Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મોદી સરકાર આપી રહી છે 59 મીનિટમાં 5 કરોડ સુધી લોન, આવી રીતે કરો એપ્લાય

મોદી સરકાર આપી રહી છે 59 મીનિટમાં 5 કરોડ સુધી લોન, આવી રીતે કરો એપ્લાય

0
549

મોદી સરકારે નાના વેપારીઓને લોન આપવા જઈ રહી છે. સરકારે MSME માટે ‘PSB Loans in 59 Minutes’ની સુવિધા શરૂ કરી હતી. આ હેઠળ MSME માટે 1 કરોડ રૂપિયાની લોન માત્ર 59 મીનિટમાં પાસ થઈ જાય છે. હવે આ સુવિધાઓ હેઠળ લોન એમાઉન્ટને વધારીને 5 કરોડ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે માત્ર 59 મીનિટમાં MSMEની 5 કરોડ રૂપિયા સુધીની લોન પાસ થઈ જશે અને લોન એમાઉન્ટ 8 કામકાજના દિવસોની અંદર એકાઉન્ટમાં જમા થઈ જશે.

59 મીનિટમાં 5 કરોડ સુધી મળશે લોન

PSB Loans in 59 Minutes હેઠળ પાર્ટનર બેંકોમાંથી 5 મોટી બેંકો SBI, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઓરિએન્ટ બેંક ઓફ કોમર્સ, કોર્પોરેશન બેંક અને આંધ્રા બેંકે લોનની લીમિટને 5 કરોડ રૂપિયા સુધી કરી દીધી છે.

8.5% વ્યાજ દર

આ લોનની સુવિધા હેઠળ કેટલીક નવી સુવિધાઓ મળવા જઈ રહી છે જેની ટૂંક સમયમાં જ જાહેરાત કરવામાં આવશે. કોન્ટેક્ટલેસ બિઝનેસ લોન્સની શરૂઆત 1 લાખ રૂપિયાથી થાય છે અને 5 કરોડ રૂપિયા સુધી છે. આના પર વ્યાજ દર 8.5 ટકાથી શરૂ થાય છે.

કેવી રીતે કરી શકો છો એપ્લાય

લોન માટે એપ્લાય કરવા માટે તમારે https://www.psbloansin59minutes.com/signup જવું પડશે. અહીં આવેદનકર્તાને નામ, ઈમેલ ID, ફોન નંબર નાંખીને OTP જનરેટ કરવાનો રહેશો, OTP નાંખ્યા બાદ આગળની પ્રક્રિયા શરૂ થશે.

આ ડોક્યુમેન્ટ આપવાના રહેશે

GST આઈડેન્ટીફિકેશન નંબર (GSTIN), GST યૂઝર આઈડી અને પાસવર્ડ, ઈનકમ ટેક્સ ઈ-ફાઈલિંગ પાસવર્ડ, ડેટા ઓફ ઈનકોર્પોરેશન અથવા બર્થ અથવા પાછલા ત્રણ વર્ષો માટે આઈટીઆર XML ફોર્મેટમાં.

કરંટ એકાઉન્ટ: નેટબેકિંગમાં ઉપયોગ થનાર યૂઝરનેમ, પાસવર્ડ અથવા પાછલા 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ PDF, ડાયરેક્ટર/પાર્ટનર/પ્રોપરાઈટર ડિટેલ્સ: બેસિક, પર્સનલ, KYC, એજ્યુકેશનલ ડિટેલ્સ અને કંપનીની ઓનરશિપ ડિટેલ્સ, આવેદન મંજૂર થવા પર કન્વીનિએન્સ ફિસ 1000 રૂપિયા + GST.