Gujarat Exclusive > યુથ > મનોરંજન > સુશાંત કેસની તપાસ વધુ તેજ, NCBએ વધુ એક ડ્રગ પેડલરની કરી ધરપકડ

સુશાંત કેસની તપાસ વધુ તેજ, NCBએ વધુ એક ડ્રગ પેડલરની કરી ધરપકડ

0
68
  • સુશાંત સિંહ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સતત એક્શનમાં
  • NCBએ વધુ એક ડ્રગ પૈડલરની ધરપકડ કરી લીધી છે
  • NCBએ ગઇ કાલે પણ એક ડ્રગ પૈડલરની ધરપકડ કરી હતી

મુંબઇઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સતત એક્શનમાં છે. NCBએ વધુ એક ડ્રગ પૈડલર (Sushant Singh Rajput case) ની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કરવામાં આવેલ ડ્રગ પૈડલરનું નામ બસિત પરિહાર છે. તેની NCB પૂછપરછ કરી રહી છે. આ સાથે જ NCBએ ગઇ કાલે જે ડ્રગ પૈડલરની ધરપકડ કરી હતી તેની ઓળખ જૈદ તરીકે કરવામાં આવી રહી છે. જૈદે રિયા ચક્રવર્તીના ભાઇ શોવિકનું નામ લીધુ હતું.

એવામાં CBI અને EDની પૂછપરછમાં સતત રિયા ચક્રવર્તી અને તેની ફેમિલી પર શકંજો કસવામાં આવી રહ્યો છે. રિયાના માતા-પિતાની CBI આજે બીજા દિવસે પણ પૂછપરછ કરશે. ગઇ કાલે CBIએ રિયાના પિતા ઇન્દ્રજીત ચક્રવર્તી અને માં સંધ્યા ચક્રવર્તીને અંદાજે 8 કલાક સુધી સવાલ કર્યા હતાં.

drug peddler basit parihar

આ પણ વાંચોઃ હવે આધાર સાથે જોડાશે હેલ્થ ID, માત્ર એક ક્લિકમાં દેશના કોઈ પણ ખુણામાં થઈ શકશે સારવાર

CBIનું પૂરું ફોકસ રિયા ચક્રવર્તી અને સુશાંત રાજપૂત (Sushant Singh Rajput case) ના સંબંધ સાથે સુશાંતના રૂપિયાને લઇને હેરફેર કરવા પર હતું. આ સિવાય રિયાના ભાઇ શોવિક સાથે પણ ડ્રગ્સના તાર જોડાયેલા રહ્યાં છે. NCBએ એક ડ્રગ તસ્કરની ધરપકડ કરી છે. જેના દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો કે રિયાનો ભાઇ શોવિક તેની પાસેથી ડ્રગ લેતો હતો. બીજી બાજુ રિયાની પણ ચાર દિવસમાં અત્યાર સુધી 35 કલાક પૂછપરછ કરવામાં આવી ચૂકી છે.

EDએ ઋષભની પણ પૂછપરછ કરી

સુશાંત કેસમાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇના સંબંધ ડ્રગ તસ્કરો સાથે જોડાયેલા જોવા મળી રહ્યાં છે. સુશાંત ડ્રગ્સ કેસમાં ઋષભ ઠક્કર નામના એક શખ્સનું નામ સામે આવ્યું છે. ઋષભ સાથેના ડ્રગ્સને વિશેના રિયાનુ વોટ્સએપ ચેટિંગ પણ થતું હતું. ઋષભ સાથે EDએ ગઇ કાલે 8 કલાક સુધી પૂછપરછ કરી હતી.

ઋષભ બિલિયર્ડ્સ અને સ્નૂકૂર જેવી રમતોમાં નેશનલ લેવલ પ્લેયર પણ રહી ચૂકેલ છે. આ સિવાય NCBએ ગઇ કાલે રાત્રે વધુ એક ડ્રગ તસ્કરની ધરપકડ કરી હતી. જેને શોવિકની ઓળખાણ વિશે વાત પણ કબુલી. તસ્કરે ખુલાસો કર્યો કે રિયાનો ભાઇ શોવિક પણ તેની પાસેથી ડ્રગ લેતો હતો.

આ પણ વાંચોઃ ભાજપના વધુ એક MLA કોરોના સંક્રમિત, થોડાં દિવસ અગાઉ PAનું થયું હતું મોત