Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > અ’વાદનાં આ ગામમાં કોરોનાનાં 29 કેસ આવતા હાહાકાર, સુરતમાં ex કોર્પોરેટરનું નિધન

અ’વાદનાં આ ગામમાં કોરોનાનાં 29 કેસ આવતા હાહાકાર, સુરતમાં ex કોર્પોરેટરનું નિધન

0
61
  • વેરાવળ નગરપાલિકાનાં સેક્રેટરી જેન્તી ડાલકીનું પણ કોરોનાથી મોત
  • કોંગ્રેસનાં MLA લલિત કગથરાના પરિવારનાં 22 સભ્યોને કોરોના
  • પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયા પણ ક્વોરેન્ટાઈન

ગુજરાતમાં સતત કોરોના (Corona) સંક્રમણનાં કેસો છેલ્લાં કેટલાંય દિવસથી 1000ને પાર જતા રહે છે. એમાંય સુરતમાં તો સતત નવા કોરોના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. તાજેતરમાં સુરતમાં કોરોનાને કારણે ભાજપનાં પૂર્વ કોર્પોરેટર અને વેરાવળ નગરપાલિકાનાં સેક્રેટરીનું મોત નિપજ્યું છે. જ્યારે બીજી બાજુ અમદાવાદમાં પણ સતત કોરોના (Corona) નાં કેસ વધી રહ્યાં છે. બીજી બાજુ અમદાવાદનાં ગોધાવી ગામમાં એક સાથે 29 કેસ સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. જો કે હાલમાં આ ગામને માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે કોરોનાએ સમગ્ર રાજ્યમાં કાળો કહેર વર્તાવી દીધો છે. ત્યારે સુરતમાં ભાજપનાં પૂર્વ કોર્પોરેટર નરેન્દ્ર ગાંધીનું નિધન થયું છે. નરેન્દ્ર ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. નરેન્દ્ર ગાંધી સ્થાયી સમિતિનાં અધ્યક્ષ પણ રહી ચૂક્યાં છે.

Ex bjp corporator narendra gandhi

Ex bjp corporator narendra gandhi

આ પણ વાંચોઃ UP કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી નિધન, CM યોગીએ સંવેદના વ્યક્ત કરી

આ સાથે વેરાવળમાં પણ કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે વેરાવળ નગરપાલિકાનાં સેક્રેટરી જેન્તી ડાલકી પણ કોરોના સામે જંગ હારી જતા તેઓનું લાંબી સારવાર બાદ નિધન થયું હતું. આજનાં વહેલી સવારે તેમનું નિધન થતાં લોકોમાં ભારે ઉદાસી છવાઇ ગઇ હતી.

અત્રે નોંધનીય છે કે ગઇ કાલે શનિવારનાં રોજ ટંકારા બેઠક પરથી કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કગથરાના પરિવારનાં 22 સભ્યો કોરોના પોઝિટિવ આવ્યાં છે. લલિત કગથરા હાલ મોરબી બેઠક પર યોજાનાર પેટાચૂંટણીને લઈને પ્રચારકાર્યમાં જોતરાયેલા હતા. જો કે હવે તેમના પરિવારના સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેઓ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

લલિત કગથરા અને તેમના પત્નીનો રિપોર્ટ કોરોના નેગેટિવ આવ્યો છે. પરંતુ રાજકોટમાં રહેલા તેમના પુત્ર-પુત્રવધુ અને ભાઈ સહિત પરિવારના 22 સભ્યોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સિવાય ગુજરાતનાં પાણી પૂરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજી બાવળિયા પણ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે. કુંવરજીએ સપ્તાહની શરૂઆતમાં ગાંધીનગર ખાતે એક બેઠકમાં હાજરી આપી હતી. જેમાં હાજર રહેલા પશુપાલન વિભાગના ડિરેક્ટર ફાલ્ગુની ઠાકરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ ખુદ મંત્રી પણ ક્વોરેન્ટાઈન થઈ ગયા છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના 22 સભ્યો કોરોનાથી સંક્રમિત