Gujarat Exclusive > દેશ-વિદેશ > સામાજિક કાર્યકર સ્વામી અગ્નિવેશનું નવી દિલ્હીમાં અવસાન

સામાજિક કાર્યકર સ્વામી અગ્નિવેશનું નવી દિલ્હીમાં અવસાન

0
55

નવી દિલ્હીઃ જાણીતા સામાજિક કાર્યકર સ્વામી અગ્નિવેશ (Swami Agnivesh)નું દિલ્હીમાં ઇન્સ્ટિટ્યુટ ઓફ લિવર એન્ડ બિલરી સાયન્સીસ ખાતે શુક્રવારે રાત્રે અવસાન (Death) થયું હતું. તેઓ 80 વર્ષના હતા.

સ્વામી અગ્નિવેશ લિવર સિરોસિસની સારવાર લઈ રહ્યા હતા અને તેઓ શરીરના અનેક અંગો નિષ્ફળ જવાના લીધે ચાર દિવસથી વેન્ટિલેટર પર હતા. તેમને સાંજે છ વાગે હૃદયરોગનો હુમલો આવ્યો હતો.

તેઓ ભગવા પક્ષ તરીકે ઉદય પામેલા ભાજપ(BJPના કોમવાદી (Communal) રાજકારણનો અને સંઘ (RSS)ના કોમવાદી એજન્ડાના હંમેશા વિરોધી રહ્યા હતા અને આ મુદ્દે તેઓ સતત તેમની સાથે સંઘર્ષમાં પણ હુમલા થયા હતા. ભાજપના કાર્યકરોએ તેમના પર ઘણી વખત હુમલા પણ કર્યા હતા અને આ અંગે તેમણે ભાજપ સામે કેસ પણ કર્યો હતો.

આ પણ વાંચોઃ કંગના વિવાદઃ ફડણવીસે ઉદ્વવને કહ્યું- દાઉદનો ઘર છોડી કંગનાનો તોડી દીધો

તેમા પણ શાસક પક્ષ ભાજપના વિરોધ માટે તે જાણીતા હતા. તેમણે આ અંગે છેલ્લે સબરીમાલા અંગે જણાવ્યું હતું કે સંઘ પરિવાર સબરીમાલા વિવાદનો ફાયદો ઉઠાવી રહ્યો છે અને એક રીતે તે કાયદો અને બંધારણના શાસન સામે પડકાર ફેંકી રહ્યુ છે.

તેમણે જણાવ્યું હતું કે ભાજપ-આરએસએસની યુતિ કેરળના સામાજિક અને આધ્યાત્મિક લેન્ડસ્કેપ માટે વિનાશક નીવડશે. કુદરતી હોનારતે કેરલવાસીઓને સંગઠિત બનાવ્યા છે. પણ આ કૃત્રિમ હોનારતના લીધે ભાજપની રાજ્યમાં ચૂંટણીલક્ષી સંભાવના વધી ગઈ છે. તેના લીધે કેરળના સામાજિક તાણાવાળા વીંખાઈ જશે અને તેનો આત્મા પ્રદૂષિત થઈ જશે.

આ પણ વાંચોઃ કેન્દ્રનો આદેશ- ‘રેપિડ ટેસ્ટમાં નેગેટિવ મળેલા લોકોની ફરીથી કરાશે તપાસ’

તેમણે કેરળવાસીઓને વિનંતી કરી હતી કે તેઓ તેના પ્રોપગેન્ડામાં ન ફસાય. અગ્નિવેશે જણાવ્યું હતું કે ભાજપ અને આરએસએસ સબરીમાલામાં મહિલાઓના પ્રવેશની તરફેણ કરે છે. તેઓ ગમે ત્યારે તકવાદી યુ-ટર્ન લઈ શકે છે, કારણ કે તેમની નજર લોકો વચ્ચે કોમી ધ્રુવીકરણ કરીને ચૂંટણીલક્ષી ફાયદો મેળવવાની છે. તેઓ જાણે છે કે સત્તા અને નફો મેળવવાનો બીજો કોઈ માર્ગ નથી.

સંઘ પરિવાર જાણે છે કે કેરળ હંમેશા કોમવાદી અને જાતિ આધારિત રાજકારણનું ગઢ રહ્યુ છે. તેથી રાજ્યમાં પ્રવેશવાનો એકમાત્ર માર્ગ ધર્મનો ટ્રોજન હોર્સ તરીકે ઉપયોગ કરવાનો છે. આના દ્વારા તે પોતાનો એજન્ડા રાજ્યમાં લાવી શકે છે, પછી વાસ્તવિકતા ભલે બીજી કંઈ હોય. તેમના આ નિવેદને ભાજપને અને આરએસએસને ઉશ્કેરી મૂક્યા હતા. તેની સામે તેઓએ સોશિયલ મીડિયાથી લઈ બધે મોરચો ખોલ્યો હતો, પણ અગ્નિવેશે હાર માની ન હતી.