Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > 260 કરોડની ઠગાઈના આરોપી દંપતીએ ભાજપ અગ્રણી સુરેન્દ્ર રાજપુત પર આક્ષેપો કર્યા હતા

260 કરોડની ઠગાઈના આરોપી દંપતીએ ભાજપ અગ્રણી સુરેન્દ્ર રાજપુત પર આક્ષેપો કર્યા હતા

0
95

ઠગ વિનય પાસેથી રાજપૂતે નિવૃત IPSને રૂ.90 લાખ અપાવ્યા અને સ્વપ્નિલ રાજપુતે રૂ.2 કરોડ લીધા

અમદાવાદ: બે વર્ષ અગાઉ ઠગ દંપતિએ થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલી આર્ચર કેર કંપનીના લેબલ હેઠળ એકના ડબલ કરવાની લાલચ આપી લોકો સાથે રૂ.260 કરોડની ઠગાઈ આચર્યાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડના આરોપી વિનય શાહે (Vinay Shah) ભાજપ અગ્રણી સુરેન્દ્ર રાજપુત (Surendra Rajput) અને તેના પુત્ર સ્વપ્નિલે (Swapnil Rajput) પૈસા પડાવ્યાનો આક્ષેપ કર્યો હતો. સુરેન્દ્ર (Surendra Rajput) અને સ્વપ્નિલ (Swapnil Rajput) રાજપૂતના કહેવાથી કેસમાં પ્રોટેક્શન માટે તત્કાલીન ક્રાઈમબ્રાન્ચના જે.સી.પી. અને નિવૃત આઇપીએસ અધિકારીને રૂ.90 લાખ ચૂકવ્યાનો ઘટસ્ફોટ વિનય શાહે (Vinay Shah) કર્યો હતો. જ્યારે સ્વપ્નિલ રાજપુતે (Swapnil Rajput) રૂ.2 કરોડ લીધાનું જણાવ્યું હતું. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ હતી. હાલમાં વિનય શાહ (Vinay Shah) નેપાળની જેલમાં છે. જ્યારે તેની પત્ની ભાર્ગવી શાહની ધરપકડ થઈ બાદ તે જામીન પર મુક્ત થઈ હતી.

ભાજપ અગ્રણી સુરેન્દ્ર રાજપુત (Surendra Rajput) અને તેમનો પુત્ર સ્વપ્નિલ (Swapnil Rajput) સતત પોલીસમાં આવતા મામલાઓમાં ચર્ચામાં રહે છે. તાજેતરમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ડુપ્લીકેટ માર્કશીટ રેકેટના આરોપી પ્રજેશનું કનેક્શન સુરેન્દ્ર રાજપુત (Surendra Rajput) સાથે ખુલ્યું હતું. આરોપી રાજપૂત (Surendra Rajput)ના ત્યાં અગાઉ કામ કરતો હોવાનું ખૂલ્યું છે.

આ પણ વાંચો: BJP અગ્રણી સુરેન્દ્ર રાજપૂત સાથે નકલી માર્કશીટના આરોપી પ્રજેશનું કનેક્શન

બે વર્ષ અગાઉ પણ પિતા-પુત્રનું નામ રૂ.260 કરોડની ઠગાઈ આચરનાર ઠગ દંપતી વિનય શાહ અને ભાર્ગવી શાહના કેસમાં ઉછળ્યું હતું. 260 કરોડના કૌભાંડમાં ધરપકડથી બચવા માટે ફરાર થઈ ગયેલા વિનય શાહે સુરેન્દ્ર રાજપુત, સ્વપ્નિલ રાજપુત સાથેની નિવૃત આઈપીએસને તેમજ અન્ય લોકોને પૈસા ચૂકવ્યા બાબતની વાતચીતના ઓડિયો વાયરલ કર્યા તેમજ 11 પાનાંનો પત્ર લખ્યો હતો. આ સમગ્ર મામલે મોટો ઘટસ્ફોટ કર્યો હતો.

જેમાં વિનય શાહે સુરેન્દ્ર રાજપુત અને તેમના પુત્ર પર આક્ષેપ કર્યા હતા. જે મુજબ સુરેન્દ્ર રાજપૂત (Surendra Rajput)ના કહેવાથી મીનાક્ષી મેડમને 1.5 લાખ આપ્યા, સ્વપ્નીલ રાજપૂતે પ્રોટેક્શન માટે તત્કાલીન આઈપીએસને રૂપિયા આપવા કહેતા 11 લાખ આપ્યા ઉપરાંત બીજા રૂ.90 લાખ ચૂકવ્યા હતા, સ્વપ્નીલ રાજપૂતને ફરી 2 કરોડ આપ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.

આ પણ વાંચો: PSP પ્રોજેક્ટને AMCની નોટીસ, એક કરોડનો દંડ કેમ ના કરવો તે અંગે ખુલાસો માંગ્યો

જોકે વિનય શાહના આક્ષેપ અંગે સુરેન્દ્ર રાજપુત (Surendra Rajput) અને સ્વપ્નિલ રાજપુતે આરોપી વિનય કેસમાંથી બચવા ખોટી રીતે તેમનું નામ ઉછાળી બદનામી કરી રહ્યાનું અને હજુ પણ વિનય પાસે તેઓને પૈસા લેવાના બાકી હોવાનું જે તે સમયે જણાવ્યું હતું.

હાલમાં વિનય શાહ નેપાળની જેલમાં છે. તેની ધરપકડ રૂ.260 કરોડના કૌભાંડમાં કરવાની બાકી છે. વિનય શાહની ધરપકડ માટે હજુ પણ બે વર્ષ જેટલો સમય લાગે તેવી શકયતા છે.