Gujarat Exclusive > ગુજરાત > સુરત પોલીસેે કર્યો ષડયંત્રનો કર્યો પર્દાફાશઃ ખાતામાંથી કરોડો ઉપાડી લેનારાઓની ધરપકડ

સુરત પોલીસેે કર્યો ષડયંત્રનો કર્યો પર્દાફાશઃ ખાતામાંથી કરોડો ઉપાડી લેનારાઓની ધરપકડ

0
99
  • સુરત પોલીસની 1.71 કરોડના કૌભાંડમાં બે નાઇજીરિયન સહિત પાંચની ધરપકડ
  • મેઇલ આઇડી હેક કરી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર બંધ કરાવી કરાયું કૌભાંડ

સુરતઃ લોકોના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેવાના ષડયંત્ર સતત થઈ રહ્યા છે અનેક એવા લોકોની ગેંગ છે જે બેંક એકાઉન્ટ હેક કરી ખાતેદારના એકાઉન્ટમાંથી રૂપિયા કાઢી લે છે આવા જ એક ષડયંત્રનો પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચે (Surat crime branch) કર્યો છે. આ પ્રકારના કૌભાંડમાં સુરત પોલીસે બે નાઇજીરિયન (Nigerian) સહિત પાંચ જણા નેવિલ શુક્લા, રાકેશ માલવિયા અને ઇબ્રાહિમ કાઝીની ધરપકડ કરી છે.
સુરત શહેર પોલીસના એડિશનલ સીપી શરદ સિંઘલના જણાવ્યા અનુસાર સુરતની યુનિક કન્સ્ટ્રક્શન (Uniq construction)ના બેંક ઓફ બરોડાના ભટાર રોડની શાખાનાં કરન્ટ બેંક એકાઉન્ટ તથા કેશ ક્રેડિટ બેંક એકાઉન્ટનો રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરી તેઓના બંને એકાઉન્ટમાંથી 1,71,80,012 રૂપિયા  NEFT અને RTGS થી અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાની ફરિયાદ સાઈબર ક્રાઈમમાં નોંધાઈ હતી.

આ પણ વાંચોઃ પોરબંદરના આરોપીએ ભઠિયાર ગલી પાસે કારંજ PSIની પિસ્તોલ આંચકવાનો પ્રયાસ કરી અંગૂઠો કરડી ખાધો

આરોપીઓની મોડસ ઓપરેન્ડી

આરોપીઓએ મેઇલ આઇડીથી ફરિયાદીના બેંક એકાઉન્ટમાં રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરવા મોબાઈલ કંપનીને ઇ મેઇલ કરી રજીસ્ટર મોબાઇલ નંબર બંધ કરાવી બેંક એકાઉન્ટમાંથી નેટ બેન્કિંગથી બિહાર , પશ્ચિમ બંગાળ તથા ઉત્તરપ્રદેશમાં ICICI બેંકમાં 8 અને અન્ય બેંકમાં ત્રણ મળી કુલ 11 એકાઉન્ટોમાં ટુકડે-ટુકડે 1,71,80,012 ટ્રાન્સફર કરાવ્યા હતાં. તપાસમાં એવું સામે આવ્યું હતું કે ઉત્તરપ્રદેશના ત્રણ એકાઉન્ટોમાંથી સુરતના વિકાસ મનોજભાઇ સોલંકીના બે એકાઉન્ટોમાં 18,20,000ની રકમ આવી હોવાની હકીકત સામે આવી હતી.

તપાસમાં શું બહાર આવ્યું
વિકાસ મનોજભાઇ સોલંકીની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે ન્યુઝ પેપરમાં એમ.કે એન્ટરપ્રાઇઝમાં કામ કરીને મહિને 30,000 થી 35,000 કમાઓની જાહેરાત જોઇ હતી, તે જાહેરાતમાં આપેલ મોબાઇલ નંબરનો સંપર્ક કરતા તેઓએ ICICI બેંકમાં એક બચત ખાતુ તથા એક ચાલુ ખાતુ ખોલાવવાનું કહ્યું હતું. વિકાસે તેણે ICICI બેંકમાં એક બચત ખાતુ તથા ચાલુ ખાતુ ખોલાવ્યુ હતું અને પેપરમાં જાહેરાત આપનાર મોહિત પરમારને મોકલી આપ્યું હતું. વિકાસે ત્યારબાદ મુંબઇ ખાતે જઇ નેવિલ શુક્લા તથા રાકેશ માલવિયા તથા ઇમરાન સાથે મળી એ.ટી.એમ. સેન્ટરમાંથી કેશ વિડ્રોઅલ કરી તે રૂપિયા ઇમરાન લઇ ગયેલ હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Ahmedabad: માસિક 16 % વ્યાજ વસુલતા વ્યાજખોર દંપતિના ત્રાસથી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ

પોલીસ મુખ્ય ગુનેગારોના સુધી કઈ રીતે પહોંચી
વિકાસ પાસેથી નેવિલ શુક્લા તથા રાકેશ માલવિયાના મોબાઇલ નંબર મેળવી  રાજકોટથી બંનેની અટકાયત કરવામાં આવી હતી. આ બંનેની પુછપરછ કરતા તેમને મુંબઇ ખાતે રહેતા ઇમરાન ઇબ્રાહીમ કાઝીની સાથે કામ કરતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે જ્યારે ઇમરાન કાઝીની ધરપકડ કરી તો  તેણે પ્રાથમિક પુછપરછમાં કહ્યું હતું કે બે નાઇજીરિયનોને એકાઉન્ટની વિગતો આપતો હતો અને નાઇજીરિયન માણસો તે એકાઉન્ટમાં પૈસા જમા કરાવતા હતા તે રૂપિયા નેવિલ શુક્લા તથા રાકેશ માલવિયા પાસે વિડ્રોઅલ કરાવી નાઇજીરિયનને પહોંચાડવાનું કામ કરતાં હતાં. પોલીસે નાઇજીરિયન આરોપીઓને પકડવા છટકું ગોઠવીને રફેલ અડેડયો હીન્કા અને કેલ્વીન ફેબીયાન ઓઝોખેચીની અટકાયત કરી હતી.

કઈ રીતે ચાલતી હતી સમગ્ર ચેઇન

આકરી પૂછપરછ બાદ નેવિલ અશોકભાઇ શુક્લાએ જણાવ્યું હતું કે તેને 5 ટકા કમિશન અને એકાઉન્ટ હોલ્ડર્સના 2 ટકા એમ સાત ટકા કમિશન મળતું હતું. જ્યારે રાકેશ પરબતભાઈ માલવિયા મુંબઈ ખાતે એકાઉન્ટ હોલ્ડર્સને આવવા જવાની , રહેવાની , જમવાની , બેંક સુધી કે એટીએમ સુધી એકાઉન્ટ હોલ્ડરને લાવવા લઈ જવા માટે ગાડીની સુવિધા પૂરી પાડવાનું કામ કરતો હતો. તેને એક ટકા કમિશન મળતું હતું. ઇમરાન ઇબ્રાહીમ કાઝી છેલ્લા આઠેક વર્ષથી મુંબઈમાં રહેતા નાઇજીરિયનો સાથે સંપર્કમાં રહી અલગ અલગ એજન્ટો પાસેથી લીધેલી એકાઉન્ટની માહિતી પુરી પાડી તે એકાઉન્ટમાં પેમેન્ટ કરાવડાવી અલગ અલગ નાઇજેરિયન એજન્ટને આખા દિવસનું અલગ અલગ એકાઉન્ટમાંથી ઉપાડેલ રકમનું પેમેન્ટ ચૂકવવાનું કામ કરતો હતો. તેને 10 ટકા કમિશન મળતું હતું . ત્રણેય આરોપીઓ જૂનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ
નેવિલ અશોકભાઇ શુક્લા અગાઉ ભાવનગર ખાતે જી.એસ.ટી.માં બોગસ બિલિંગના ગુનામાં તથા સુરત શહેર ખાતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં મોટર સાયકલ ચોરીમાં તથા લોધીકા પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્યમાં ચોરીનો માલ લેવામાં તથા માલવીયાનગર પોલીસ સ્ટેશન , રાજકોટ શહેર ખાતે ચીલ ઝડપના ગુન્હામાં પકડાયેલ છે.

આ પણ વાંચોઃ હાઇકોર્ટ જજના PAને ધોલધપાટ બાદ જાનથી મારવાની ધમકી

રાકેશ પરબતભાઇ માલવિયા વર્ષ 2009માં ગુજરાત બીજ નિગમ લી . નો બોગસ ચેક જમા કરવાના કામે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે એક વર્ષ માટે રહેલ છે . વર્ષ 2015-16મા મુંબઇ દાદર ભોઇ વાડા પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીના ગુન્હાના કામે દોઢ વર્ષ આર્થર રોડ ખાતે આવેલ જેલમાં ગયેલ છે .  યેલ્લાપલ્લી જેલ , હૈદરાબાદ ખાતે છેતરપિંડીના ગુનાના કામે છ મહિના સુધી રહેલ છે .

ઇમરાન ઇબ્રાહીમ કાઝી વડોદરા શહેર ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં સને 2014માં જોબ ફોડના ગુન્હામાં પકડાયેલ, જુહુ પોલીસ સ્ટેશન , મુંબઇ ખાતે છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ છે . કોફર્ડ માર્કેટ પોલીસ સ્ટેશન , મુંબઇ ખાતે છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ છે.