Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > થાઇલેન્ડની યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવી, દરવાજો બહારથી હતો લોક

થાઇલેન્ડની યુવતીની સળગેલી હાલતમાં લાશ મળી આવી, દરવાજો બહારથી હતો લોક

0
79
  • મગદલ્લા ગામમાં ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે ઘટના ઘટી
  • ઘરના દરવાજાને તોડી ગામના લોકોએ પોલીસને માહિતી આપી હતી
  • આગના કારણે જવાળાઓ ઘરની બહાર સુધી આવી હતી

સુરત : વિદેશી મહિલાની સળગેલી (surat thai spa girl burnt) અવસ્થામાં લાશ મળી આવતાં સુરત શહેર પોલીસ દોડતી થઈ ગઈ છે. શહેરના મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટના એક મકાનના બીજા માળે ઘટના બની હતી. આગ લાગી ત્યારે વિદેશી મહિલા જે રૂમમાં રહેતી હતી તેનો દરવાજો બહારથી લોક હતો. ઘરના દરવાજાને તોડી ગામના લોકોએ પોલીસને માહિતી આપી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના અંગે એસીપી એ.કે વર્માએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મગદલ્લા ગામમાં આવેલી ભૈયાભાઈ સ્ટ્રીટમાં નાગિનભાઈ પરભુભાઈ પટેલનું પોતાનું મકાન છે. મકાનનો ઉપરનો ભાગ થાઈલેન્ડની મીમ્મી નામની મહિલાને ભાડે આપ્યો હતો.

સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતી મુજબ શનિવારે રાત્રે 8:30 કલાકે ઘર નજીક રહેતી બહેનપણીના ઘરેથી મીમ્મી પોતાના ઘરે આવી હતી. ત્યાર બાદ રાત્રીના સમયે અચાનક આગની ઘટના બની હતી. સ્થાનિક લોકોને જાણ થતા જ તેઓ ઘરે પહોંચ્યા હતાં જ્યાં યુવતી સળગી (surat thai spa girl burnt) રહી હતી.

આ પણ વાંચોઃ 100 ગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ સાથે સુરત SOGએ બે શખ્સોની કરી ધરપકડ

આગના કારણે જવાળાઓ ઘરની બહાર સુધી આવી હતી. આ સ્ટ્રીટ હાલ ક્વૉરન્ટાઇન છે. ઘટના સમયના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવી રહ્યાં છે. મહત્વની વાત એ પણ છે કે ઘરના દરવાજા પર બહારથી તાળું મારવાનું લોકોએ જણાવ્યું હતું. જેથી પોલીસે વધુ ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.

પ્રાથમિક તપાસમાં મહિલાનું મૃત્યુ શંકાસ્પદ

ડીસીપી વીધી ચૌધરીએ જણાવ્યું હતું કે, “મૃતક મહિલા ક્યારે સુરત આવી હતી, ક્યાં કામ કરતી હતી, આ સાથે કોનાં સંપર્કમાં હતી. તે તમામ બાબતો અમે ચકાસી રહ્યાં છીએ. પ્રાથમિક તપાસમાં મહિલાનું મૃત્યુ શંકાસ્પદ છે. જો કે હાલ એફએસએલની મદદથી તપાસ કરવામાં આવી રહી છે. એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ કંઇ પણ કહી શકાય.”

આ પણ વાંચોઃ ગુજરાતમાં 1 ઓક્ટોબરથી તમામ સફારી પાર્ક અને પ્રાણી સંગ્રહાલયો ખુલ્લા મુકાશે