન ચાલુ કરવાથી હાલ વીજળીનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.

બીજી તરફ 3 વર્ષથી બંધ પડેલ RBPH (રિવર બેડ પાવર હાઉસ )નું પણ તંત્ર દ્વારા મેન્ટેનન્સ ચાલુ કરી દેવામાં આવ્યું છે. તંત્રનો દાવો છે કે, 125 મીટરની ઉપર નર્મદા ડેમની સપાટી જશે તો આ RBPH પાવર હાઉસ પણ શરૂ કરવામાં આવશે. જેના થકી ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રને વીજળી પુરી પાડવામાં આવશે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી વધીને 121.96 મીટરે પહોંચી ગઇ છે. ડેમમાં ઉપરવાસ માંથી 68023 ક્યુસેક પાણીની આવક થઇ છે. 24 કલાકમાં ડેમની સપાટીમાં 24 સેમીનો વધારો નોંધાયો છે. જેને કારણે હાલ ગુજરાતમાં સિંચાઇ માટે 12872 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 1690 MCM પાણીનો લાઇવ સ્ટોરેજ જથ્થો છે. મધ્યપ્રદેશના ઇંદિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના ટર્બાઇન ચાલુ કરવામાં આવતા ડેમની સપાટીમાં વધારો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં ગુજરાત તથા ખેડૂતો માટે સારા સમાચાર છે. હાલ તો ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ખરેખર ગુજરાતની જીવાદોરી સાબિત થઈ રહી છે. આવનારા દિવસોમાં ચોમાસુ નબળું રહે તોય ગુજરાતને પીવા અને સિંચાઈ માટે પાણી આપવામાં ડેમ સક્ષમ થવા જઈ રહ્યો છે.

(વિશાલ મિસ્ત્રી, રાજપીપળા)

ખેલ મહાકુંભમાં ભાગ લેવા હવે કોઈપણ ખેલાડી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી શકશે