Gujarat Exclusive > દેશ-વિદેશ > તેલંગાણાના મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, પોતાના ગામના લોકોને આપશે 10-10 લાખ

તેલંગાણાના મુખ્યમંત્રીએ કરી મોટી જાહેરાત, પોતાના ગામના લોકોને આપશે 10-10 લાખ

0
306

તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ (કેસીઆર) પોતાના પૈતૃક ગાંવ ચિંતામડાકાના તમામ પરિવારોને 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. કેસીઆરે એક મેનિફેસ્ટોમાં કહ્યું કે ગામમાં રહેતા તમામ પરિવારોને 10-10 લાખ રૂપિયા આપવામાં આવશે. કેસીઆરે સ્પષ્ટ ક્રયુ કે આ પૈસાથી ગ્રામીણ કઇ પણ ખરીદી શકે છે.

પોતાના પૈતૃક ગામમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું, ‘હું આ જાહેરાત કરૂ છુ કે અહી દરેક પરિવારને સરકાર તરફથી 10 લાખ રૂપિયા મળશે, આ પૈસાનો ઉપયોગ તમે કઇ પણ ખરીદવામાં કરી શકો છો.’

જલ્ગી આ રકમને મંજૂરી આપીશ

ગામ સાથે પોતાના લગાવને બતાવતા કેસીઆરે કહ્યું, ‘હું આ ગામમાં જન્મ્યો છું, એવામાં આ ગામના તમામ 2000 પરિવારોને હું આ યોજના હેઠળ લાભ આપવા માંગુ છું.’ આ દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે તે જલ્દી આ રકમને મંજૂરી આપશે.

રાજસ્વ પર 2 હજાર કરોડનો બોઝ

મહત્વપૂર્ણ છે કે કેસીઆરની આ જાહેરાત બાદ રાજ્યના રાજસ્વ પર આશરે 2 હજાર કરોડનો બોઝ પડશે. બીજી તરફ મુખ્યમંત્રીના આ નિર્ણય પર વિપક્ષે હુમલો કર્યો છે. બીજેપી નેતા પી.મુરલીધર રાવે કહ્યું કે માત્ર એક ગામ નહી પરંતુ આખા રાજ્યના તમામ લોકોને લાભ મળવો જોઇએ.

સરકારનો તઘલકી નિર્ણય: “શિક્ષક હવે સાયકલ શોધશે”, આમાં કેવી રીતે ભણશે ગુજરાત ?