Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ચાંદલોડિયાઃ બુટલેગરને દોરડા બાંધી ફેરવતા પોલીસ પોતે ભેરવાઇ ગઇ

ચાંદલોડિયાઃ બુટલેગરને દોરડા બાંધી ફેરવતા પોલીસ પોતે ભેરવાઇ ગઇ

0
107
  • પોલીસ પર હુમલો કરવા સહિત દારુ પ્રતિબંધક ધારાનો ગુનો
  • માઇક્રો કન્ટેનેમેન્ટ ઝોનમાં સરઘસ કાઢતા પોલીસ સામે ફરિયાદ

અમદાવાદઃ ચાંદલોડિયામાં શુક્રવારે પોલીસ પર હુમલો કરનારા બુટલેટગર ને પોલીસે દોરડાથી બાંધી સરઘસ કાઢતા વિવાદ સર્જાયો છે. માઇક્રો કન્ટેમેન્ટ ઝોનમાં આ સરઘસ કાઢવામાં આવતા એપેડેમિક એક્ટ હેઠળ પોલીસ સામે કાર્યવાહી કરવા કોર્ટમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

દારુની બોટલ સાથે ઝડપાયેલા આરોપી સંજય વિજયભાઇ દુબે સામે પોલીસ પર હુમલો કર્યો હોવાના બે અલગ અલગ ગુના સોલા હાઇકોર્ટ પોલીસ મથકમાં નોંધાયા હતા. આ ગુનામાં પોલીસે આરોપી સંજય દુબેની ધરપકડ કરીને તેને દોરડા બાંધીને ઢોર માર મારી માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરઘોડો કાઢવા બદલ સોલા હાઇકોર્ટ પોલીસ મથકના પી.આઇ. જાડેજા સહિત કુલ પાંચ કર્મચારીઓ સામે કોર્ટમાં ફરિયાદ રજૂ કરવામાં આવી છે.

શહેરના રાણીપ વિસ્તારમાં રહેતાં આશાબેન રાજબહાદુર દુબેએ સીનિયર એડવોકેટ અયાઝ શેખ મારફતે કોર્ટમાં રજૂ કરેલી ફરિયાદમાં આરોપી તરીકે સોલા હાઇકોર્ટ પોલીસ મથકના PI જાડેજા, PSI જયદીપસિંહ જયપાલસિંહ રાણા, હેડ કોન્સ્ટેબલ વીરભદ્દસિંહ, કોન્સ્ટેબલો ગોપાલસિંહ તથા રઘુવીરસિંહને દર્શાવ્યા છે.

આ પણ વાંચોઃ અમદાવાદ લુખ્ખા તત્વોના હવાલેઃ ગેરકાનૂની કૃત્યમાં સાથ ન આપનારા પર ઘાતક હુમલો

જામીન પર છોડવાના કોર્ટના હુકમનો અનાદર કર્યો

આ ફરિયાદમાં આક્ષેપ કરતાં જણાવ્યું છે કે,

“મારો ભત્રીજો સંજય વિજયકુમાર દુબેનો 9 સપ્ટેમ્બરના રોજ કોવિડ- 19નો રિપોર્ટ કરાવી નેગેટિવ આવતાં સંજયે આ બંને ગુનામાં કોર્ટ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. કોર્ટે આરોપીને પોલીસ પર હુમલાના ગુનામાં 25 હજારના જામીન પર છોડવાનો હુક્મ કર્યો હતો. જયારે દારુના ગુનાની જામીન અરજી કોર્ટમાં પડતર હોવાથી કોર્ટે તેને જયુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુક્મ કર્યો હતો. જેથી પોલીસ બીજા ગુનામાં જામીન અરજી પડતર હોવા છતાં ટ્રાન્સફર વોરન્ટના આધારે જેલમાંથી મારા ભત્રીજા સંજયને લઇ આવ્યા હતા.”

“10 સ્ટેમ્બરના રોજ સાંજે મારા ભત્રીજાને ઢોર મારી ચાંદલોડિયા વિસ્તારમા કુલ 9 પોલીસની ગાડીઓ સાથે સરઘસ કાઢયો હતો. પોલીસની વેરભાવ વુત્તિની જાણ થતાં અમોએ અમદાવાદ ગ્રામ્ય ACPને ફેક્સ કરીને જાણ કરી હતી. તેમ છતાં આરોપીઓએ કાયદાની દિશા સૂચનનો ભંગ કર્યો. સંજયને દોરડાં બાંધી જાહેર રોડ શો કરવા આશરે 500થી 600 માણસોનું ટોળું ભેગું થયું હતુ. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થયો હતો. ત્યાં સુધી કે કોઇએ માસ્ક પહેર્યા ન હતા. તેમાંય માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન હેઠળ મૂકાયેલી ત્રણ સોસાયટીમાં ફેરવ્યો હતો.”

“આમ સામાન્ય માણસોની જીંદગી જોખમમાં જોખમમાં મૂકી હતી. આરોપીઓ રાજય સેવકની વ્યાખ્યામાં આવે છે. કોઇપણ રાજય સેવક વ્યક્તિને નુકસાન પહોંચાડવાના ઇરાદા સાથે કાયદાની અવગણના કરી હતા. કાયદાનું પાલન ન કરી અને કોઇ વ્યક્તિને ન્યાયિક કાર્યવાહીમાં દ્વેષપૂર્વક કાયદાથી વિપરિત રિપોર્ટ કરે અને ખોટી રીતે અટકાયતમાં મોકલી દે તો તેમણે  IPCની કલમો તથા એપેડેમિક એક્ટ 1897 મુજબના કાયદાની કલમ 3નો ભંગ કર્યો કહેવાય.”

Accused1 photo

આ પણ વાંચોઃ વાહ! સુરત પોલીસઃ 20 કલાકની અંદર રું.150નું પોતું ચોરનારા 3ની ધરપકડ

કોર્ટમાં ફરિયાદ ઓનલાઇન કરાઇ

ફરિયાદીએ વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, પોલીસે અમારા ભત્રીજાને ટ્રાન્સફર વોંરટના આધારે લાવ્યા હતા. અમને પોલીસ અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે તમે કોર્ટમાં ફરિયાદ ના કરતાં અમે પોલીસ સ્ટેશનમાંથી જ જામીન પર છોડી દઇશું, નહીંતર સંજયને પાસામાં નાંખી દઇશુ તેવી ધમકી આપી હતી. આ ફરિયાદને આજે સીનિયર એડવોકેટ અયાઝ શેખ મારફતે ઓનલાઇન કોર્ટમાં રજૂ કરાઇ હતી.