Gujarat Exclusive > યુથ > મનોરંજન > સુશાંત કેસઃ ડ્રગ્સ મામલે સેમ્યુઅલ બાદ રિયાના ભાઇ શૌવિકની પણ ધરપકડ

સુશાંત કેસઃ ડ્રગ્સ મામલે સેમ્યુઅલ બાદ રિયાના ભાઇ શૌવિકની પણ ધરપકડ

0
52
  • NCBની ટીમ સવાર-સવારમાં જ રિયાના ઘેર પહોંચી ગઇ
  • ત્રણ કલાક સુધી સર્ચ કર્યા બાદ શૌવિકની ધરપકડ કરી

મુંબઇઃ ગુંચવાડાભર્યા સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એંગલ પ્રકાશમાં આવ્યું. NCBએ કડક કાર્યવાહી કરતાં શુક્રવારે સુશાંતના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા (Samual Miranda) અને રિયાના ભાઇ શૌવિક ચક્રવર્તી (Showik Chakraborty)ની પણ ધરપકડ કરી લીધી. બંનેની NDPSની કલમ 20(B),28,29,27(A) હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

સુશાંત કેસમાં CBI અને ઇડીની ટીમો હજુ રિયા અને તેના પરિવારના સભ્યોનું નિવેદન જ લેવામાં વ્યસ્ત છે. ત્યાં એનસીબીની ટીમ શુક્રવારે સવાર-સવારમાં જ રિયાના ઘરે પહોંચી ગઇ હતી. અધિકારીઓએ ઘરમાં ઘૂસીને તપાસ કરી હતી. મુંબઇના સાંતાક્રૂઝ વિસ્તારમાં પ્રાઇમરોઝ બિલ્ડિંગના રહેવાસીઓ હજુ ઊંઘમાં જ હતા અને NCBની ટીમ ઇમારતમાં ઘૂસી ગઇ હતી. સુશાંત આત્મહત્યા કેસમાં મુખ્ય આરોપી રિયા ચક્રવર્તી આ બિલ્ડિંગમાં રહે છે.

સવારમાં સેમ્યુઅલની ધરપકડ થઇ

NCBની અધિકારીઓએ રિયાના ઘરની ત્રણ કલાક તપાસ કરી. પછી રિયાના ભાઇ શૌવિકને પોતાની ઓફિસે લઇ ગયા હતા. દરમિયાન બીજી એક ટીમ સવારે સુશાંતના મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને પકડી લાવી હતી.

આ પણ વાંચોઃ Sushant Case: CBIનો મીડિયામાં કોઈ પણ વિગતો શેર કરવાનો ઈન્કાર

એનસીબીના ડેપ્યુટી DG એમ કે જૈને ક્હયુ કે, “કોઇ પણ ધરપકડ અંગે અટકળો ન કરતા.”

એનસીબી ટીમે બોલીવૂડમાં ડ્રગ્સ મામલે અત્યાર સુધી ચાર લોકોની ધરપકડ કરી છે. કૈઝાન ઇબ્રાહીમ ઉપરાંત ઝૈદ વિલાત્રા અને અબ્દેલ બાસિત પરિહાર મહત્વની કડી છે. જેના લીધે શૌવિકની ડ્રગ્સ રેકેટમાં સંડોવણી જણાઇ રહી છે.

શૌવિકના કહેવાથી ડ્રગ્સ સેમ્યુઅલને પહોંચતું

એનસીબીના જણાવ્યા મુજબ રિયાનો ભાઇ શૌવિકના કહેવાથી અબ્દેલ બાસિત ઝૈદ અને કૈજાન ઇબ્રાહીમ પાસેથી ડ્રગ્સ લઇ સેમ્યુઅલને પહોંચાડતો હતો. બાસિત અને ઝૈદ સાથે શૈવિકની વોટ્સએપ ચેટ્સ પણ મળી આવી છે. તેની સાથે ઇલેક્ટ્રોનિક પુરાવા તરીકે ગૂગલ પેથી પેમેન્ટ થયાનું પણ પુરવાર થયું છે.

રિયાના ફોનમાંથી ડિલીટ ડેટા રિટ્રીવ કરાતા ભાંડો ફૂટ્યો

રિયા ચક્રવર્તીના મોબાઇલમાંથી ડિલીટ ડેટા ઇડીએ રિટ્રીવ કરાતા સુશાંત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એન્ગલનો ભાંડો ફૂટ્યો હતો. વોટ્સએપ ચેટમાં રિયાના ફોનમાં ગ્રુપમાં સામેલ સુશી (સુશાંત સિંહ) મિરાન્ડા- રિયાને કહે છે કે ” મારું સ્ટફ ખતમ થઇ ગયું છે. શું હું શૌવિકના મિત્રો પાસેથી મંગાવી લઉ, તેમની પાસે પણ માત્ર હૈશ અને બડ છે.”

આ પણ વાંચોઃ સુશાંત કેસની તપાસ વધુ તેજ, NCBએ વધુ એક ડ્રગ પેડલરની કરી ધરપકડ

રિયા સુશાંતને વ્હાલથી સુશી બોલાવતી

અહીં સવાલ અ ઊભો થાય છે કે રિયા જ્યારે સુશાંત સિંહને વ્હાલથી સુશી કરીને બોલાવતી હતી તો, પછી તેણે ફોનમાં તેનું નામ સુશી મિરાન્ડાના નામે કેમ સેવ કર્યું હતું? વધુમાં એ પણ જાણવા મળ્યું છે કે સુશાંત વાતચીત માટે સેમ્યુઅલના નામનો સિમકાર્ડ વાપરતો હતો. તો શું આ બધુ તેના માટે થઇ રહ્યું હતું. NCB હવે શૌવિક અને મિરાન્ડાને આ જ સવાલોના જવાબ શોધશે.