Gujarat Exclusive > દેશ-વિદેશ > વર્ષ 2020-21માં નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં નહીં મળે મરાઠા આરક્ષણ: SC

વર્ષ 2020-21માં નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં નહીં મળે મરાઠા આરક્ષણ: SC

0
48
  • સુપ્રીમ કોર્ટે મરાઠા આરક્ષણ પર પ્રતિબંધ લગાવ્યો
  • CJI ની અધ્યક્ષતાવાળી 3 જજોની બેંચે આ મામલાને મોટી બેંચને સોંપ્યો
  • બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે જૂનમાં કાયદાને સમર્થન આપતાં કહ્યું હતું, “16 ટકા અનામત વ્યાજબી નથી”

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ પોતાના એક વચગાળાના આદેશમાં જણાવ્યું કે, “વર્ષ 2020-2021માં નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ દરમિયાન મરાઠા અનામત (Maratha reservation Latest News) નો લાભ લેવામાં નહીં આવે.” ચીફ જસ્ટિસ ઑફ ઈન્ડિયા એસ એ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ જજોની બેંચે આ મામલાને વિચાર કરવા એક મોટી બેંચને આપ્યો છે. તેમણે કહ્યું કે, આ બેંચ મરાઠા અનામતની માન્યતા પર વિચાર કરશે.

સમાજ અને શૈક્ષણિક પછાત વર્ગો (એસ.ઈ.બી.સી.) અધિનિયમ, 2018ની નોકરીઓ અને એડમિશનો માટે મહારાષ્ટ્રમાં મરાઠા સમુદાયને અનામત (Maratha reservation Latest News) આપવા માટે લાગુ કરવામાં આવી હતી. બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે જૂનમાં કાયદાને સમર્થન આપતાં કહ્યું હતું કે, “16 ટકા અનામત વ્યાજબી નથી.” તેમણે કહ્યું કે, રોજગારમાં અનામત 12 ટકા અને પ્રવેશમાં 13 ટકાથી વધુ ન હોવો જોઈએ. બાદમાં કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ કંગના રનૌતની ઓફિસમાં તોડફોડ પર બૉમ્બે હાઇકોર્ટે લગાવી રોક

બોમ્બે હાઈકોર્ટે પણ તેની પર મહોર લગાવી દીધી છે. હવે તે નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. એવામાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઓગસ્ટમાં કોર્ટને જાણકારી આપવામાં આવી હતી કે કોરોના મહામારીને કારણે રાજ્ય સરકારે 15 સપ્ટેમ્બર સુધી નવી ભરતી નહીં કરવાનો નિર્ણય લીધો છે.

તમને જણાવી દઈએ કે, 30 નવેમ્બર 2018નાં રોજ મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ પસાર કર્યું હતું. આ અંતર્ગત મરાઠી લોકો માટે રાજ્યની સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 16 ટકા અનામત આપવામાં આવી છે. બાદમાં રાજ્ય સરકારનાં આ નિર્ણયની માન્યતા સામે બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી હતી, જેની પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાજ્ય સરકારનાં નિર્ણયને સમર્થન આપ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારે શું આદેશ કર્યો હતો?

સુપ્રીમ કોર્ટમાં બૉમ્બે ઉચ્ચ ન્યાયાલયમાં આદેશને પડકારતી અરજીમાં કહેવામાં આવ્યું કે, “સામાજિક અને શૈક્ષણિક રૂપે SEBC અધિનિયમ, 2018 કે જે શિક્ષા અને નોકરીઓમાં મરાઠા સમુદાયને 12 ટકા-13 ટકા ક્વૉટા પ્રદાન કરશે. ઈન્દિરા સાહનીના કેસમાં નિર્ધારીત સિદ્ધાંતોનું ઉલ્લંધન કરે છે.

જે અનુસાર સુપ્રીમ કોર્ટમાં આરક્ષણની સીમા 50 ટકા નક્કી કરાઇ હતી. 27 જૂન, 2019ના રોજ બોમ્બે હાઈકોર્ટની એક પીઠે અધિનિયમની સંવેધાનિક વૈદ્યતાને યથાવત રાખી હતી અને રાજ્યનાં પછાત વર્ગ આયોગની ભલામણોનાં આધાર ઉપર મહારાષ્ટ્રમાં 16 ટકા આરક્ષણને ઘટાડી 12-13 ટકા કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેમાં આગળ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઈન્દિરા સાહનીનના મામલા અનુસાર વિશેષ પરિસ્થિતિઓમાં રાજ્ય સરકાર 50 ટકા વધારે આરક્ષણ આપી શકે છે.”

આ પણ વાંચોઃ કોરોનાના સમાચાર મામલે AMCનું વિવાદિત ટ્વિટ, મીડિયાએ રોષ ઠાલવ્યો