Gujarat Exclusive > યુથ > મનોરંજન > સુશાંત સિંહનું મોત આત્મહત્યા નહીં હત્યા! સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો દાવો

સુશાંત સિંહનું મોત આત્મહત્યા નહીં હત્યા! સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો દાવો

0
87
  • ભાજપ સાંસદની માંગ, સુશાંત કેસની તપાસ CBIને સોંપવામાં આવે

  • સુશાંત સિંહનું મર્ડર કરવામાં આવ્યું, સુબ્રમણ્યમ સ્વામીએ શેર કર્યા પૂરાવા

મુંબઈ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી. સુશાંતે 14-જૂનના રોજ મુંબઈમાં બાન્દ્રા સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસ સુશાંતની મોત પાછળનું કારણ જાણવા માટે દિવસ-રાત એક કરી રહી છે. જો કે કેટલાક લોકો આ કેસની તપાસ CBIને સોંપવાની માંગ કરી રહ્યાં છે. જેમાં વધુ એક નામ ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીનું ઉમેરાયું છે.

સુબ્રમણ્યમ સ્વામીએ ગુરુવારે સુશાંત સિંહના મોતને મર્ડર બતાવતા આ કેસમાં CBI તપાસની માંગ કરી છે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને દાવો કર્યો છે કે, મુંબઈ પોલીસના 80 ટકા લોકો ઈચ્છે છે કે, આ કેસની તપાસ CBIને સોંપવામાં આવે. સ્વામીએ સુશાંતની મોતને આત્મહત્યા નહીં, પરંતુ મર્ડર ગણાવીને 26 કારણો સહિતની ડિટેઈલ રિપોર્ટ પણ શેર કરી છે.

આ પણ વાંચો: સુશાંત બાદ વધુ એક અભિનેતાનો આપઘાત, ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં

સ્વામીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, મને કેમ લાગે છે કે સુશાંત સિંહ રાજપૂતની હત્યા કરી દેવામાં આવી છે. આ સાથે જ તેમણે 26 પોઈન્ટનુ એક લિસ્ટ શેર કર્યું છે. જેમાં તેમણે એન્ટ્રીથી લઈને ઘરમાં કોઈ નાનું ટેબલ કે સ્ટૂલ ના હોવા સામે ધ્યાન દોર્યું છે.

સ્વામી દ્વારા શેર કરવામાં આવેલી લિસ્ટમાં સુશાંતની બોડીને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. જે હાલતમાં સુશાંતની બૉડી મળી આવી હતી. તેનાથી આત્મહત્યા સાબિત નથી થતી. સુશાંતની જીભ બહાર નહતી નીકળી, ગળા ઉપર કપડાનું નિશાન પણ નહતું, જેથી સાબિત થાય કે તેણે ફાંસો ખાધો છે. આ ઉપરાંત તેના શરીર પર કેટલાક નિશાન મળ્યા છે.

આ પણ વાંચો-  જન્મદિન વિશેષ: રિલ લાઈફમાં વિલન સોનૂ સૂદ રિયલ લાઈફમાં ‘સુપર હીરો’

સ્વામીએ લખ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂત ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં એક્ટિવ નહતા. જે દિવસે તેના મોતના સમાચાર સામે આવ્યા, તે દિવસે સવારે તે વીડિયો ગેમ રમી રહ્યો હતો. જે એક ડિપ્રેશનનો શિકાર વ્યક્તિ સામાન્ય રીતે નથી કરતો.

સ્વામીએ સુશાંતની પૂર્વ મેનેજરની મોતનો પણ ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત સ્યૂસાઈડ નોટ ના મળવી, આર્થિક સંકડામણ ના હોવી, નોકરોના સ્ટેટમેન્ટ બદલાવા સહિત એમ્બ્યુલન્સ બદલવી અને કૂપર હોસ્પિટલમાં સુશાંતની ડેડબોડીને લઈ જવા ઉપર પણ શંકા વ્યક્ત કરી છે.