Gujarat Exclusive > યુથ > મનોરંજન > 2020 સિનેમા જગત માટે કાળરૂપ, 26 વર્ષની તેલુગુ અભિનેત્રીએ કરી આત્મહત્યા

2020 સિનેમા જગત માટે કાળરૂપ, 26 વર્ષની તેલુગુ અભિનેત્રીએ કરી આત્મહત્યા

0
87
  • તેલુગુ ટીવી અભિનેત્રી કોંડાપલ્લી શ્રાવણીએ કરી આત્મહત્યા
  • શ્રાવણીનાં મોતથી ફિલ્મ-ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને મોટો આંચકો
  • આત્મહત્યા પાછળનું કારણ જાણવાનાં પ્રયાસો હજી શરૂ

વર્ષ 2020 સિનેમા જગત માટે કાળરૂપ સાબિત થઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે એક પછી એક કલાકારો આ દુનિયામાંથી વિદાય લઈ રહ્યાં છે. આ દરમિયાન હવે તેલુગુ સિનેમા જગતથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યાં છે. તેલુગુ ટીવી અભિનેત્રી કોંડાપલ્લી શ્રાવણી (Kondapalli Sravani Suicide news) એ આત્મહત્યા કરી લીધી છે. તે 26 વર્ષની હતી. શ્રાવણીએ ‘મનાસુ મમતા’ અને ‘મૌનરાગમ’ જેવાં લોકપ્રિય સિરિયલોમાં અભિનય કર્યો હતો. તેનાં મોતથી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોને મોટો આંચકો લાગ્યો છે.

આ ઘટના બાદ દરેક અભિનેત્રીની આત્મહત્યા (Kondapalli Sravani Suicide news) પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 26 વર્ષની શ્રાવણીએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પરિવારે જણાવ્યું કે, તે પોતાના બેડરૂમમાં ગઇ અને દરવાજો બંધ કરી દીધો હતો. જ્યારે તે મોડેકથી પણ બહાર ના આવી તો ઘરના લોકોએ રૂમનો દરવાજો તોડી નાખ્યો અને અંદર જઇને જોયું તો તેને ફાંસી લગાવી દીધી હતી. જ્યાર બાદ અભિનેત્રીને હોસ્પિટલ લઇ જવામાં આવી જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી.

kondapalli sravani suicide

પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. પરિવારે એવો આરોપ લગાવ્યો છે કે શ્રાવણીએ પોતાના પૂર્વ પ્રેમી દેવરાજ રેડ્ડીના શોષણથી પરેશાન થઇને આ પગલું ભર્યું છે. દેવરાજ સાથે તેની મુલાકાત ટિકટોકને આધારે થઇ હતી. જ્યારે પોલીસે દેવરાજની ધરપકડ કરવા આંઘ્રપ્રદેશના કાકીનાડા શહેરમાં એક ટીમ પણ મોકલી છે. જેની પર ઇન્સ્પેક્ટરે જણાવ્યું કે, “જો કે શ્રાવણીનો પરિવાર તેની પર આરોપ લગાવી રહ્યો છે. એટલાં માટે અમે તેની ધરપકડ કરીશું અને તેની પૂછપરછ પણ કરીશું.”

આ પણ વાંચોઃ શું કંગના સાથે વિવાદ શિવસેનાને ભારે પડ્યો? શરદ પવાર CM ઉદ્ધવ ઠાકરેને મળ્યાં

રિપોર્ટ અનુસાર, શ્રાવણી કોંડાપલ્લીના ભાઇ શિવાએ જણાવ્યું કે, “દેવરાજ તેની બહેનને પૈસા માટે પરેશાન કરી રહ્યો હતો અને તેનાં કેટલાંક વીડિયો પણ લીક કરવાની ધમકી પણ આપી હતી. જો કે પરિવારે દેવરાજને 1 લાખ રૂપિયા ગૂગલ પેના માધ્યમથી આપ્યાં હતાં. જો કે કથિત રૂપથી તે પૈસા લીધા બાદ પણ તેને પરેશાન કરતો રહ્યો, જો કે તેઓએ તેની વિરૂદ્ધ એસ.આર.નગર સ્ટેશનમાં 22 જૂનના રોજ ફરિયાદ પણ દાખલ કરાવી હતી.”

તમને જણાવી દઇએ કે થોડાં સમય પહેલા જ એક ટીવી એક્ટર સમીર શર્માએ આત્મહત્યા કરી લીધી હતી. તેની લાશ મુંબઇના મલાડમાં સ્થિત તેના ઘરમાં પંખા પર લટકેલી હાલતમાં મળી આવી હતી. સમીર પણ અનેક ટીવી શોમાં કરી ચૂક્યા હતાં. જેમાં ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ પણ શામેલ છે. આ પહેલા પ્રસિદ્ધ અભિનેતા આશુતોષ ભાકરે પણ આત્મહત્યા કરી લીધી હતી. આશુતોષે મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત પોતાના ઘરે જ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. આશુતોષ ભાકરે મરાઠી અભિનેત્રી મયૂરી દેશમુખના પતિ હતાં. આશુતોષની ઉંમર 32 વર્ષની હતી.

એ સિવાય હાલમાં સમગ્ર દેશમાં સુશાંત સિંહ રાજપૂતનો કેસ તો ખૂબ ચર્ચિત કેસ છે. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. 14 જૂનના રોજ રવિવારના સવારે મુંબઇમાં બાન્દ્રા સ્થિત પોતના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જો કે આ મામલે CBI દ્વારા સમગ્ર તપાસ હાથ ધરાઇ રહી છે. આ સિવાય પ્રસિદ્ધ મોડલ અને અભિનેત્રી દિવ્યા ચોક્સેનું પણ નિધન થઇ ગયું હતું. દિવ્યા કેન્સરથી પીડિત હતી.

આ પણ વાંચોઃ ઑક્સફોર્ડની કોરોના વૅક્સીનના ટ્રાયલ પર રોક બાદ ભારતીય કંપનીને નોટિસ