Gujarat Exclusive > યુથ > મનોરંજન > #JusticeForSushant: સુશાંતની બહેન કર્યું ટ્વીટ, PMOને ટૈગ કરી કહી આ વાત

#JusticeForSushant: સુશાંતની બહેન કર્યું ટ્વીટ, PMOને ટૈગ કરી કહી આ વાત

0
73
  • મારા ભાઈનો બોલિવૂડમાં કોઈ ગૉડફાધર નહતો

  • સુશાંત સિંહના મોત મામલાની તટસ્થ તપાસ થાય

મુંબઈ: મુંબઈ: સુશાંત સિંહ રાજપૂત કેસમાં (Sushant Singh Rajput)રોજેરોજ નવા વળાંક સામે આવી રહ્યા છે. ગઈકાલે જ સુશાંત સિંહની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ (Rhea Chakraborty) એક વીડિયો રિલીઝ કરીને ન્યાયની માંગણી કરી હતી. હવે આજે સુશાંતની બહેન શ્વેતા સિંહે (Shweta Singh) વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પાસે ન્યાયની અપીલ કરી છે.

વડાપ્રધાન મોદીને ટૈગ કરતા શ્વેતા સિંહ કીર્તિએ લખ્યું છે કે,
“હું સુશાંત સિંહ રાજપૂતની બહેન છું. હું સમગ્ર મામલે તાત્કાલીક તપાસનો આગ્રહ કરું છું. અમને ભારતની ન્યાય વ્યવસ્તા પર વિશ્વાસ છે. અમે કોઈ પણ કિંમતે ન્યાય મળે તેવી આશા રાખીએ છીએ. #JusticeForSushant #SatyamevaJayat.”

શ્વેતાએ વધુમાં લખ્યું છે કે,
“ડિયર સર, મારુ માનવું છે કે તમે સચ્ચાઈ માટે અને સચ્ચાઈ સાથે ઉભા રહો છે. અમે ખૂબ જ સાધારણ પરિવારમાંથી આવીએ છીએ. મારા ભાઈ પાસે કોઈ ગૉડફાધર નહતો. જ્યારે તે બૉલિવૂડમાં હતો ત્યારે અને ના આજે પણ કોઈ છે. મારો તમને આગ્રહ છે કે, આ સમગ્ર કેસમાં ધ્યાન રાખવામાં આવે કે, બધુ યોગ્ય રીતે થાય. કોઈ પુરાવા સાથે છેડછાડ ના થાય. ન્યાયની આશા…”

આ પણ વાંચો: હવેથી સેના પર વેબ સીરિઝ અને ફિલ્મના પ્રસારણ પહેલા લેવું પડશે NOC

જણાવી દઈએ કે, સુશાંત સિંહની બહેન શ્વેતા સોશિયલ મીડિયા પર સતત પોસ્ટ કરી રહી છે. તે સુશાંત માટે ન્યાયની માંગ કરી રહી છે. શ્વેતાએ ભગવાનનો ફોટો પોસ્ટ કરીને લખ્યું છે કે, ચાલો એકજૂટ થઈ જઈએ. સચ્ચાઈ માટે એક સાથે ઉભા થઈ જઈએ. #Indiaforsushant #Godpleasehelpus.

સુશાંત સિંહ રાજપૂતે ગત 14 જૂનના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ મામલે સુશાંતના પિતા કેકે સિંહે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વિરુદ્ધ FIR દાખલ કરાવી છે.

આ કેસની તપાસ માટે બિહાર પોલીસ મુંબઈ પહોંચી હતી. જ્યારે રિયા ચક્રવર્તીની વાત કરવામાં આવે તો, તેના વકીલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને અપીલ કરી છે કે, કેસને મુંબઈમાં શિફ્ટ કરવામાં આવે.