Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > Tecno Spark Power 2 Air ફોન લોન્ચ, ચાર દિવસ સુધી ચાલશે બેટરી

Tecno Spark Power 2 Air ફોન લોન્ચ, ચાર દિવસ સુધી ચાલશે બેટરી

0
224
  • ટેક્નો સ્પાર્ક પાવર 2 એરમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ અને 6000mAh બેટરી

  • ફોન કૉસ્મિક શાઇન અને આઇસ ઝેડાઇટ કલરમાં મળશે

  • Tecno Spark Power 2 Air 8,499 રૂપિયામાં ઉપલબ્ધ

નવી દિલ્હી: Tecno Spark Power 2 Air ફોનને આખરે સોમવારે ભારતમાં લોન્ચ કરી દેવામાં આવ્યો. ટેક્નોના આ બજેટ ફોનના વીડિયો છેલ્લા કેટલાક દિવસથી રિલીઝ કરવામાં આવી રહ્યા હતા. ટેક્નો સ્પાર્ક પાવર 2 એરમાં ક્વૉડ રિયર કેમેરા સેટઅપ અને 6000mAh બેટરી જેવી ખાસિયત છે.

Tecno Spark Power 2 Air: કિંમત

ટેક્નોના આ બજેટ હેંડસેટને ભારત દેશમાં 8,499 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન કૉસ્મિક શાઇન અને આઇસ ઝેડાઇટ કલરમાં મળશે.

ફ્લિપકાર્ટ પરથી એક્સિસ બેંક ક્રેડિક કાર્ડ દ્વારા ફોન લેવા પર 5 ટકા અનલિમિટેડ કેશબેક મળશે. જ્યારે એક્સિસ બેંક બઝ ક્રેડિક કાર્ડ પર 5 ટકાની છૂટ મળશે. ફોનને નો-કોસ્ટ ઈએમઆઈ પર પણ મેળવી શકાય છે.

આ પણ વાંચો: Apple પણ લાવશે ફોલ્ડેબલ ફોન, સેમસંગ ડિસ્પ્લેનો થશે ઉપયોગ

Tecno Spark Power 2 Air: સ્પેસિફિકેશન્સ

ટેક્નોના આ ફોનમાં 7 ઇન્ચ એચડી+ઇનસેલ આઈપીએસ (1640 x 720 પિક્સલ) ડિસ્પ્લે છે જેનો સ્ક્રિન-ટૂ-બોડી રેશિયો 90.6 ટકા છે. ફોનમાં મીડિયાટેક હીલિયો A22 ક્વૉડ કોર પ્રોસેસર આપવામાં આવ્યો છે. 3 જીબી રેમ તથા 32 જીબી સ્ટોરેજ છે. ઇનબિલ્ટ સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 256 જીબી સુધી વધારી શકાય છે. ફોન એન્ડ્રોઇડ 10 પર ચાલે છે.

Tecno Spark Power 2 Air ફોનમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી, 2 મેગાપિક્સલ સાથે એઆઈ લેન્સ આવે છે. સેલ્ફીના રસિયાઓ માટે ડ્યૂલ ફ્રન્ટ ફ્લેશ સાથે 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. રિયર કેમેરા મેક્રો શોટ્સ, એઆઈ સ્ટિકર્સ, બોકેહ અને એઆઈ એચડીઆર મોડ સપોર્ટ કરે છે. ફોનમાં સ્ટીરિયો રાઉન્ડ માટે ડ્યૂલ સ્પીકર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: 7000mAh દમદાર બેટરી સાથે Samsung Galaxy M51 લોન્ચ, જાણો ફિચર્સ અને કિંમત

ફોનને પાવર આપવા માટે ટેક્નોએ 6000mAhની બેટરી આપી છે. કંપનીનો દાવો છે કે સિંગલ ચાર્જમાં બેટેરી 4 દિવસ સુધી ચાલશે. હેંડસેટમાં રિર પર ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે. તે સિવાય ફેસ અનલોક ફિચર પણ ટેક્નોના આ ફોનમાં આપવામાં આવ્યો છે. કનેક્ટિવિટી માટે ફોનમાં 4G એલટીઈ, જીપીઆરએસ, બ્લૂટૂથ 5.0, વાઈ-ફાઈ 802.11 બી/જી/એન/એસી, 3.5 એમએમ ઓડિયો જેક અને યૂએસબી જેવા ફિચર્સ છે. તે સિવાય હેંડસેટમાં જી-સેન્સર, પ્રોક્સિમિટી અને એમ્બિયંટ લાઇટ સેન્સર પણ આપવામાં આવ્યો છે. ફોનનું વજન 217.2 ગ્રામ છે.