Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કડી: 14 વર્ષીય સગીરાની તેના પિતાએ જ કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

કડી: 14 વર્ષીય સગીરાની તેના પિતાએ જ કરી હત્યા, પોલીસે કરી ધરપકડ

0
2800

કડી નજીક આદુંદરા ગામની કેનાલમાંથી આશરે 14 વર્ષની સગીરાનો ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કડી પોલીસે આ કેસને લઇને તત્કાલ તપાસ કરી આરોપીને ઝડપી જેલ હવાલે કર્યો છે. કડીમાં 14 વર્ષીય સગીરાનીહત્યાના આરોપીને પોલીસે 4 દિવસમાં જ ઝડપી પાડ્યો છે. સગીરાની હત્યા તેના પિતાએ જ કરી હોવાનો ચોકાવનારો ખુલાસો થયો છે.

કડી નજીક આંદુદરા ગામની કેનાલમાંથી આશરે 14 વર્ષની બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. કડી પોલીસે આ મામલે વધુ તપાસ કરતા સગીરાની હત્યા તેના પિતાએ જ કરી હોવાનું ખુલ્યુ હતું. સગીરા કડીની ચાલાસણ હોસ્ટેલમાં અભ્યાસ કરતી હતી. આરોપી પિતા અમદાવાદના દાણીલીમડાથી બાળકીને મુકવા એક્ટીવા ઉપર આવતો હતો અને રસ્તામાં જ બાળકીનો દુપટ્ટાથી ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી.કડી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી આરોપી પિતાને ઝડપી પાડ્યો હતો.

રાજરમત ભાગ-2: ભાજપમાં અલ્પેશની એન્ટ્રીથી શંકર ચૌધરીના વળતા પાણી!