Gujarat Exclusive > દેશ-વિદેશ > આતંકના આરોપીનો દાવો, NIAના આગ્રહ પર આરોપ સ્વીકાર કરી લીધો હતો

આતંકના આરોપીનો દાવો, NIAના આગ્રહ પર આરોપ સ્વીકાર કરી લીધો હતો

0
374

લશ્કર-એ-તૈયબા (એલઇટી) આતંકી હોવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા પાંચ લોકોને બે વર્ષ પહેલા મુંબઇની એક કોર્ટમાં પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર, સાત વર્ષ જેલની સજા કાપ્યા બાદ આ મહિને જામીન પર છુટેલા મોહમ્મદ ઇરફાન ગૌસ તે પાંચ લોકોમાંથી એક છે. તલોજા જેલમાંથી છુટ્યા બાદ તેમણે દાવો કર્યો છે કે તે નિર્દોષ હતો અને લાંબી સુનાવણીથી બચવા અને પોતાના પરિવારની ખરાબ થતી આર્થિક સ્થિતિથી બચવા માટે તેને આ ગુનો સ્વીકાર કરી લીધો હતો.

ગત અઠવાડિયે ગૌસને જામીન આપતા બોમ્બે હાઇકોર્ટે કહ્યું, ‘પ્રથમ દ્રષ્ટીયે, આ સ્તર પર અમારો વિચાર છે કે અમારી સામે જે પુરાવા આપવામાં આવ્યા છે, તે આ વાતનો પર્યાપ્ત આધાર રજૂ નથી કરતા છે અપીલ કરનાર/આરોપી નંબર 4( ગૌસ) વિરૂદ્ધ લગાવવામાં આવેલા આરોપ સાચા નથી.’

મહારાષ્ટ્ર એટીએસે ગૌસ સહિત પાંચ વિરૂદ્ધ ગેરકાયદેસર ગતિવિધિ અધિનિયમ, આઇપીસી અને શસ્ત્ર અધિનિયમ હેઠળ દંડનીય ગુનાઓ માટે આરોપ પત્ર દાખલ કર્યો હતો. વર્ષ 2013માં આ મામલો એનઆઇએને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો.

32 વર્ષીય ગૌસે કહ્યું, ‘એનઆઇએએ અમને કહ્યું કે બેંગલુરૂમાં આ રીતના આરોપમાં કેટલાક આરોપીઓએ એક વિશેષ કોર્ટ સામે પોતાનો ગુનો સ્વીકાર કરી લીધો અને તેમણે પાંચ વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી. એનઆઇએએ સુજાવ આપ્યો કે અમે ગુનો સ્વીકાર કરવા અંગે વિચાર કરીએ.’ ગૌસે કહ્યું, ‘અમે ગુનો સ્વીકાર કરવાનો નિર્ણય કર્યો અને એનઆઇએને અનુરોધ કર્યો કે તે કોર્ટમાં અમને પાંચ વર્ષની સજા આપવાનું કહે કારણ કે તે સમય અમે પહેલા જ જેલમાં વિતાવી ચુક્યા છીએ.’ ગૌસે કહ્યું, ‘અમારી પાસે ગુનો સ્વીકાર કરવા સિવાય કોઇ ઉપાય નહતો, આવુ એટલા માટે નહતું કે અમે દોષી હતા પરંતુ અમને અંદાજો નહતો કે અમારો કેસ ક્યારે પૂર્ણ થશે. અમારે પોતાના પરિવારની દેખરેખ કરવાની હતી. સ્થિતિ બગડતી જઇ રહી હતી.’

એનઆઇએ માટે કોર્ટમાં રજૂ થનારા વકીલ એએમ ચિમલકરે એમ કહેતા ગૌસની જામીન અરજીનો વિરોધ કર્યો હતો કે તેમના વિરૂદ્ધ પુરાવા તરીકે મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. વકીલ અનુસાર, ગૌસ અને એક અન્ય આરોપી મુજમ્મિલે એક બીજાને 10 ઓક્ટોબર,2011 અને 9 ઓગસ્ટ,2012 વચ્ચે 214 ફોન કોલ કર્યા હતા. આ સાથે જે કથિત રીતે ગૌસે મુજમ્મિલ સાથે મુંબઇથી નાંદેડ સુધી મુસાફરી કરી હતી.’

વકીલનો દાવો છે કે તેમાંથી એકને સાઉદી અરબથી પૈસા મળ્યા જેને એક અન્ય આરોપીએ મોકલ્યા હતા. એવો પણ આરોપ છે કે આરોપી એક રિવોલ્વર અને જીવતા કારતૂસ સાથે પકડાઇ ગયા અને તેમની યોજના મુસ્લિમ યુવાઓને હિંસા માટે ઉકસાવવાની હતી.

નવેમ્બર,2017માં પાંચે ટ્રાયલ કોર્ટ સામે ગુનો કબુલ કરવાનો અનુરોધ કર્યો.જોકે, કોર્ટે તેમના અનુરોધને નકારી દીધો હતો, તે સમયે ગૌસની જામીન અરજી નકારતા હાઇકોર્ટે કહ્યું હતું, ‘આ ઘટનાની સુનાવણી આઠ મહિનાની અંદર દરેક સ્થિતિમાં જેટલી જલ્દી બની શકે તેટલી કરવામાં આવે.’જોકે, ગૌસે કહ્યું હતું, ‘આઠ મહિનામાં માત્ર ત્રણ સાક્ષીનું પરીક્ષણ કરવામાં આવ્યુ અને આ ઘટના હજુ પણ સ્તર પર છે કે તપાસ અધિકારીને અંતિમ સાક્ષી સાથે પૂછપરછ કરવાની છે.’ ગૌસે કહ્યું કે વર્ષ 2012માં ધરપકડ થયા પહેલા તે પોતાની ઇન્વર્ટર બેટરીની દુકાન પર કામ કરી રહ્યાં હતા. જ્યારે તે જેલમાં હતો ત્યારે તેના પિતા અને ભાઇ તેની પત્ની અને દીકરાની સંભાળ રાખતા હતા.

રામદેવ પર મહેરબાન મહારાષ્ટ્ર સરકાર, 1 રૂપિયામાં બાબાને જમીન