Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્યુસાઇડ નોટ લખી ગાયબ થઇ જનારા 2 કોન્સ્ટેબલમાંથી એકની ભાળ મળી

સ્યુસાઇડ નોટ લખી ગાયબ થઇ જનારા 2 કોન્સ્ટેબલમાંથી એકની ભાળ મળી

0
225

અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થયેલો કોન્સ્ટેબલ નાટ્યાત્મક રીતે હાજર થયો હતો.શહેરના નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી બે પોલિસ કોન્સ્ટેબલો સ્યુસાઇડ નોટ લખી ગાયબ થઇ ગયા હતા,જેની ખાસી ચર્ચાઓ ચાલી હતી.ગાયબ થયેલો એક પોલીસ કોન્સ્ટેબલ નાટ્યાત્મક રીતે હાજર થયો અને પોલીસે તેની ઘરપકડ કરી હતી.

નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ અને તેના સહકર્મી જીગર સોલંકી અચાનક પોલીસ સ્ટેશનમાંથી ગાયબ થઇ ગયા હતા.આ કોન્સ્ટેબલોએ પોલીસ ઇન્સેપેક્ટર પર માનસિક ત્રાસનો આરોપ મુકી આપઘાત કરવાની ચીમકી આપી હતી.
જો કે પાછળથી એવું સામે આવ્યું હતું કે બંને પોલિસકર્મી કોઇ કેસમાં 2 લાખનો તોડ કરવાની ફિરાકમાં હતા અને તેમની સામે પોલીસ ફરિયાદ પણ થઇ હતી.આ તપાસથી બચવા માટે કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી સ્યુસાઈડ નોટ લખી ફરાર થઈ ગયા હતા.

કૌશલ ભટ્ટ કે જેણે પોતાના અન્ય બે સાથીઓ સાથે મળી 2 લાખનો તોડ કર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે.

પોલીસે કૌશલ ભટ્ટની ધરપકડ કરી પુછપરછ શરૂ કરી હતી.તોડના 2 લાખ કોની પાસે છે, તોડ કાંડમાં અન્ય ત્રીજો વ્યક્તિ કોણ છે, અને સ્યુસાઈડ નોંટ લખ્યા બાદ બન્ને પોલીસ કર્મી ક્યાં ગયા હતા. તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બન્યુ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર, 9 મહિનામાં જ કરોડો રૂપિયાની આવક