Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કાંકરિયા રાઇડ્સ દુર્ઘટના: સરકાર મૃતકોના પરિવારને ₹ 4 લાખનું વળતર આપશે

કાંકરિયા રાઇડ્સ દુર્ઘટના: સરકાર મૃતકોના પરિવારને ₹ 4 લાખનું વળતર આપશે

0
360

અમદાવાદ શહેરમાં ગત રવિવારે સાંજે કાંકરિયામાં રાઇડસ દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં 2 લોકોના કરુણ મોત થયા હતા. આ ઘટનાને લઈ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો હતો. જેમાં એડવેન્ચર પાર્કમાં આવેલી ડિસ્કવરી રાઇડનું લાઇસન્સ પણ ખોટું હોવાનું સામે આવતા આ ઘટનાના પડઘા વિધાનસભામાં પડ્યા હતા.

કાંકરિયામાં રાઇડસ દુર્ઘટના અંગે કોંગ્રેસનાં ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન ઉઠાવતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જવાબ આપ્યો હતો. પ્રદીપસિંહે કહ્યું હતું કે રાઇડ તુટી પડવાથી જે બે લોકોનાં મોત થયા છે તેમને સરકારે 4 લાખ રૂપિયાની સહાય આપવાની વાત કરી છે. જ્યારે ઇજાગ્રસ્તોને વિના મુલ્યે સારવાર આપવામાં આવી રહી છે.

પ્રદીપસિંહ જાડેજાનાં કહેવા પ્રમાણે, મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એક ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ સમિતિ દ્વારા ગુજરાત બહાર એમ્યુઝમેન્ટ પાર્કની સ્થિતિનો અભ્યાસ કરી તે રાજ્યનાં કાયદાનો પણ અભ્યાસ કરવામાં આવશે અને ગુજરાતના કાયદામાં સુધારો કરી વધુ કડક કાયદા બનાવવામાં આવશે.

આ સિવાય ગૃહ રાજ્યમંત્રીએ કાંકરિયા રાઈડ તૂટવાની ઘટનાને દુઃખદ ઘટના ગણાવી છે અને જે બે વ્યક્તિનાં મોત થયા છે, તેમના પરિવારજનો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયા સહાય આપવાનો નિર્ણય કરાયો છે.

હાર્દિક પટેલ જન્મ દિવસે ‘જન ચેતના સંમેલન’ સંબોધશે, મમતાએ પાઠવી શુભેચ્છા