Gujarat Exclusive > યુથ > મનોરંજન > સુશાંત કેસ : રિયાનો ભાઇ શૌવિક અને મિરાંડા 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર

સુશાંત કેસ : રિયાનો ભાઇ શૌવિક અને મિરાંડા 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર

0
69
  • CBI અને એઇમ્સની ફોરેન્સિક ટીમ આજે સુશાંતના ફ્લેટ પર પહોંચી હતી
  • રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક અને સૈમુઅલ મિરાંડા 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર
  • ડ્રગ્સ પેડલર કૈઝાન ઇબ્રાહિમને જામીન આપી દેવાયાં

મુંબઇઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput case) કેસમાં દરરોજ કંઇક ને કંઇક નવી-નવી જાણકારીઓ સામે આવતી જ રહે છે. CBI દ્વારા સતત પૂછપરછ શરૂ રાખવામાં આવી છે. એવામાં CBIની ટીમ અને એઇમ્સની ફોરેન્સિક ટીમ આજે સુશાંત સિંહ રાજપૂતના ફ્લેટ પર પહોંચી હતી. જ્યાં રિયા ચક્રવર્તીના ભાઇ શૌવિક અને સૈમુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી રિમાન્ડમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે કે, “તેઓ બંને NCBની કસ્ટડીમાં રહેશે. મેજિસ્ટ્રેટ નરેન્દ્ર જોશીએ આ નિર્ણય સંભળાવ્યો છે.

આ સાથે જ કૈજાનને 14 દિવસ માટે જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ છે. જો કે શૌવિક અને સૈમુઅલ મિરાંડા સિવાય ત્રીજા અભિયુક્ત, ડ્રગ્સ પેડલર કૈઝાન ઇબ્રાહિમને એસ્પાલેડ કોર્ટ દ્વારા જમાનત મળી ગઇ છે. થોડાં સમય પહેલા જ કૈઝાનને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો નિર્ણય સંભળાવ્યો હતો. જો કે હવે તેને જામીન આપી દેવામાં આવી છે.

શૌવિક ચક્રવર્તીના વકીલ સતીશ માનેશિંદેએ NCB ના રિમાન્ડનો વિરોધ કર્યો છે. સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput case) મામલે શુક્રવારના રોજ NCBએ મોટી કાર્યવાહી કરતા રિયાના ભાઇ શોવિક અને સુશાંતના હાઉસ મેનેજર સૈમુઅલ મિરાંડાની ધરપકડ કરી હતી. બીજી બાજુ એવા સમાચાર સામે આવી રહ્યાં છે દીપેશ સાવંતની ધરપકડ નહીં કરવામાં આવે. તેને એક સાક્ષીનાં રૂપમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આજે તેનું સ્ટેટમેન્ટ પણ રેકોર્ડ કરવામાં આવશે.

Sushant Singh Rajput case

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતાનો દાવો : ચીની સેનાએ અરૂણાચલમાં 5 ભારતીયોનું અપહરણ કર્યું

સુનાવણીના પહેલા કોરોના ટેસ્ટ

શૌવિક, સૈમુઅલ મિરાંડા, જૈદ અને બસિતને સાયન હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઇ જવામાં આવ્યાં. અહીં શૌવિક, સૈમુઅલ, જૈદ, બસિતનો કોવિડ ટેસ્ટ થયો. શૌવિક, સૈમુઅલ મિરાંડા, જૈદ અને બસિતનો કોવિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ખબર છે કે NCB આજે સાંજે 5 વાગ્યાની આસપાસ રિયા ચક્રવર્તીને સમન્સ મોકલી શકે છે. આવતી કાલે NCB રિયાની પૂછપરછ કરી શકે છે.

બીજી વાર પહોંચી CBIની ટીમ

તમને જણાવી દઇએ કે CBI બીજી વખત સુશાંત સિંહના ઘરે ગઇ છે. પ્રથમ વાર જ્યારે 23 ઓગસ્ટે CBI આવી હતી, ત્યારે CBIની તપાસનો બીજો દિવસ હતો. આ કેસ 21 ઓગસ્ટના રોજ CBIને સોંપવામાં આવ્યો હતો. છેલ્લાં 16 દિવસથી ઘણા લોકોના નિવેદનો રેકોર્ડ કર્યા પછી CBI વિસ્તૃત તપાસ માટે અહીં પહોંચી છે. મિતુસિંહ મુંબઈમાં જ રહે છે. આને કારણે, એવું માનવામાં આવે છે કે તેઓ સુશાંતને લગતી ઘણી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકે છે.

આ પણ વાંચોઃ Teacher’s Day : કેમ શિક્ષક દિન 5 સપ્ટેમ્બરે જ ઉજવાય છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ