Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પોલીસે વોન્ટેડને પકડતા હુમલો: મહિલા પોલીસની મદદ ના મળતાં સાસુ-વહુ ફરાર,બાપ-બેટો પકડાયા

પોલીસે વોન્ટેડને પકડતા હુમલો: મહિલા પોલીસની મદદ ના મળતાં સાસુ-વહુ ફરાર,બાપ-બેટો પકડાયા

0
119

અમદાવાદ: કુબેરનગર જી વોર્ડ ખાતે રહેતાં વોન્ટેડ આરોપીને પોલીસે મંગળવારે પકડી લીધો હતો. આરોપીએ તેના પિતા,પત્ની અને માતા સાથે મળી ભાગવા માટે પોલીસ પર હુમલો કર્યો હતો. બાપ દીકરાને લઈ પોલીસ કુબેરનગર ચોકી પર પહોંચી હતી. તે સમયે આરોપીની પત્ની અને માતાએ ચોકીમાં આવી વીડીયો ઉતાર્યા હતા. પોલીસ પર આક્ષેપ કર્યા કે તમે મહિલાઓને કપડાં ફાડી ચોકીમાં લાવ્યા છો, વીડિયો વાયરલ કરીશું. પોલીસે મહિલા પોલીસની મદદ માંગી પણ મળી ન હતી જેના પગલે સાસુ વહુ પોલીસ ચોકીમાંથી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: COVID-19ની ગાઇડલાઇન્સના ભંગ બદલ કતાર એરલાઇન્સને 1 લાખનો દંડ

ધાનેરા પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનાનો વોન્ટેડ આરોપી મનીષ ચેતનદાસ સેવલાણી કુબેરનગર જી વોર્ડ ખાતેના તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળી હતી. જેના પગલે સરદારનગર પોલીસે આરોપીને તેના ઘરે જઈ કોર્ડન કર્યો હતો. તે સમયે ત્યાં મનીષના પિતા ચેતનદાસ, માતા કવિતા અને પત્ની કાજલ આવ્યા હતા. તમામે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

મનીષને લઈ પોલીસ ઘરની બહાર આવતા તમામે અપશબ્દો બોલી તમે કેવી નોકરી કરો છો તે જોઈએ છીએ તેવી ધાકધમકી આપી હતી. પોલીસ મનીષ અને તેના પિતાને લઈ કુબેરનગર ચોકી પહોંચી હતી. મનીષની માતા અને પત્ની પણ ચોકીએ પહોંચ્યા હતા. બન્નેએ વીડિયો ઉતારવાનું શરૂ કરી ધમકી આપી કે મહિલાઓના કપડાં ફાડી તમે લઈ આવ્યા છો. આ વીડિયો વાયરલ કરી દઈશું.

આ પણ વાંચો: બે મિત્રની ગાઢ મિત્રતાનો કરૂણ અંત : એક એ પત્ની મામલે ધમકી આપતા બીજાએ ફિનાઇલ પીધું

બનાવ અંગે સરદારનગર પોલીસે બન્ને મહિલાસોને કન્ટ્રોલમાં કરવા માટે મહિલા પોલીસની મદદ માંગી હતી. જો કે મહિલા પોલીસ ના આવતા સાસુ વહુ ફરાર થઈ ગયા હતા. પોલીસે મનીષ અને તેના પિતા ચેતનદાસ સહિત ચાર લોકોની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.