Gujarat Exclusive > યુથ > મનોરંજન > ‘Face App’થી પોતાને વૃદ્ધ જોવાનો ક્રેઝ, વરૂણ ધવનથી લઈને અર્જુન કપૂરે શેર કર્યા ફોટો

‘Face App’થી પોતાને વૃદ્ધ જોવાનો ક્રેઝ, વરૂણ ધવનથી લઈને અર્જુન કપૂરે શેર કર્યા ફોટો

0
418

ભારતમાં હાલના દિવસોમાં ફેસ એપ દ્વારા પોતાને વૃદ્ધ દેખવાની અને લોકોને દેખાડવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. સામાન્ય સિવાય સેલિબ્રિટીઓ પણ આ એપ દ્વારા પોતાને વૃદ્ધ જોવા માટે તરસી રહ્યા છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર આ એપ આ દિવસોમાં ખુબજ ટ્રેન્ડ કરી રહી છે. આ એપ દ્વારા કોઈ પણ વ્યક્તિ પોતાના ફોટોને એડિટ કરીને 50-60 વર્ષ બાદ પોતે કેવો દેખાશે, તેની આછી ઝલક જોઈ શકે છે. જો કે એડિટ કર્યા બાદ જે ફોટો સામે આવે છે, તે ખુબ જ મજેદાર દેખાય છે. જેના કારણે આ એપનું ચલણ સમય જતા વધી રહ્યું છે.

 

સામાન્ય લોકો બાદ હવે ફિલ્મી સિતારા પણ આ એપનો ખુબ જ ઉપયોગ કરી રહ્યા છે. વરૂણ ધવનથી લઈને અર્જૂન કપૂર સુધી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાની વૃદ્ધાવસ્થાના ફોટો શેર કરી રહ્યા છે.

અભિનેતા અર્જૂન કપૂર 50-60 વર્ષ બાદ કેવા દેખાશે? તેની આછેરી ઝલક તેમણે પોતે જ આ એપ દ્વારા ફોટો ફિલ્ટર કરીને દેખાડી છે. અર્જૂને ઈન્સ્ટાગ્રામ પર પોતાના ફોટો શેર કરીને લખ્યું કે, મારી વૃદ્ધાવસ્થા આ રીતે આવશે.

અર્જૂન કપૂરનો આ ફોટો જોઈને તેની બહેન અને અભિનેત્રી જાહ્નવી કપૂર પણ ચોંકી ઉઠી હતી. તેણે કોમેન્ટ કરી કે, OMG. જાહ્નવી ઉપરાંત પરિણીતિ ચોપરા, હુમા કુરૈશી અને દીયા મિર્ઝાએ પણ અર્જૂનના આ વૃદ્ધાવસ્થા વાળા ફોટો પર કોમેન્ટ કરી છે.

આ એપ મારફતે વરૂણ ધવને પણ પોતાને વૃદ્ધ બનાવીને રજૂ કર્યા છે. વરૂણે પોતાના બે ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. ખાસ વાત છે કે, વરૂણના આ ફોટોમાં તે અનિલ કપૂર જેવો દેખાઈ રહ્યો છે. વરૂણના એ ફોટો પર સેલેબ્સ કોમેન્ટ કરી રહ્યા છે. સોનાક્ષી સિન્હા, આયુષ્માન ખુરાના, નરગિસ ફાખરી જેવા સ્ટાર્સ વરૂણની વૃદ્ધાવસ્થા જોઈને હેરાન છે.

Sridevi Bungalow: અરબાઝ સાથે કામ કરી રહી છે ‘વિંક ગર્લ’, ટીઝરને લઈને થઈ ચૂક્યો છે વિવાદ