Gujarat Exclusive > યુથ > સ્પોર્ટ્સ > ભારતીય ટીમની જર્સી પર OPPO નહી પણ BYJu’sનો લોગો જોવા મળશે

ભારતીય ટીમની જર્સી પર OPPO નહી પણ BYJu’sનો લોગો જોવા મળશે

0
401

વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મેચમાં ભારતીય ટીમની જર્સીનો કલર બદલાઇ ગયો હતો. હવે જર્સીમાં એક મોટો બદલાવ થવાનો છે. જર્સીનો રંગ બ્લૂ જ રહેશે પરંતુ તેની પર ભારતીય કંપનીનું નામ જોવા મળશે. ભારતીય ટીમની જર્સી પર OPPOની જગ્યાએ બાયજૂ (BYJU’S)નું નામ જોવા મળશે.

ઓપો થયુ બહાર

વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પછી ઓપોનું નામ જર્સીમાંથી ખસી જશે. માર્ચ 2017માં ઓપોને આ રાઇટ્સ 1079 કરોડ રૂપિયામાં પાંચ વર્ષ માટે મળ્યા હતા પરંતુ કંપનીએ આશરે અઢી વર્ષ બાદ તેને છોડવાનો નિર્ણય કર્યો છે. સૂત્રો અનુસાર બીસીસીઆઇ તેમની માટે ફરી કોઇ હરાજી પ્રક્રિયા શરૂ નહી કરે પરંતુ ઓપોએ ખુદ આ રાઇટ્સ બાયજૂને આપ્યા છે. કહેવામાં આવે છે કે ઓપોને લાગી રહ્યું છે કે તેની માટે જરૂર કરતા વધુ રૂપિયા ખર્ચ કરી દીધા છે.

દર મેચ માટે 4.6 કરોડ

બીસીસીઆઇને તેનાથી કોઇ નુકસાન નહી થાય. બાકી બચેલા પૈસા હવે બાયજૂ પાસેથી લેવામાં આવશે. ઓપોએ બાઇલેટ્રલ સિરીઝની દરેક મેચ માટે બીસીસીઆઇને 4.6 કરોડ રૂપિયા આપવા પડતા હતા. જ્યારે આઇસીસી અને એશિયા કપના મુકાબલા માટે કંપનીએ દરેક મેચમાં 1.92 કરોડ રૂપિયા બીસીસીઆઇને આપવા પડતા હતા. હવે આ પૈસા બાયજૂ આપશે. આ પહેલા સ્ટાર ઇન્ડિયા જર્સી પર નામ માટે બીસીસીઆઇને 1.92 કરોડ આપતી હતી. આ સિવાય સ્ટાર આઇસીસી અને એશિયા કપના મુકાબલા માટે માત્ર 61 લાખ આપવા પડતા હતા.


ઓનલાઇન કોચિંગ કંપની છે BYJu’s

26 હજાર કરોડ રૂપિયાની કંપની BYJU’sને રવિદ્રને ઉભી કરી હતી. આ સીલ કંપનીએ અમેરિકાની કંપની OSMOને ખરીદી હતી. બાયજૂની ઓનલાઇન કોચિંગ કંપની દ્વારા વાર્ષિક કમાણી 260 કરોડ રૂપિયા થઇ ચુકી છે. શાહરૂખ ખાન કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. આગામી 3 વર્ષમાં કંપનીએ પોતાની રેવન્યૂનું લક્ષ્ય 260 કરોડથી વધીને 3250 કરોડ કરવાનો રાખ્યો છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર ખેલાડીઓ પહેરશે નામ-નંબરવાળી જર્સી