Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > સતત કોરોના પોઝિટિવ કેસો વધતા સુરતમાં ત્રણ ડાયમંડ યુનિટ સિલ

સતત કોરોના પોઝિટિવ કેસો વધતા સુરતમાં ત્રણ ડાયમંડ યુનિટ સિલ

0
20

Surat Latest news:

  • કતારગામ ઝોનમાં હાલ હીરાના કારખાનાઓમાં સતત કેસો સામે આવી રહ્યાં છે
  • સતત પોઝિટિવ કેસો વધતા સુરતમાં ત્રણ ડાયમંડ યુનિટ સિલ

સુરત : શહેરમાં કોરોના  ના કેસોમાં ફરી એક વખત વધારો નોંધાઈ રહ્યો છે. જેમાં અઠવા ઝોન, રાંદેર ઝોન અને કતારગામ ઝોન સૌથી મોખરે છે. કતારગામ ઝોનમાં હાલ હીરાના કારખાનાઓમાં કેસો સામે આવી રહ્યાં છે. જેને કારણે કેટલાંક ડાયમંડ યુનિટો બંધ કરવામાં આવ્યાં છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં કોરોનાના કેસો ફરી સક્રિય થઈ રહ્યાં છે. જેને કારણે મહાનગરપાલિકા દ્વારા ખાસ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિડર બનાવવામાં આવી છે. મનપા દ્વારા કતારગામ વિસ્તારમાં આવેલી કેટલીક ડાયમંડ ફેફટરીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં ત્રણ ફેક્ટરીમાં કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યાં હતાં. કતારગામ ઝોન દ્વારા વીર જેમ્સમાં તપાસ કરવામાં આવી હતી. Surat Latest news 

આ પણ વાંચોઃ Dy. CM નીતિન પટેલનું સ્કૂલો ખોલવા અને ડુંગળીની નિકાસ મામલે નિવેદન

અહીં 50 ઘંટીઓ આવી છે, જ્યાં 200 રત્નકલાકારો કામ કરતાં હતાં. અહીં SOPનું પાલન કરવામાં આવી રહ્યું છે તથા તમામ કર્મચારીઓના કોવિડ રિપોર્ટ પણ નેગેટિવ આવ્યાં હતાં. ત્યાં જ રામ ઈંપેક્ષમાં પણ તપાસ કરવામાં આવી હતી. જ્યાં 30 ઘંટી પર 400 રત્નકલાકારો કામ કરતા હતાં. અહીં પણ તમામ SOPનું પાલન કરવામાં આવતું હતું. જેથી બન્ને યુનિટોમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

આવી જ રીતે શ્રી હરેકૃષ્ણ હાઉસમાં પણ તપાસ કરવામાં આવી હતી. અહીં 100 કર્મચારીઓમાંથી સેલ ડિપાર્ટમેન્ટના બે કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આઠમા માળને સિલ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે HVK ડાયમંડ કંપનીમાં 50 ઘંટી પર બેસતા 800 કર્મચારીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાંથી 16 કેસ પોઝિટિવ આવ્યાં હતાં. જેથી આખી કંપનીને સિલ મારવામાં આવ્યું હતું. Surat Latest news 

આવી જ રીતે ગોટાલાવાડીના ડાયમંડ હાઉસમાં 13 અને 14 નંબરના ખાતામાં 5 ઘંટી પર બેસતા 9 રત્નકલાકારો પૈકી એક પોઝિટિવ  આવતાં આખું કારખાનું સિલ કરવામાં આવ્યું છે. મનપા દ્વારા સતત શંકાસ્પદ કેસો શોધવામાં આવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગઇ કાલે રાજ્યમાં ફરી 1300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. દરરોજના કેસો વધતા કોરોનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં વધુ 1334 પોઝિટિવ રિપોર્ટ ઉમેરાતા ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 114996 પર પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 17 દર્દીઓના મોત થતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 3230એ પહોંચ્યો છે. 1255 લોકોએ છેલ્લાં 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જો કે ગુજરાત માટે સૌથી સારા સમાચાર એ છે કે રાજ્યમાં સ્વસ્થ થવાનો દર 82.84 ટકા છે. ગઇ કાલે રાજ્યમાં 71,507 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રીના હોમ ડિસ્ટ્રિક્ટ રાજકોટ કલેક્ટર રમ્યા મોહન કોરોના પોઝિટિવ