Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > BJP અગ્રણી સુરેન્દ્ર રાજપૂત અને 260 કરોડના કૌભાંડી વિનય વચ્ચેની વાતના ઓડિયોમાં શું હતું?

BJP અગ્રણી સુરેન્દ્ર રાજપૂત અને 260 કરોડના કૌભાંડી વિનય વચ્ચેની વાતના ઓડિયોમાં શું હતું?

0
93

વિનય શાહના મળતીયાઓ એ વાતચીતના ઓડીયો વાયરલ કર્યા હતા

અમદાવાદ: 2018માં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં રૂ.260 કરોડના કૌભાંડ મામલે થયેલી ફરિયાદના આરોપી વિનય શાહ ના મળતીયાઓ દ્વારા ભાજપ અગ્રણી સુરેન્દ્ર રાજપુત (Surendra Rajput) સાથેની વિનયની વાતચીતના ઓડીયો વાયરલ થયા હતા. આ ઓડીયોની હજુ પુષ્ટિ થઈ નથી પણ સીઆઇડી ક્રાઈમ દ્વારા તપાસ ચાલી રહી છે.

વાયરલ થયેલા ઓડીયોમાં સુરેન્દ્ર રાજપુત (Surendra Rajput) અને વિનય શાહ વચ્ચે જે તે સમયે ક્રાઇમબ્રાન્ચના તત્કાલીન જે.સી.પી અને હાલ નિવૃત્ત આઈપીએસને રૂ.90 લાખ ચૂકવ્યા તેનો મુદ્દો હતો. આ ઓડીયોમાં બન્ને વચ્ચે થયેલી વાતચીતની વિગતો નીચે મુજબ છે.

સુરેન્દ્ર રાજપુતઃ જે ઓફીસર પાસે આપણે કામ લેવા છે તે ઓફીસરનું નામ આમા આવતું થાય તો તે લોકોના કરીયર ખરાબ કરે થાય તેમ છે. તો તેમની વાત એવી છે કે તેમના નામની વાત કોઈ સાથે ન થાય એ કેસેટ એમની પાસે છે એમને કહો તેમાં રઘવાયા ન થાય આ બધું ચાલતું હોય છે. જગતની અંદર બધું આ જ ચાલતું હોય છે કોનું શું તૂટી ગયું

આ પણ વાંચો: 260 કરોડની ઠગાઈના આરોપી દંપતીએ ભાજપ અગ્રણી સુરેન્દ્ર રાજપુત પર આક્ષેપો કર્યા હતા

વિનય શાહઃ જો સાંભળો એ આઈપીએસ સાહેબ છે ને એ બે મહિના પછી રીટાયર થવાના છે તેની બધી માહિતી મારી પાસે છે.

સુરેન્દ્ર રાજપુતઃ એના પાસે જે છે એ બધું કરાવી શકાયને બે મહિનાની અંદર

વિનય શાહઃ એમની બધી માહિતી, રેકોર્ડિંગ મારી પાસે છે, આપણે તે માહિતી ફરતી કરી નથી.

વિનય શાહઃ આપણા માટે પોઝિટિવ છે એટલે તો મુકી નથી

સુરેન્દ્ર રાજપુતઃ એવું છે એટલે આપણે બે જણા બેસીને વાત કરીશું એ લોકો ટ્રેપ કરે. એ વાત વાયરલ થાય તો આપણે તો…

વિનય શાહઃ વાઇરલ શું કામ થાય છે સરકારી નોકરિયાત છે કમિશનર લેવલના માણસ છે, આપણા થકી એમને પૈસા આપ્યા છે આપણા પૈસાનો એમણે ઉપયોગ નથી કર્યો દૂરપયોગ કર્યો છે. આપણા પૈસાથી મારૂ તમારૂ અને સ્વપ્નિલ ભાઈનું નામ ઉછાળ્યુ છે. આપણે ….નથી.

સુરેન્દ્ર રાજપુત: હ…

વિનય: એ જે હોય તે IPS બે મહિનામાં નિવૃત્ત થાય છે. મને બધી ખબર છે, બધી માહિતી મારી પાસે છે. હું જ્યારે બહાર આવીશને હિસાબ પુરો નહીં કરે તો આપણે નહીં છોડીએ તમે સમજી લો, હું નહી છોડું હું ભલે જેલમાં જઉ બધી માહિતી એ રીતે સુરક્ષિત મુકી છે એ ભાઇને હું નહીં છોડું કારણ રૂ. 90 લાખ આપ્યા છે નાના પૈસા નથી આપ્યા.

વિનય શાહઃ સાંભળી લો 90 લાખ રુપિયા એ IPS સાહેબને આપ્યા છે એને હું છોડું નહીં, કારણ કે એને જે કરવાનુ હતું તેણે આપણા જ પૈસાથી આપણી જોડે રમત કરી છે. આ સત્ય છે સમજો.

સુરેન્દ્ર રાજપુતઃ આપણે પછી વાત કરીશું

વિનય શાહઃ ભગવાન કરે તે જલ્દી નિવૃત્ત થઇ જાય તેમની પર કોઈ આક્ષેપ નહીં આવે, હું પણ એવું વિચારૂ છું.