Gujarat Exclusive > યુથ > મનોરંજન > સુશાંત કેસઃ રિયા વિરૂદ્ધ પોલીસને હાથ લાગ્યા મોટા પુરાવા, લુકઆઉટ નોટિસ જારી થઇ શકે

સુશાંત કેસઃ રિયા વિરૂદ્ધ પોલીસને હાથ લાગ્યા મોટા પુરાવા, લુકઆઉટ નોટિસ જારી થઇ શકે

0
63
  • સુશાંત કેસ :  બિહાર પોલીસને હાથ લાગ્યાં મોટા પુરાવા
  • રિયાનાં વકીલે કહ્યું, ‘રિયાને અથવા મને કોઇ નોટિસ નથી મોકલાઇ’
  • ED એ પણ સુશાંત કેસમાં મની લોન્ડ્રિંગ કેસ દાખલ કરી દીધો

મુંબઇઃ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં સુસાઇડ મામલે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી વધુ ને વધુ ફસાતી જઇ રહી છે. મળતી માહિતી અનુસાર, બિહાર પોલીસ આ મામલે રિયા વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ (Look Out Notice) જારી કરવા વિચારી રહી છે. બિહાર પોલીસને રિયા ચક્રવર્તી વિરૂદ્ધ કેટલાંક મોટા પુરાવા હાથ લાગ્યાં છે. એવામાં તેની પૂછપરછ કરવી હવે જરૂરી થઇ ગઇ છે. જો કે એવાં પણ સમાચાર સામે આવી રહ્યાં છે કે પોલીસ રિયા ચક્રવર્તી સાથે સંપર્ક નથી સાધી શકી. ફોન પર પણ રિયા સાથે વાત નથી થઇ રહી. પોલીસનાં જણાવ્યાં અનુસાર રિયા લાપતા થઇ ગઇ છે. જેથી રિયાને લુકઆઉટ નોટિસ (Look Out Notice) જારી થઇ શકે છે.

રિયા વિરૂદ્ધ લુકઆઉટ નોટિસ

છેલ્લાં કેટલાંક દિવસોથી બિહાર પોલીસે સુશાંત કેસ મામલે ખૂબ ઉતાવળ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. અનેક લોકોનાં નિવેદન દાખલ કરી કેસને સાચી દિશામાં આગળ વધારવા અને તપાસને અંજામ સુધી પહોંચાડવા પર જોર આપવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે મંગળવારનાં રોજ સુશાંતનાં પિતા કેકે સિંહે રિયા ચક્રવર્તી વિરૂદ્ધ FIR દાખલ કરાવી હતી. એવું જણાવવામાં આવી હતું કે લાંબા સમયથી સુશાંતને માનસિક રૂપથી ત્રાસ આપી રહી હતી. તેની પર સુશાંતને પરિવારથી દૂર રાખવાનો આરોપ લગાવ્યો હતો.

રિયા પર સુશાંતને બ્લેકમેલ કરવાની વાત પણ સામે આવી છે. આ પાસાંઓ પર તપાસ કરતા હવે રિયા વિરૂદ્ધ બિહાર પોલીસને કેટલાંક પુરાવા હાથ લાગ્યાં છે. પરંતુ આ લુકઆઉટ નોટિસને લઇને રિયાનાં વકીલ સતીશે અલગ જ નિવેદન આપ્યું છે. તેમનાં અનુસાર રિયાને અથવા તો તેઓને કોઇ પણ પ્રકારની લુકઆઉટ નોટિસ મોકલવામાં નથી આવી. વકીલનાં કહેવા અનુસાર રિયાનાં ઘરે પણ કોઇ નથી આવ્યું.

આ પણ વાંચોઃ સુશાંત કેસ : મની લોન્ડ્રિંગ કેસ દાખલ, ગર્લફ્રેન્ડ રિયાને આવી શકે છે EDનું તેડું

Sushant Singh Rajput case

ED એ પણ તપાસ શરૂ કરી

આ મામલે હવે ED એ પણ પોતાની તરફથી તપાસ શરૂ કરી દીધી છે. ED એ સુશાંત કેસમાં મની લોન્ડ્રિંગ કેસ દાખલ કરી દીધો છે. રિયા અને તેનાં પરિવાર વિરૂદ્ધ તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે સુશાંત સિંહનાં પિતા કે.કે સિંહે થોડાં દિવસ પહેલાં પટનામાં હિરોઇન રિયા ચક્રવર્તી વિરૂદ્ધ FIR દાખલ કરાવી હતી. સુશાંતનાં પિતાએ રિયા પર સુશાંતને આત્મહત્યા માટે ઉપસાવવાનો આરોપ લગાવ્યો છે. આ સિવાય, સુશાંતનાં એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયાનાં ટ્રાન્સફર કરવાનો આરોપ પણ દાખલ કરવામાં આવ્યો છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા મામલે પ્રવર્તન નિર્દેશાલય (ED) એ તપાસ શરૂ કરતા મની લોન્ડ્રિંગ (Money Laundering) અંતર્ગત કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, ED એ આ કેસ બિહાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલ FIR નાં આધારે કર્યો છે. આ બાજુ રિયા ચક્રવર્તીને પણ મની લોન્ડ્રિંગ કેસ (Money Laundering) કેસ મામલે જલ્દી તેડું આવી શકે છે.

આ પણ વાંચોઃ #JusticeForSushant: સુશાંતની બહેન કર્યું ટ્વીટ, PMOને ટૈગ કરી કહી આ વાત