Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > Surat: મનપાએ Navratri માટે ટેન્ડર બહાર પાડ્યું, વિવાદ થતાં પ્રક્રિયા સ્થગિત

Surat: મનપાએ Navratri માટે ટેન્ડર બહાર પાડ્યું, વિવાદ થતાં પ્રક્રિયા સ્થગિત

0
88
  • 1 ઓક્ટોબર સુધીમાં ટેન્ડર ભરી જમા કરાવવાના હતા
  • Surat મનપાની 2 લાખ ડિપોઝિટ આપવાની શરત હતી

સુરતઃ એક તરફ કોરોના મહામારીએ સકંજો કસ્યો છે. જ્યારે તહેવારોની સીઝન આવતા લોકો અને સરકાર પણ અવઢવમાં છે. ગુરુવારે સુરત (Surat) નગરપાલિકાએ નવરાત્રિ (Navratri) માટે ટેન્ડર બહાર પાડ્યું હતું પરંતુ વિવાદ થતાં આખી પ્રક્રિયા હાલ સ્થગિત કરવાની જાહેરાત કરી હતી.

કોરોનાની મહામારીને કારણે તહેવારો પર એક પ્રકારનું ગ્રહણ લાગ્યું છે, ત્યારે આગામી મહિને આવી રહેલા નવરાત્રી (Navratri)ના તહેવારને લઈને ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. એક તરફ કોરોનાને લઈ હજુ નવરાત્રિમાં મોટા આયોજન માટે સરકારમાં અવઢવ ચાલી રહી છે. ત્યારે સુરત (Surat Latest news) મહાનગર પાલિકાએ નવરાત્રિ (Navratri)ના આયોજન માટે ઇન્ડોર સ્ટેડિયમ ભાડેથી આપવા ટેન્ડર માટે ઓફર મંગાવી હતી. જો કે ઊહાપોહ થતા જાહેરાત કેન્સલ કરવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોઃ સુરતના બે વેપારીને અમદાવાદમાં ગોંધી રાખી માર મારી મહિલાએ 50 લાખની ખંડણી માંગી

Surat: 17થી 25 ઓક્ટોબરે નવરાત્રિ ઉત્સવ

સુરત (Surat)માં નવરાત્રિ (Navratri)ના ખૂબ મોટા આયોજનો કરવામાં આવે છે. જેમાં સુરત મહાનગરપાલિકાની માલિકીવાળા ઇન્ડોર સ્ટેડિયમમાં પણ નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે 17 થી 25 ઓક્ટોબર વચ્ચે નવરાત્રિ (Navratri)નો પર્વ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નવ દિવસ માટે ઇન્ડોર સ્ટેડિયમ ભાડેથી આપવા માટે ટેન્ડર નોટિસની જાહેરાત કરી ઓફર મંગાવવામાં આવી હતી.

આ ટેન્ડર માટે 1 ઓક્ટોબર સુધીમાં બંધ કવરમાં આયોજકોએ પાલિકાની મુખ્ય કચેરીએ ફોર્મ જમાં કરાવવાનું કહેવામાં આવ્યું હતું. ડિપોઝિટ 2 લાખ જેટલી જમાં કરાવવાની શરત મુકાઈ હતી.

આ પણ વાંચોઃ કર્મચારી ભવિષ્ય નિધિ (EPF) દ્રારા 90 કેસોની વર્ચ્યુઅલ સુનાવણી હાથ ધરાઇ

ટેન્ડર અંગે શહેરમાં ચર્ચા શરૂ થતાં ઓહાપો મચ્યો હતો, કારણ સરકાર તરફથી હજુ કોઈ મંજૂરી આપવામાં આવી નથી. ત્યારે મનપા આવું કઈ રીતે કરી શકે. આ અંગે Surat મનપાની સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન અનિલ ગોપલાણીનું કહેવું છે કે સરકારે હજુ સુધી કોઈ સ્પષ્ટ જાહેરાત કરી નથી.

છેલ્લી ઘડીએ દોડધામ ન થાય તે માટે ટેન્ડર બહાર પાડ્યાઃ મનપા

અનિલ ગોપલાણીએ વધુમાં જણાવ્યું હતું કે જો સરકાર મંજૂરી આપે અને છેલ્લા સમયે દોડધામ ન થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી હતી. જોકે હાલ કોરોના સંક્રમણના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારનો કોઈ સ્પષ્ટ આદેશ ન આવે ત્યાં સુધી ટેન્ડરની પ્રક્રિયા બંધ રાખવામાં આવશે. આ અંગે મેયર અને પાલિકા કમિશનર સાથે ચર્ચા કરવામાં આવી છે. આમ ઈન્ડોર સ્ટેડિયમ નવરાત્રિ માટે ભાડે આપવાની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરાઈ છે.

પરંતુ આગામી દિવસોમાં સરકાર જે આદેશ કરશે તે પ્રમાણે મહાનગરપાલિકા નિર્ણય લેશે.

નવરાત્રિ (Navratri)  આયોજન માટે નીતિન પટેલનું હકારાત્મક વલણ

નોંધનીય છે કે કોરોનાને કારણે ઓગસ્ટ મહિનાના મહોર્રમ, ગણેશ ઉત્સવ સહિતના તહેવારો ઉજવવા પર સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો હતો. પરંતુ હમણા તાજેતરમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિ (Navratri) આયોજન માટેના સંકેતો આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે નિયમોના પાલન સાથે સરકાર નવરાત્રિ (Navratri) યોજવા મંજૂરી આપી શકે છે.

આ પણ વાંચોઃ Bhavnagar: નિવૃત્ત Dyspના પુત્રે પત્ની-બે દિકરી સાથે કર્યો સામૂહિક આપઘાત