Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સુરત: સ્વાભિમાની રિપબ્લિકન પક્ષના નેતાને મહિલાઓએ પટ્ટાથી ફટકાર્યો

સુરત: સ્વાભિમાની રિપબ્લિકન પક્ષના નેતાને મહિલાઓએ પટ્ટાથી ફટકાર્યો

0
71

રાજકીય પાર્ટીના હોદ્દેદારોની હરકતો અનેક વખત એવી હોય છે કે તેમને માર ખાવાનો વારો આવતો હોય છે.

આવી જ એક ઘટના સુરતમાં બની છે.

જેમાં રાજકીય પાર્ટીની ઓફિસમાં મહિલાઓએ તોડફોડ કરી નેતાને જાહેરમાં માર માર્યો હતો.

આ રાજકીય નેતાને માર મારી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

જ્યાં પોલીસે મહિલાઓના નિવેદન લઈ નેતા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

જો કે બાદમાં બન્ને પક્ષો વચ્ચે સમાધાન થઈ ગયું હતું.

આ પણ વાંચો: સુરત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર ફાટતા સર્વન્ટ ગંભીર

શહેરના ઉધના વિસ્તારમાં આવેલા મહાવીર કોમ્પલેક્ષમાં આવેલી સ્વાભિમાની રિપબ્લિકન પક્ષની ઓફિસમાં શુક્રવારે બપોરે કેટલીક મહિલાઓ પહોંચી હતી.

આ મહિલાઓએ રાજકીય પાર્ટીના એક નેતાને પટ્ટા, ચંપલ વડે ફટકાર્યો હતો.

મહિલાઓ એટલા ગુસ્સામાં આવી હતી કે નેતાનો શર્ટ પણ ફાડી નાખ્યો હતો.

આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ મહિલાઓએ બનાવ્યો હતો.

જેમાં નેતા હાથ જોડીને માફી માંગી રહ્યો હતો.

પરંતુ મહિલાઓએ એકની બે થઈ ન હતી અને નેતાને સતત માર મારી રહી હતી.

બાદમાં ઉધના પોલીસને બોલાવી હતી. જેથી નેતાને પોલીસ પોતાની સાથે લઈ ગઈ હતી.

આ પણ વાંચો: ચાંદલોડિયાઃ બુટલેગરને દોરડા બાંધી ફેરવતા પોલીસ પોતે ભેરવાઇ ગઇ

મહિલાઓ પણ સાથે પોલીસ મથકે પહોંચી હતી અને નેતા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે મહિલાઓનું નિવેદન નોંધવાનું શરૂ કરી નેતા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. જો કે બાદમાં બન્ને પક્ષ વચ્ચે સમાધાન કરવામાં આવતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી.

આ અંગે ઉધના પોલીસ મથકના પીઆઈ એમ વી પટેલે જણાવ્યું હતું કે,

“સ્વાભિમાની રિપબ્લિકન પક્ષના નેતા ચંદ્રભાન સોનવણે સામે પાર્ટીની જ કેટલીક મહિલાઓએ બિભત્સ વાતો અને ચેનચાળા કરવાનો આરોપ લગાવી માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં અમારી પોલીસ બને પક્ષોને પોલીસ મથકે લઈ આવી હતી. મહિલાઓનું નિવેદન પણ લેવામાં આવી રહ્યું હતું. પરંતુ બાદમાં બન્ને પક્ષોએ સમાધાન કરી લેવાનું જણાવતાં તેમનું સમાધાનનું નિવેદન લઈ જવા દેવામાં આવ્યા હતાં.