Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > નવી શિક્ષા નીતિથી સંસ્થાઓની સ્વાયત્તતા પર ખતરો: પ્રો. કૃષ્ણ કુમાર

નવી શિક્ષા નીતિથી સંસ્થાઓની સ્વાયત્તતા પર ખતરો: પ્રો. કૃષ્ણ કુમાર

0
525

દેશની શિક્ષા વ્યવસ્થા કેવી હોય, તેના પરની ચર્ચા ઘણી ઓછી છે. આઝાદી પહેલા જ શિક્ષામાં સુધારની વાત શરૂ થઈ ગઈ હતી. વર્તમાન શિક્ષા વ્યવસ્થામાં સુધાર માટે ચાર વર્ષ પહેલા એનડીએ-1 દરમિયાન માનવ સંસાધન વિકાસ મંત્રાલયે ડો. કે. કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં એક નવ સભ્યવાળી સમિતિની રચના કરી હતી. કેટલાક સમય પહેલા સમિતિએ પોતાનો રિપોર્ટ મંત્રાલયને સોંપ્યો છે. રિપોર્ટને મંત્રાલયની વેબસાઈટ પર નાંખીને નાગરિકો, નિષ્ણાતો અને શિક્ષણવિદ્દો પાસે સલાહ માંગી હતી. તે પછી આ રિપોર્ટ “નવી શિક્ષણ નીતિનું ફોર્મેટ”ના નામથી ચર્ચામાં છે. નવી શિક્ષણ નીતિ લાગૂં થવા પર દેશની શિક્ષણ વ્યવસ્થામાં અમોઘ ફેરફારની વાત કહેવામાં આવી રહી છે તો બીજી તરફ જગતના ભગવાકરણની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશ્વવિદ્યાલય અને સંસ્થાઓના ખાનગીકરણ અને સ્વાયત્તતા ખત્મ થવાની વાત કહેવામાં આવી રહી છે. આ પ્રશ્નોને નજરમાં રાખીને દેશના ફેમસ શિક્ષણવિદ્દ પ્રો. કૃષ્ણ કુમારે નવી શિક્ષણ નીતિને લઈને તેમના વિચાર રજૂ કર્યા છે, જેના કેટલા અંશ પ્રશ્નપ-જવાબના રૂપમાં અમે તમારા સુધી પહોંચાડી રહ્યાં છીએ.

શિક્ષણવિદ્દ પ્રો. કૃષ્ણ કુમાર

શિક્ષણવિદ્દ પ્રો. કૃષ્ણ કુમાર, સૌજન્ય- ન્યૂઝ ક્લિક હિન્દી

પ્રશ્ન- નવી શિક્ષણ નીતિ આ સમયે દેશવ્યાપી ચર્ચાનો વિષય બનેલ છે. આને લઈને તમામ રીતે આશંકાઓ જોવા મળી રહી છે. નવી શિક્ષણ નીતિ પ્રસ્તાવમાં શિક્ષણ પ્રણાલીને વધારે ઉદાર અને લચીલી બનાવવાની વાત થઈ રહી છે. વ્યવસાયિક શૈક્ષણિક સંસ્થાઓનું માળખાને વ્યાપક બનાવવાની વાત થઈ રહી છે. શું નવી શિક્ષણ નીતિ લાગૂં થવાથી શિક્ષણ સંસ્થાઓનું ખાનગીકરણ સરળ થઈ જશે?

પ્રો. કૃષ્ણ કુમાર: નેવુના દશકામાં શરૂ થયેલ ઉદારીકરણે શિક્ષણને બજારની વસ્તુ બનાવી દીધી છે. સરકારની નજરમાં શિક્ષણ નુકશાનનો સોદો છે. કોઈપણ સરકાર શિક્ષણના જરૂરી પરિવર્તનના પક્ષમાં નથી. વ્યાવસાયિક શિક્ષાના નામ પર ખાનગી સંસ્થાઓને ખુલી છૂટ મળેલી છે.

પ્રશ્ન- શું નવી શિક્ષા નીતિની ભલામણો લાગૂ થવાથી વિશ્વવિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની સ્વાયત્તતા પ્રભાવિત થશે?

પ્રો. કુષ્ણ કુમાર: સમિતિએ નીતિય આયોગની જેમ જ એક રાષ્ટ્રીય શિક્ષણ આયોગની રચનાની ભલામણ કરી છે. આ પ્રસ્તાવ મોટાભાગે કેન્દ્રીકરણવાળો છે. અત્યાર સુધી દરેક વિશ્વવિદ્યાલય અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કેટલીક બાબતો નક્કી કરવા માટે સ્વતંત્ર છે. બીજી વાત શિક્ષા સહવર્તી યાદીનો વિષય છે. રાજ્ય સરકારો આના પર કેટલા સહમતિ દર્શાવે છે તે અલગ વાત છે. રાજ્ય સરકારોનો શિક્ષણમાં અલગ રોલ હોય છે. ઉચ્ચ શિક્ષા ઉપરાંત માધ્યમિક શિક્ષા માટે દરેક રાજ્યના પોતાના અલગ-અલગ શિક્ષણ બોર્ડ છે, હવે જોવાનું તે છે કે, શું રાજ્ય સરકારો પોતાનું બોર્ડ વિઘટન કરીને એક કેન્દ્રીય બોર્ડને સ્વીકાર કરશે? જો આખા દેશમાં એક બોર્ડ અને એક જેવો પાઠ્યક્રમ હશે તો નિશ્ચિત જ વિશ્વવિદ્યાલયોની સ્વાયત્તતા સમાપ્ત થઈ જશે.

પ્રશ્ન- નવી શિક્ષા નીતિનો જે ફોર્મેટ છે જેમાં બાળકોની શિક્ષાને ત્રણ વર્ષની ઉંમરથી જ શરૂ કરવાની વાત કહેવામાં આવી છે. જ્યારે પ્રાથમિક શિક્ષાના શરૂઆતની ઉંમર છ વર્ષ માનવામાં આવે છે. મનોવૈજ્ઞાનિકના મંતવ્ય અનુસાર ઓછી ઉંમરના બાળકોને શાળાએ મોકલવાની વાતને સારી માની નથી. એવામાં શું નાની ઉંમરમાં જ બાળકોનું મન-મસ્તિક અભ્યાસના બોઝાથી પ્રભાવિત થશે નહીં?

પ્રો. કૃષ્ણ કુમાર: નવી શિક્ષણ નીતિના ફોર્મેટમાં ધોરણ-એકથી પહેલા ત્રણ વર્ષની શિક્ષણની વાત કહેવામાં આવી રહી છે, આ આંગણવાડીવાળી શિક્ષા છે. આને આદર્શ રૂપમાં લાગૂં કરવામાં આવે તો આમાં બાળકોને અભ્યાસ પર નહીં પરંતુ રમવા-કૂદવા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. જો આને લાગૂં કરવાની ગંભીર તૈયારી થી નહીં તો આ ધોરણ એકવાળો જ અભ્યાસ થઈ જસે. આમાં બાળકોના મન-મસ્તિક પર ગંભીર પ્રભાવ પડવાથી ઈન્કાર કરી શકાય નહીં. એવામાં તે જરૂરી છે કે, આને લાગૂં કરવાથી પહેલા જમીની સ્તર પર પ્રાથમિક જરૂરિયાતોને પૂરી કરવામાં આવે.

પ્રશ્ન- સમિતિએ ભલામણ કરી છે કે, બાળકોને પાંચમા ધોરણ સુધી તેમની માતૃભાષામાં જ ભણાવવામાં આવે. શું પબ્લિક શાળાઓ પર પણ લાગૂ થશે, જ્યાં માત્ર અંગ્રેજી માધ્યમમાં જ અભ્યાસ થાય છે. આજે દેશમાં અંગ્રેજી માધ્યમમા શિક્ષિત વિદ્યાર્થીઓનું ભવિષ્ય અન્ય ભાષાઓમાં અભ્યાસ લેનાર વિદ્યાર્થીઓનું સારૂ જોવા મળી રહ્યું છે. એવામાં આ કવાયત ક્યાંક માતૃભાષામાં શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપર ભારે ના પડી જાએ?

પ્રો. કૃષ્ણ કુમાર: આપણું દેશ વિવિધતાપૂર્ણ છે. ભાષા-બોલીથી લઈને ધર્મ-સંસ્કૃતિ અને રહેણી-કરણી બધામાં વિભિન્નતા જોવા મળે છે. રાજ્યોની પોતાની માતૃભાષા જ શિક્ષાનું માધ્યમ છે, આના સાથે જ આખા દેશમાં અંગ્રેજી માધ્યમવાળા ખાનગી શાળાઓ પણ સારા પ્રમાણમાં છે. પબ્લિક શાળાઓમાં શહેરી પૃષ્ઠભૂમિ અને સંપન્ન લોકોના બાળકો શિક્ષણ મેળવે છે. આજે પણ શાસન-પ્રસાસન અને નીતિઓ બનાવવાની ભાષા અંગ્રેજી છે. અંગ્રેજીનો દબદબો હાલ પણ કાયમ છે. ગ્રામીણ પૃષ્ણભૂમિના વિદ્યાર્થીઓ કેટલીક જગ્યાઓ ઉપર અંગ્રેજીના કારણે પાછળ પડી જાય છે. મોટો પ્રશ્ન તે છે કે, નવી શિક્ષણ નીતિના ફોર્મેટમાં આનો કોઈ ઉલ્લેખ નથી.

પ્રશ્ન- નવી શિક્ષણ નીતિમાં શિક્ષા બજેટ વધારવાની વાત કરવામાં આવી છે. એક સાથે નહીં તો ધીમે-ધીમે આને 20 ટકા સુધી લઈ જવાની વાત કરવામાં આવી રહી છે. તમને લાગે છે કે, સરકાર શિક્ષાનું બજેટ 20 ટકા કરશે?

પ્રો. કૃષ્ણ કુમાર: આવનારા દિવસોમાં સરકાર શિક્ષણ પર કેટલું ખર્ચ કરશે, તે તો ભવિષ્ય જ બતાવશે. પરંતુ અત્યાર સુધી શિક્ષણ પર ખુબ જ ઓછો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ પર જેટલા પણ કાર્યક્રમ ચાલી રહ્યાં છે બધા જ બજેટના અભાવના કારણે દમ તોડી રહ્યાં છે. શિક્ષાનો અધિકાર કાર્યક્રમ પણ આમા સામેલ છે. શાળા, કોલેજ અને વિશ્વવિદ્યાલયોની હાલત ખુબ જ ખરાબ છે. પાયાના સંસાધનો સાથે જ શિક્ષણ અને અધ્યાપન સ્ટાફની મોટી માત્રામાં ઉણપ છે. કોલેજોની હાલત ખુબ જ ખરાબ છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં પ્રતિદિવસ વધી રહી છે પરંતુ સુવિધાઓના કંઈ જ ઠેકાણા નથી. છાત્ર અને શિક્ષકોનો રેશિયો બગડી ગયો છે. આનાથી શિક્ષણની ગુણવત્તા પ્રભાવિત થઈ રહી છે.

પ્રશ્ન- ફોર્મેટમાં ભારી-ભરખમ શબ્દોની ભરમાર છે. એક શબ્દ લિબરલ આર્ટ્સ વારં-વાર આવે છે, આનો શું અર્થ છે?

પ્રો. કૃષ્ણ કુમાર: લિબરલ આર્ટ્સ અમેરિકન શિક્ષણ પદ્ધતિ છે. ભારત સરકાર પણ દેશમાં અમેરિકા જેવું શિક્ષણ આપવા માંગે છે. અમેરિકન અંડરગ્રેજ્યુએટના મૂળ લિબરલ આર્ટ્સ એજ્યુકેશનમાં છે, જેમાં સામાન્ય શિક્ષણને ખુબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવેલું છે. બધા જ અંડરગ્રેજ્યુએટ બેચરલ ડિગ્રી પાછળનો હેતુ રચનાત્મક ચિંતન, કૌશલ અને યોગ્યતા વિકસિત કરવાનો છે. જેથી તેઓ જાણી શકે કે, કેવી રીતે ચીજો શિખી શકાય અને ખાસ કરીને કેવી રીતે એકેડમિ ક્ષેત્રમાં નિપૂણતા મેળવી શકાય છે.

પ્રશ્ન- નવી શિક્ષણ નીતિથી શું દેશના શિક્ષા જગતમાં પ્રાથમિક પરિવર્તન જોવા મળી શકે છે?

પ્રો. કૃષ્ણ કુમાર: ચાર વર્ષ પહેલા માનવ સંસાધન વિકાસ મંત્રાલયે રાષ્ટ્રીય સ્તર પર શિક્ષામાં સુધાર માટે સમિતિની રચના કરી હતી. આ નવ સભ્યવાળી સમિતિના અધ્યક્ષ ડો. કે. કસ્તૂરીરંગનને બનાવવામાં આવ્યા છે. સમિતિએ હાલમાં જ પોતાનો રિપોર્ટ આપ્યો છે. હાલમાં નવી શિક્ષણ નીતિના પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચા થશે, કેટલીક ચીજો ત્યારે સ્પષ્ટ થઈને સામે આવશે. રાજ્ય સરકારો પર આના પર શું વલણ રહે છે, તે પણ બધુ સ્પષ્ટ નથી. એવામાં અત્યાર નવી શિક્ષણ નીતિની સફળતા-નિષ્ફળતા પર કંઈ પણ કહેવું ઉતાવળ ગણાશે.

રાજરમત ભાગ-2: ભાજપમાં અલ્પેશની એન્ટ્રીથી શંકર ચૌધરીના વળતા પાણી!