Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > ઓહો… માત્ર 150 રુપિયાના જૂનું પોતું ચોરાયાના પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ

ઓહો… માત્ર 150 રુપિયાના જૂનું પોતું ચોરાયાના પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ

0
60
  • સુરતઃ ઓફિસમાં મુકેલું ડંડાવાળું પોતું મોપેડ પર આવેલા શખસો ઉપાડી ગયા
  • જનકભાઇ નામના બિઝનેસમેને સરથાણા પોલીસમાં દાખલ કરી ફરિયાદ

સુરતઃ સુરત શહેરમાં ચોરી તો ઠીક પરંતુ આ વિચિત્ર ચોરીની ફરિયાદ નોંધાઇ હોવાનો અચરજ પમાડે તેવનો કિસ્સો જાણવા મળ્યો છે. વાસ્તવમાં અહીંના એક બિઝનેસમેનનું સફાઇ કરવાનું ડંડાવાળું જુનું પોતું (Mop) ચોરાઇ ગયું. જેની તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ખુદ ફરિયાદીના કહેવા મુજબ આ પોતું માત્ર 150 રુપિયાનું જ હતું. પરંતુ ચોરી એ ચોરી છે અને ચોર પકડાવવું જોઇએ, તેના માટે ફરિયાદ કરી છે.

હવે તમારી સાથે લાખો રૂપિયાની ચિટિંગ થાય અને પોલીસ ફરિયાદ ન નોંધે તો ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જે સુરતમાં પોલીસ જમીનોના સોદા કરે લોકોને આત્મહત્યા કરવા મજબૂર કરે છે તેજ સુરત પોલીસ 150 રૂપિયાનું પોતું (Mop) ચોરાઈ જવાની ફરિયાદ નોંધે છે. જોકે ફરિયાદ નોંધાવનાર ફરિયાદીને પણ અભિનંદન આપવા પડે જેને પોલીસને ફરિયાદ નોંધવા મજબૂર કરી.

સુરતના સરથાણા પોલીસ મથકમાં ઉત્રાણ વિસ્તારના સૌરાષ્ટ્ર પેલેસમાં રહેતા જનકભાઈ બાલુભાઈ ભાલાળાએ પોતાની ઓફિસમાંથી 150 રૂપિયાનું પોતું ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. જનકભાઈની સહજાનંદ બિઝનેસ હબમાં ઓફિસ છે. તેમને ઓફિસના કાચના પાર્ટીશનની બહાર ડંડાવાળુ પોતું મુક્યું હતું.

આ પણ વાચોઃ સુરતઃ રત્નકલાકાર સંઘના પ્રમુખ ગજેરાની આર્થિક તંગીને કારણે આત્મહત્યા

ઘટના 4 સપ્ટેમ્બરની છે

ચોથી તારીખે જનકભાઈના સાળા કેવલભાઈ ક્યાડા દરવાજો બંધ કરી કોઈ કામ માટે બહાર ગયા હતા. પોતાનું કામ પતાવી સાંજે ઓફિસે પરત ફર્યા હતાં. કેવલભાઈએ ઓફિસમાં મુકેલુ ડંડાવાળુ પોતું દેખાયું ન હતું. ઓફિસ પાસે પોતું શોધ્યું હતું પણ તપાસ કરતાં જાણવા મળ્યું કે અજાણ્યા લોકો ડંડાવાળુ પોતું ચોરી ગયા છે.

CCTVમાં શખસ પોતું લઇ જતો ઝડપાયો

જનકભાઈને જાણ થતાં ઓફિસના સીસીટીવી કેમેરા તપાસ્યા હતાં, જેમાં મોપેડ પર આવેલા બે યુવકો પૈકી એક પોતું લઇને જઈ રહ્યો હોવાનું દેખાય છે, જેથી જનકભાઈએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરવાનું વચન આપ્યું છે. જો કે આ અંગે આગળની કાર્યવાહી અંગે હજુ કોઇ વિગત જણાઇ નથી.

આ પણ વાંચોઃ ₹ 24 લાખનું ફ્રોડ કરનાર બંટીને ભાઈનો, તો બબલીને માતા-બહેનનો મળ્યો સાથ!

ચોરી એ ચોરી, ચોર પકડાય તે જરુરીઃ જનકભાઇ

જનકભાઈ ભાલાળાએ સરથાણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ અંગે જણાવ્યું હતું કે લોકોની અનેક કિંમતી વસ્તુઓની ચોરી થતી હોય છે, પણ પોલીસ આવી ફરિયાદો નોંધતી નથી, મારી ઓફિસનું પોતું માત્ર રૂ. 150નું જ હતું પણ ચોરી એ ચોરી જ છે, અને તેની ચોરી કરનાર પકડાય જે જરૂરી છે. તેથી જ સીસીટીવી ફૂટેજ સાથેના પુરાવા આપી મેં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ હવે આરોપીને શોધી જેલના હવાલે કરે તે જરૂરી છે.