Gujarat Exclusive > દેશ-વિદેશ > પાસપોર્ટને લઈને તાઇવાનનું આ પગલું ચીનથી અલગ ઓળખ આપશે

પાસપોર્ટને લઈને તાઇવાનનું આ પગલું ચીનથી અલગ ઓળખ આપશે

0
67
  • ચીન સાથેની સામ્યતાથી તાઇવાનીઝોને તકલીફો પડતી હતી
  • તાઇવાને નવા પાસપોર્ટની ઝલક પણ વિશ્વને બતાવી છે
  • વુહાન વાઇરસ બાદ સમગ્ર વિશ્વમાં ચીની નાગરિકો પર શંકાની સોય

તાઇપેઇઃ તાઇવાન (Taiwan) એટલે કે રિપબ્લિક ઓફ ચાઇના (Republic china) એ પોતાના પાસપોર્ટ (Passport)માં ફેરફાર લાવવાની જાહેરાત કરી છે. તેની સાથે તેણે પોતાના નવા પાસપોર્ટની પહેલી ઝલક વિશ્વને બતાવી છે. આ નવા પાસપોર્ટમાં તાઇવાનના નાગરિકોની ઓળખ અલગ રહેશે. તેની સાથે આ પાસપોર્ટમાં તાઇવાનને અગ્રતા આપવામાં આવી છે.

વુહાન વાઇરસ સામે આવ્યા પછી ઓળખની તકલીફ
તાઇવાનના વિદેશમંત્રી જોસેફ વૂએ જણાવ્યું હતું કે વુહાન વાઇરસ (Wuhan Virus) એટલે કે કોરોનાનો રોગચાળો ફેલાયા પછી સમગ્ર વિશ્વમાં ચીનના નાગરિકોને શકથી જોવાય છે. તેથી અમે નવા પાસપોર્ટમાં તાઇવાનની ઓળખ ઉપર રાખી છે. તેથી લોકો ભૂલથી ચીની નાગરિક ન સમજે.

ગૂંચવાડો દૂરકરવાનો પ્રયત્ન
તાઇવાન અને ચીન વચ્ચેનો વિવાદ ઘણો જૂનો છે. પરંતુ કોરોના રોગચાળા અને તેના પહેલા ચીન તરફથી તેના સાર્વભૌમત્વ તરફ હુમલો કરવાના પ્રયત્નો વચ્ચે તાઇવાને પાસપોર્ટને લઈને આ પગલું ઉઠાવ્યું છે. અત્યાર સુધી તાઇવાનના પાસપોર્ટ પર મોટા શબ્દોમાં રિપબ્લિક ઓફ ચીન લખેલુ રહેતુ હતુ અને તાઇવાન નીચેની બાજુએ લખેલુ રહેતુ હતુ. તેના કારણે વિશ્વના બીજા દેશોમાં તાઇવાની નાગરિકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.

રિપબ્લિક ઓફ ચાઇના શબ્દ હટાવ્યો
તાઇવાન જાન્યુઆરીથી નવો પાસપોર્ટ જારી કરશે. તેમા અંગ્રેજીમાં રિપબ્લિક ઓફ ચાઇના શબ્દ નહી હોય. અંગ્રેજીમાં ફક્ત તાઇવાન લખેલુ હશે. જો કે ચીની ભાષામાં રિપબ્લિક ઓફ ચાઇના શબ્દ પહેલાની જેમ હાજર રહેશે. તાઇવાનના વિદેશ મંત્રી જોસેફ વૂએ જણાવ્યું હતું કે નવા પાસપોર્ટથી તાઇવાની નાગરિકોની ઓળખ સ્પષ્ટ થશે અને તેમને ભૂલથી ચીની નાગરિક માનવાથી બચાવી શકાશે.

ચીન અને તાઇવાન વચ્ચે શું છે લડાઈ
તાઇવાનમાં ચીનની રાષ્ટ્રવાદી લોકતાંત્રિક સરકાર છે. વાસ્તવમાં તાઇવાનનું મૂળ નામ રિપબ્લિક ઓફ ચાઇના છે. 1949ના યુદ્ધમાં સામ્યવાદી પક્ષ (Communist) સામે હાર્યા પછી ચીનની સરકાર તાઇવાન નિર્વાસિત થઈ. તેના પછી તાઇવાન પોતાને લોકતાંત્રિક ચીન કહે છે. જ્યારે મેઇનલેન્ડ ચાઇના પોતાને પીપલ્સ રિપબ્લિકઓફ ચાઇના કહે છે. તાઇવાન પોતાની લોકતાંત્રિક ઓળખ વિશ્વ સામે રાખે છે અને એક દિવસ સમગ્ર ચીનને લોકતાંત્રિક છત્ર હેઠળ લાવવાની વાત કરે છે. તેથી હાલમાં તાઇવાન સાથે સંબંધ રાખનારા દેશ સાથે ચીન સંબંધ રાખતો નથી. તાઇવાન અમેરિકા, ભારત, બ્રિટન સાથે અનૌપચારિક સંબંધ ધરાવે છે તથા કાઉન્સેલેટના માધ્યમથી આ સંબંધ કાયમ છે. વિશ્વના મોટાભાગના દેશોએ ચીનના અસલી કર્તાધર્તા તરીકે ચીનના સામ્યવાદી પક્ષના પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાને માન્યતા આપી છે. તેથી તાઇવાન સમુદ્ર વચ્ચે સમેટાઇને રહી ગયું છે.