Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રાજ્ય ચૂંટણી પંચે સીમાંકન અને બેઠક ફાળવણી અંગેના આદેશ જારી કર્યાં

રાજ્ય ચૂંટણી પંચે સીમાંકન અને બેઠક ફાળવણી અંગેના આદેશ જારી કર્યાં

0
108
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રથમ ચરણમાં પગ મૂક્યો

  • 5 મહાનગરપાલિકા, 6 નગરપાલિકા, 16 જિલ્લા પંચાયત અને 29 તાલુકા પંચાયત માટે કર્યા આદેશો

અમદાવાદ: સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના જે એકમોમાં 2015ના વર્ષના સીમાંકન બાદ ભૌગોલિક હદમાં તેમ જ વોર્ડ/ મતદાર મંડળની બેઠકો ની સંખ્યામાં ફેરફાર થયો હોય તેવા સ્વરાજ્યનાં એકમો માટે 2011ની વસ્તી ગણતરી આધારે નવેસરથી સીમાંકન પ્રક્રિયા હાથ ધરી વોર્ડ/ મતદાર મંડળની રચના કરી બેઠકોની ફાળવણી કરવામાં આવેલી છે.

સીમાંકન અને બેઠક ફાળવણી અંગેના પ્રાથમિક આદેશ રાજ્ય ચૂંટણી પંચે પ્રસિદ્ધ કરેલા છે.

આ આદેશ સાથે જ અમદાવાદ સહિત રાજ્યની પાંચ મહાનગરપાલિકાની ચૂંટણી ડિસેમ્બર સુધીમાં યોજાવાની શકયતા વધી ગઈ છે.

તેની સાથે કોરોનાના કારણે ચૂંટણી પાછી ઠેલાવવાની વાતોનો છેદ ઉડી ગયો છે.

રાજ્ય ચૂંટણી આયોગે બહાર પડેલા પ્રથમ આદેશમાં વસ્તીથી માંડીને અનામત કેટેગરીની બેઠકો , વોર્ડમાં સમાવિષ્ટ વિસ્તાર વગેરે બાબતે જણાવ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં આજે નવા 28 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા

અમદાવાદ સહિત રાજકોટ, વડોદરા, સુરત અને ભાવનગર મહાનગરપાલિકાની મુદત ડિસેમ્બરમાં પુરી થઈ જાય છે, પરંતુ હાલ કોરોના મહામારી ચાલતી હોવાથી અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા હતા. જો કે અમદાવાદ મહાનગરપાલિકાએ તો ચૂંટણી માટેની તૈયારીઓ કરવાની શરૂઆત કરી લીધી હતી. માટે જ મતદાર યાદીથી માંડીને ચૂંટણીલક્ષી કામગીરી માટેની સત્તા મ્યુનિ. કમિશનર ને સોંપતો ઠરાવ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં લેવાઈ ગયો હતો.

કઈ કઈ મહાનગરપાલિકાના આદેશો બહાર પડ્યા

1) વડોદરા 2) સુરત 3) રાજકોટ 4) ભાવનગર અને 5) અમદાવાદ

6 કઈ નગરપાલિકા

1) નવસારી- વિજલપોર 2) પોરબંદર- છાયા 3) મોરબી 4) સાવરકુંડલા 5) પેટલાદ અને 6) સુરેન્દ્રનગર – દુધરેજ- વઢવાણ

16 જિલ્લા પંચાયત

1) સુરત 2) વડોદરા 3) રાજકોટ 4) મોરબી 5) સુરેન્દ્રનગર 6) ભાવનગર 7) અમરેલી 8) પોરબંદર 9) દાહોદ 10) ક્ચ્છ 11) ગાંધીનગર 12 ) અમદાવાદ 13 ) પાટણ 14) નવસારી 15) ગીર-સોમનાથ 16) ભરૂચ

29 તાલુકા પંચાયત

1) ચોર્યાસી 2) કામરેજ 3) ઓળપાડ 4) પલસાણા 5) નવસારી 6) વડોદરા 7) ભરૂચ 8) વાગરા 9) રાજકોટ 10) મોરબી 11) વાંકાનેર 12) ચોટીલા 13) ભાવનગર ગ્રામ્ય 14) જેસર 15 ) સાવરકુંડલા 16 ) પોરબંદર 17) લીમખેડા 18) સિંગવડ 19) કોડીનાર 20) ગીર ગઢડા 21) ઉના 22) મુદ્રા 23) ગાંધીનગર 24) કલોલ 25) માણસા 26) દસકોઈ 27) સાણંદ 28) પાટણ અને સરસ્વતી.