Gujarat Exclusive > દેશ-વિદેશ > 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવામાં સરકારને જ શંકા

2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવામાં સરકારને જ શંકા

0
335

હાલના 4 ટકા કૃષિ વિકાસ દરના આધારે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવામાં આવશે કે કેમ? તે અંગે સરકારે આશંકા વ્યક્ત કરી છે. કૃષિ તથા ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ શુક્રવારે રાજ્યસભમાં ખેડૂતોની આવક બમણી કરવાના એક પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું કે, હું આ વાતથી સહમત છુ કે, આ ગ્રોથ રેટ( વિકાસ દર)ની સાથે ખેડૂતોની આવક પણ બમણી થઈ જશે. અમે પણ આ વાતને નથી મનતા.

સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે પૂરક પ્રશ્નમાં પૂછ્યું હતું કે, કૃષિમાં સામેલ મત્સ્ય પાલન, ડેરી ઉત્પાદન, વન્ય અને ખેતી પર આધારિત લોકો લગભગ 4 ટકા કૃષિ વિકાસ દર પર શું 2022 સુધી ખેડૂતોના આવક બમણી કરવામાં આવશે? યાદવે કહ્યું કે, આર્થિક સર્વેક્ષણના પ્રમાણે કૃષિમાં સામેલ આ ચાર મુખ્ય કાર્યો પર આધારિત કૃષિ વિકાસ દર લગભગ 4 ટકા છે, જ્યારે વિશુદ્ધ ખેતી પર આધારિત કૃષિ વિકાસ દર 2 ટકાથી ઓછુ છે.

તેના જવામાં રૂપાલાએ જણાવ્યું કે, ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારે કૃષિ કાર્યમાં પશુ પાલન, મધમાખી તથા મત્સ્ય પાલન, બાગકામ, વન સંવર્ધન જેવા કામોને સામેલ કરતાં તેમાં ખેડૂત સમ્માન યોજના સહિત અન્ય કૃષિ કલ્યાણ યોજનાઓના સામુહિક લાભથી ખેડૂતોની આવક બમણી કરવા માટે યોજના લાગુ કરી છે. તેમણે કહ્યું કે, કૃષિ સાથે સંકળાયેલ અન્ય પાસાઓને સામેલ કર્યા વિના હાલના કૃષિ વિકાસ દર પર 2022 સુધી ખેડૂતોની આવકમાં બમણી થઈ જશે.

અન્ય એક પ્રશ્નના જવાબમાં રૂપાલાએ સ્પષ્ટ કર્યું કે, કિસાન સમ્માન યોજનામાં હાલ એવા ખેડૂતો સામેલ છે, જેમની પાસે પોતાની માલિકીની જમીન છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, જે ખેડૂતો ભાડે ખેતી કરે છે, ખેત મજૂર છે અને અન્ય પ્રકારે ખેતી કરે છે. તેઓ આજ પ્રકારની યોજના “શ્રમ યોગી યોજના” અંતર્ગત પેન્શનની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે.

આઝમ ખાનની વધી શકે છે મુશ્કેલી, મહિલા સાંસદોએ વિરોધમાં ખોલ્યો મોરચો