Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > ફક્ત 15 મિનિટની સર્જરી અને 90 વર્ષના દાદી ચાલતા થઈ ગયા

ફક્ત 15 મિનિટની સર્જરી અને 90 વર્ષના દાદી ચાલતા થઈ ગયા

0
95
  • સફળ ઓર્થોપેડિક સર્જરીથી દાદીએ જીવનની સદી પૂરી કરી હતીઃ કુલદીપ ભાઈ
  • સર્જરી બાદ દાદીના પ્રથમ પગલા પા પા પગલી પાડતા બાળક જેવા લાગ્યા હતા
  • સિવિલની સેવા-શુશ્રુષાનું ૠણ અદા કરતા કુલદીપભાઈ
  • દાદીની પ્રથમ તિથિએ દર્દીઓમાં પોષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કર્યુ

નવી દિલ્હીઃ દસ વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલમાં 90 વર્ષના ચંપાબેન દવે નામના વયોવૃદ્ધિ મહિલા ફક્ત 15 મિનિટની જટિલ સર્જરી (Surgery)પછી તરત જ ચાલતા થઈ ગયા હતા. ચંપાબેન દવેને પગના ભાગમાં તકલીફ થઈ હતી. તેના લીધે તેમનું હલનચલન સંપૂર્ણ બંધ થઈ ગયુ હતુ. તેમના પૌત્ર કુલદીપભાઈ તેમની દાદીની તકલીફને લઈને ઘણી ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ગયા હતા, પરંતુ તેમને દરેક જગ્યાએ નિષ્ફળતા જ સાંપડી હતી. છેવટે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી પહોંચ્યા હતા.

સિવિલના ઓર્થોપેડિક વિભાગની દેખરેખ હેઠળ ત્રણ મહિના તેમની સારવાર ચાલી. એક મહિના સુધી તેમની તકલીફનું સામાન્યપણે નિવારણ કેમનું લાવી શકાય તે માટે સર્વે તબીબો દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો.

આ પણ વાંચોઃ Narmada Damની જળ સપાટી 138.58 મીટરે પહોંચી, બંધ થયો છલોછલ

છેલ્લે વિવિધ તબીબો દ્વારા તેમની સર્જરી (Surgery)હાથ ધરવામાં આવી. સર્જરી વધુ જટિલ જણાઈ આવતા તત્કાલીન સિવિલ સુપ્રિટેન્ડેન્ટ અને ઓર્થોપેડિક વિભાગના વડા ડૉ. એમ. એમ. પ્રભાકર દ્વારા સમગ્ર સર્જરી (Surgery)હાથ ધરવામાં આવી. સામાન્યપણે બેથી ત્રણ કલાક ચાલતી આવા પ્રકારની જટિલ સર્જરી (Surgery)ડૉ.પ્રભાકરના કુનેહ અને અનુ઼ભવના કારણે ફક્ત 15 મિનીટમાં સફળતાપૂર્વક પાર પાડવામાં આવી તેમ કુલદીપભાઈ જણાવે છે.

આ સર્જરી (Surgery)બાદ તેમના દાદી સંપૂર્ણપણે સ્વસ્થ રહી 10 વર્ષ વધુ જીવી શક્યા. તેમને પછી આજીવન પગલની તકલીફ ન રહી. અન્ય કોઈપણ પ્રકારની તકલીફ વગર તેમનુ આયુષ્ય ભોગવી શક્યા. દાદી જાણે નર્વસ 99નો શિકાર બનવાની તૈયારીમાં હતા, ત્યારે ભગવાન સ્વરૂપ સિવિલના તબીબોએ તેમને ઉગારી લેતા તે 100 વર્ષ પૂરા કરી તારીખ 16 સપ્ટેમ્બર 2019ના રોજ સ્વર્ગે સીધાવ્યા.

આ પણ વાંચોઃ BJPના પૂર્વ MP લીલાધર વાઘેલાનું નિધન, પાટણના પીંપળ ગામે થશે અંતિમ સંસ્કાર

પોતાની દાદીનું આ ઋણ ઉતારવા માટે આજે સ્વ. ચંપાબેનની પ્રથમ તિથિએ કુલદીપભાઈ તેમના પરિવારની સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પૌષ્ટિક ફાડા લાપસીનું વિતરણ કરવા આવી પહોંચ્યા હતા. જ્યાં તેમના દાદીમાં સારવાર અર્થે દાખલ હતા તેવા C-1 વોર્ડ તેમજ બાળરોગ, ગાયનેક તેમજ અન્ય વોર્ડમાં જાતે પોતાના પરિવાર સાથે જઈ દર્દીઓમાં લાપસીનું વિતરણ કર્યુ હતુ.

લાગણીસભર શબ્દો સાથે કુલદીપભાઈ કહે છે કે મારા દાદી સ્વસ્થ રહી દસ વર્ષ જીવી શક્યા તે ફક્ત સિવિલ હોસ્પિટલ અને અહીંના તબીબો, નર્સ બહેનો અને અન્ય સ્ટાફની સેવા શુશ્રુષાના કારણે સિવિલના તબીબો અન્ય ખાનગી હોસ્પિટલના તબીબો કરતા વધુ કુશળ- નિષ્ણાંત અને જવાબદારી સાથે સેવા કરે છે તેમ તેઓ ઉમેરે છે.

આ પણ વાંચોઃ ગાંધીનગર MLA ક્વાટર્સમાં ઠાસરાના ધારાસભ્યના ભાણીયાએ ગળે ફાંસો ખાધો

કુલદીપભાઈ કહે છે કે સિવિલ હોસ્પિટલે મારા દાદીને 10 વર્ષનું નવજીવન બક્ષ્યું. આપણે સામાન્યપણે આપણા વડવાઓના શ્રાધ્ધમાં કે તિથિ વખતે વિધિવત પ્રસંગ કરીને લોકોને જમાડતા હોઈએ છીએ, જેની જગ્યાએ આપણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને જમાડવા જોઈએ તેમને મદદરૂપ બનવું જોઈએ.