Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > વડોદરા: શહીદ આરીફની અંતિમ યાત્રામાં મોટી સખ્યામાં લોકો જોડાયા

વડોદરા: શહીદ આરીફની અંતિમ યાત્રામાં મોટી સખ્યામાં લોકો જોડાયા

0
1342

જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે દેશની રક્ષા કાજે શહીદ થયેલા મહંમદ આરીફનો જનાજો તેમના ઘરેથી નીકળ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. શહીદ જવાનના જનાજામાં દેશ ભક્તિના ગીતોની સાથે વીર શહીદ આરીફ અમર રહો, હિન્દુસ્તાન જિંદાબાદ અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા હતા.


જમ્મુ કાશ્મીરમાં શહીદ થયેલા મહંમદ આરીફના પાર્થિવ દેહને સયાજી હોસ્પિટલમાંથી આજે પરિવારને સોંપવામાં આવ્યો હતો. જ્યાંથી હજારોની સંખ્યામાં લોકોએ રેલી સ્વરૂપે જોડાયા હતા. આ સમયે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને રસ્તામાં વીર શહીદ આરીફના નારા લાગ્યા હતા. આજે આરીફના પાર્થિવ દેહને તેના નવાયાર્ડ સ્થિત ઘર પર અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યાં શ્રદ્ધાંજલિ આપવા માટે હજારો લોકો ઉમટી પડ્યા હતા.

લોકોએ વીર શહીદ આરીફને શ્રદ્ધાંજલિ આપવા માટે પડાપડી કરી હતી. અને રસ્તામાં વીર શહીદ આરીફના નારા લાગ્યા હતા. આજે આરીફના પાર્થિવ દેહને તેના નવાયાર્ડ સ્થિત ઘર પર અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. અને સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપ્યા બાદ તેની અંતિમ યાત્રા નીકળશે અને ત્યારબાદ તેની દફનવિધિ કરવામાં આવશે.
શહીદ મહંમદ આરીફના પાર્થિવ દેહને એરપોર્ટ ખાતે લવાયા બાદ શહીદ સ્મારક પાસે મૂકાયો હતો. જ્યાં વિરોચિત સન્માન અપાયું હતું. ત્યારબાદ તેમના પાર્થિવ દેહને એસએસજીના કોલ્ડરૂમમાં લઇ જવામાં આવ્યો હતો. આ માટે બપોરે જ મકરપુરા એરફોર્સના અધિકારીઓ એસએસજી હોસ્પિટલ ખાતે આવીને કોલ્ડરૂમ અને વાહન ક્યાંથી એન્ટ્રી લેશે તેની ચકાસણી કરી ગયા હતા.

આજે બુધવારે સવારે શહીદ આરીફ પઠાણની અંતિમ યાત્રા માટે પોલીસ દ્વારા પુખ્ત તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં અંતિમ યાત્રાના રૂટ પર 2 ડીસીપી, 4 એસીપી, 10 પીઆઇ, 25 પીએસઆઇ અને 300થી વધુ પોલીસકર્મી તૈનાત કરાયા છે.આર્મીના જવાનો ગોરવા ખાતે દફનવિધિમાં હાજર રહી ગોર્ડ ઓફ ઓનર આપશે. મંગળવારે સૂર્યાસ્ત થયો હોવાથી ફાયરિંગ થઇ શકે નહીં જેથી આજે નમાઝ બાદ થનાર દફનવિધિમાં આર્મી ઓનર આપશે

વડોદરા આજે શહીદ આરીફને આન બાન શાનથી વિદાય આપશે