Gujarat Exclusive > યુથ > મનોરંજન > સુશાંત કેસ: NCBની કાર્યવાહી, શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલને લઈ ગઈ ટીમ

સુશાંત કેસ: NCBની કાર્યવાહી, શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલને લઈ ગઈ ટીમ

0
108

નવી દિલ્હી:  બૉલિવૂડ એક્ટર (Bollywood Actor) સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) મોત કેસમાં CBI તપાસનો આજે 15મોં દિવસ છે. આ દરમિયાન તપાસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યા બાદ હવે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની ટીમ હરકતમાં આવી છે. જે બાદ CBIની સાથે ED અને હવે NCBએ પણ ઝડપથી તપાસ હાથ ધરી છે.

ડ્રગ્સ કનેક્શન કેસમાં રિયા અને તેનો પરિવાર NCBની રડાર પર છે. ડ્રગ્સ કનેક્સનમાં NCBએ અત્યાર સુધીમાં 2 ડ્રગ પૈડલરની ધરપકડ કરી છે, જ્યારે એકની અટકાયત કરી છે. ધરપકડ કરવામાં આવેલ ડ્રગ પેડલરે રિયાના ભાઈ શોવિક અને સુશાંતના સ્ટાફ સેમ્યુઅર મિરાન્ડાનું નામ લીધું હતું. જે બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

NCBની ટીમે શુક્રવારે મોટી કાર્યવાહી કરતા સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના સાંતાક્રૂજ સ્થિત ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. આ સિવાય સેમ્યુઅલ મિરાન્ડાના ઘરે પણ NCBની ટીમ ત્રાટકી હતી. સેમ્યુઅલ મિરાન્ડાના ઘરે 2 કલાક સુધી શોધખોળ ચાલી હતી. જે બાદ સેમ્યુઅલને NCBની ઓફિસ લઈ જઈને પૂછપરછ કરવામાં આવશે. આ સિવાય NCBએ મુખ્ય આરોપી રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની પૂછપરછ માટે પોતાની સાથે લઈ ગઈ છે.

NCBએ રિયાના ભાઈ શોવિક ચક્રવર્તીના ડ્રગ્સ માફિયા સાથે કનેક્શનને લઈને અહીં દરોડા પાડ્યા હતા. ટીમે રિયાના ઘરે તમામ ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તલાસી લીધી છે. આ ઉપરાંત ફર્નિચર અને કબાટો પણ ખોલીને ફેંદવામાં આવ્યા છે. રિયાના ઘરના દરેક ખૂણાની ઝીણવટપૂર્વક તલાસી લેવાઈ રહી છે.

NCBની ટીમે આ કેસમાં અત્યાર સુધી અનેક લોકોની ધરપકડ કરી ચૂકી છે. જેમાં ત્રણ મોટા ડ્રગ્સ પૈડલર પણ સામેલ છે.

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તીના ડ્રગ્સ સપ્લાયર સાથેના સબંધોનો ખુલાસો થયા બાદ NCBની 2 ટીમો વહેલી સવારે 6:30 કલાકે રિયાના ઘરે પહોંચી હતી. સેમ્યુઅલ મિરાંડાના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ચીન સાથે વિવાદનો ફાયદો ઉઠાવવા માંગે છે પાકિસ્તાન, ભારતીય સેના પણ સજ્જ: CDS રાવત

બે દિવસ પહેલા જ NCBની ટીમે સુશાંત સિંહ રાજપૂતના હાઉસ મેનેજર રહેલા સેમ્યુઅર મિરાન્ડાની ડ્રગ્સ સપ્લાય કરવાના આરોપમાં મુંબઈથી બે ડ્રગ્સ પેડલર અને એક સપ્લાયરની ધરપકડ કરી હતી.

એવું મનાય છે કે, મિરાન્ડા આ ડ્રગ્સને રિયા ચક્રવર્તીના ભાઈ શોવિકની પાસે મોકલતો હતો. બાન્દ્રાના અબ્દુલ બાસિત પરિહાર અને અંધેરીથી જૈદ વિલાત્રાની શોવિક અને મિરાન્ડા વચ્ચે મળી આવેલ કેટલીક ચેટના આધાર પર ધરપકડ કરવામાં આવી છે.

પહેલા પણ થઈ ચૂકી છે ધરપકડ
સુશાંત સિંહ રાજપૂત મોત મામલે ડ્રગ્ય એન્ગલ સામે આવ્યા બાદ NCBની ટીમે પહેલા પણ કેટલાક લોકોની ધરપકડ કરી ચૂકી છે. ધરપકડ કરવામાં આવેલા ડ્રગ્સ સપ્લાયરે જણાવ્યું કે, તે બૉલિવૂડ પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો.

રિયા પાસે કોઈ ડ્રગ્ય પ્રાપ્ત ના થવાની સ્થિતિમાં NCB લોકલ નેટવર્ક મારફતે એ તપાસ કરવાની કોશિશ કરી રહી છે કે, શું અભિનેત્રીનો આ સાથે કોઈ લિન્ક છે કે કેમ? અગાઉ NCBએ કેટલાક લીક થયેલ વ્હોટ્સએપ ચૈટ્સના આધાર પર રિયા વિરુદ્ધ FIR દાખલ કરી હતી.