Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > ટેક્સ ચોરી કરનાર સામે સરકારની લાલ આંખ, નાણાંમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા

ટેક્સ ચોરી કરનાર સામે સરકારની લાલ આંખ, નાણાંમંત્રીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા

0
752

કેન્દ્રીય નાણાં મંત્રી (Union Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitaraman) બુધવારે ટેક્સ અધિકારીઓને જણાવ્યું કે, તેઓ પ્રામાણિક્તાથી ટેક્સની ચૂકવણી કરનાર લોકોને સહાયતા પ્રદાન કરે. જો કોઈ ટેક્સ ચોરી અને વ્યવસ્થા સાથે રમત રમતું જણાતા તો તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. નાણાંમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, ટેક્સદાતાઓએ ટેક્સની ચૂકવણીને સજા તરીકે નહી, પરંતુ તેમના તરફથી દેશના નિર્માણમાં આપવાના યોગદાન તરીકે જોવી જોઈએ. તેમણે ટેક્સ ચોરોને પકડવા માટે સરકારની ત્રણેય તપાસ એજન્સીઓને અંદરો અંદર સૂચનાઓ શેર કરવાનું પણ જણાવ્યું છે.

એક સમારંભમાં અધિકારીઓને સંબોધનતા સીતારમણે જણાવ્યું કે, ટેક્સ આધારને હાલના 8 કરોડના આંકડાથી આગળ વધારવાના પ્રયાસો કરવામાં આવવા જોઈએ. વડાપ્રધાન મોદી પણ ઈચ્છે છે કે, ટેક્સનો આંકડો વધવો જોઈએ. તેમણે જણાવ્યું કે, વર્ષ 2019-20ના બજેટમાં પ્રત્યક્ષ ટેક્સ સંગ્રહ 13.35 લાખ કરોડ રૂપિયા રહેવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે સરળતાથી પ્રાપ્ત કરી શકાય તેમ છે. આવક વેરા વિભાગે છેલ્લા 5 વર્ષમાં ટેક્સના સંગ્રહમાં બેવડો વધારો કર્યો છે.

નાણામંત્રીના આકરી કાર્યવાહીના આદેશ
સીતારમણે જણાવ્યું કે, જે લોકો સરકારી વ્યવસ્થા સાથે રમત રમે છે, તમારે તેમના પર નજર રાખવી પડશે. તમારી પાસે આંકડા છે, તેનું વિશ્લેષણ કરો અને જો તેમાં ગરબડી જણાય, તો કડક કાર્યવાહી કરો, હું તમારી સાથે જ છુ.

નાણાંમંત્રીએ 2019-20ના બજેટમાં 2થી 5 કરોડ રૂપિયાની વાર્ષિક આવક મેળવનારા લોકો પર સરચાર્જ 15 ટકાથી વધારીને 25 ટકા કરવાનો અને 5 કરોડ રૂપિયાથી વધારે કમાનાર લોકો પર 15 ટકાના ટેક્સથી વધારીને 37 ટકા કરી દીધો છે.

જો કે નાણાંમંત્રીએ ટેક્સ અધિકારીઓને એમ પણ જણાવ્યું કે, જો પાછલા 5 વર્ષોમાં તમે ટેક્સ સંગ્રહ બેવડો કરી શકો છો, તો આ વર્ષે આપણે જે લક્ષ્ય રાખ્યું છે, તે કંઈ વધારે નથી. આથી 11.8 લાખ કરોડ પૂપિયા અને 13 લાખ કરોડ રૂપિયાની વચ્ચે નજીવું અંતર છે. તમનો અઘરૂ લક્ષ્યાંક નથી આપવામાં આવ્યું.

બ્રિટનમાં ગુજરાતી મૂળના પ્રથમ ગૃહમંત્રી બન્યા પ્રીતિ પટેલ