Gujarat Exclusive > The Exclusive > સુરેન્દ્રનગર: ભાજપના નેતા જીણાભાઈની કાર પર ગાંધીનગરથી પરત થતાં ફાયરિંગ

સુરેન્દ્રનગર: ભાજપના નેતા જીણાભાઈની કાર પર ગાંધીનગરથી પરત થતાં ફાયરિંગ

0
70
  •  એક્ટિવા પર આવેલા ત્રણ હુમલાખોરોએ કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ
  • જીણાભાઈ  ખેડૂતોના વળતર માટે ગાંધીનગર આવ્યા હતા
  •  ચુડા પાસે મોરવાડ રોડ પર બુધવાર મોડી રાતની ઘટના

સુરેન્દ્રનગર: સુરેન્દ્ર જિલ્લાના ભારતીય જનતા પક્ષ (BJP)ના અગ્રણી નેતા જીણાભાઈ ડેડવારિયા (Jinabhai Dedvariya) પર ત્રણ રાઉન્ડ ગોળાબાર થતા રાજકીય વર્તુળમાં ચકચાર જાગી છે. જો કે આ ઘટનામાં તેમનો બચાવ થયો છે. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

બુધવારે મોડી રાત્રે તેઓ ગાંધીનગરથી પોતાના વતન ચોટીલા પરત ફરી રહ્યા હતા ત્યારે ચુડા પાસે નવી મોરવાડ રોડ પાસે તેમની કાર પર ત્રણ રાઉન્ડ ગોળીબાર થયો હતો. એક્ટિવા પર આવેલા અજાણ્યા શખ્સોએ તેમની કાર પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આ પણ વાંચોઃ ₹ 24 લાખનું ફ્રોડ કરનાર બંટીને ભાઈનો, તો બબલીને માતા-બહેનનો મળ્યો સાથ!

જીણાભાઈ ડેડવારિયાનીગણતરી જિલ્લા ભાજપના અગ્રણી નેતાઓમાં થાય છે. તેઓ 2017ની વિધાનસભા ચૂંટણી ચોટીલાના કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ઋત્વિક મકવાણા (Chotila MLA Rutvik Makwana) સામે હારી ગયા હતા.

ઓવરટેક કરતા ગોળીબાર કર્યો

રિપોર્ટ મુજબ જીણાભાઇની કાર ચુડા તાલુકાના મોરવાડ રોડ પર આવી ત્યારે પાછળથી આવી રહેલા એક્ટિવા ચાલકે ઓવરટેક કર્યું હતું. ત્યારે પાછળ બેઠેલા શખસે તેમની કાર પર ગોળીબાર કરી દીધો હતો. એક્ટિવા પર ત્રણ શખસો હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે ફાયરિંગ દરમિયાન કાર અંદર બેઠેલા જીણાભાઈને કોઇ નુકસાન થયું નહતું. માત્ર કારના કાચ તૂટી ગયા હતા. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

ખેડૂતોની સહાય માટે ગાંધીનગર આવ્યા હતા

માહિતી મળી છે કે ચોટીલા વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદથી તારાજી થઇ છે. જીણાભાઈ ચોટીલા વરસાદથી થયેલા નુકસાન અંગે ખેડૂતોને સહાય આપવા બાબતે મુખ્યમંત્રી વિજય રુપાણીને રજુઆત કરવા માટે ગાંધીનગર આવ્યા હતા. રજૂઆત કરી પરત થતાં મોડુ થઇ ગયું હતું.

આ પણ વાંચોઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 21મી સપ્ટેમ્બરથી યોજાશે

જાણવા મળ્યું છે કે હુમલોખોરો જો એક્ટિવા પર આવ્યા હતા તે કાળા રંગની હતી. તેના પર ત્રણ સવારી જઈ રહ્યા હતા. ત્યારે જીણાભાઇની કારના ડ્રાઇવરે એ ડીપર આપીને એક્ટિવા ચાલકને સાઇડમાં જવા સંકેત આપ્યો હતો. ત્યારે જ અચાનક એક્ટિવામાં પાછળ બેઠેલા વ્યક્તિએ કાર પર ધડાધડ ફાયરિંગ કરી દીધું હતું.