Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ખતરામાં હતી વિરાટ કોહલીની કેપ્ટન્સી, શું આ માટે લીધો આ મોટો નિર્ણય?

ખતરામાં હતી વિરાટ કોહલીની કેપ્ટન્સી, શું આ માટે લીધો આ મોટો નિર્ણય?

0
425

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની પસંદગી કરવામાં આવી છે. વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ હાર બાદથી આ પ્રવાસની ટીમ પસંદગીને લઇને ઉત્સુકતા હતી. આ વચ્ચે એમએસ ધોનીનો સંન્યાસ હોય કે વિરાટ કોહલીની કેપ્ટન્સી છોડવાની વાતો હોય. જોકે, હવે ટીમની પસંદગી થઇ છે ત્યારે ફરી એક સવાલ ઉભો થયો છે.

જ્યારે ઇંગ્લેન્ડમાં વર્લ્ડકપ રમાઇ રહ્યો હતો ત્યારે 25 જૂને એક સમાચાર આવ્યા હતા કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહ ઓગસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસે ભારતીય ટીમનો ભાગ નહી હોય. તે સમયે એમ જણાવવામાં આવ્યુ કે વ્યસ્ત ક્રિકેટ કાર્યક્રમને કારણે આરામ આપવામાં આવશે.

જોકે, રવિવારે જે ટીમની પસંદગી વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે થઇ છે, તેમાં ત્રણ સિરીઝ વન ડે, ટી-20 અને ટેસ્ટ માટે વિરાટ કોહલીને જ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે બુમરાહ પણ ટેસ્ટ સિરીઝ રમવા માટે વિન્ડીઝ જશે. એવામાં સવાલ ઉભો થાય છે કે શું 25 જૂન બાદથી 22 જુલાઇ સુધી આશરે એક મહિનામાં આટલુ શું બદલાઇ ગયુ જે બાદ વિરાટ વિન્ડીઝ પ્રવાસ માટે કેપ્ટન પસંદ કરવામાં આવ્યો.

શું વિરાટને કેપ્ટન્સી છોડવાનો ડર હતો?

વર્લ્ડકપ સેમિ ફાઇનલમાં ભારતની હાર બાદ વિરાટ કોહલીની કેપ્ટન્સીને લઇને સવાલ ઉઠ્યા હતા. કેટલાકે તો એમ પણ કહી દીધુ કે લિમિટેડ ઓવર ફોર્મેટમાં રોહિત શર્માને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવે. વિરાટ અને રોહિત શર્મા વચ્ચે ટકરાવના સમાચાર આવ્યા હતા. એવામાં ક્યાક વિરાટને આ વાતનો ડર તો નહતો કે તે વિન્ડીઝ પ્રવાસે નહી જાય તો રોહિત શર્માને તેની જગ્યાએ કેપ્ટન્સી સોપી દેવામાં આવે છે અથવા કેપ્ટન તરીકે તેની ટીમમાં વાપસી મુશ્કેલ થઇ ના જાય. આ તથ્યને પણ નજરઅંદાજ કરી શકાય તેમ નથી.

શું ટીમ મેનેજમેન્ટે કોહલીને આપી હતી ચેતવણી?

ટીમ મેનેજમેન્ટે વિરાટ કોહલીને સંકેત આપ્યા હોય કે ટીમના કેપ્ટન બન્યા રહેવા માટે હજુ પણ ખુદને સાબિત કરવાની જરૂર છે. તે બાદ વિરાટ કોહલીએ વેસ્ટ ઇન્ડીઝ જવાનો ઇરાદો બનાવ્યો હોય.

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત