Gujarat Exclusive > યુથ > મનોરંજન > સુનીલ શેટ્ટીનો ‘પહેલવાન’ અંદાઝ, સાઉથ સુપરસ્ટાર સુદિપ સાથે ગીતમાં કર્યો ડાન્સ

સુનીલ શેટ્ટીનો ‘પહેલવાન’ અંદાઝ, સાઉથ સુપરસ્ટાર સુદિપ સાથે ગીતમાં કર્યો ડાન્સ

0
945

સાઉથ ઈન્ડિયન સુપર સ્ટાર કુચ્ચી સુદીપ અને સુનીલ શેટ્ટી જલ્દી ફિલ્મ પહેલવાનમાં જોવા મળશે. આ ફિલ્મનું બીજી લિરિકલ સોન્દ આજે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ગીતને 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું છે. દરેક ભાષામાં લિંક શેર કરતા તેણે લખ્યું કે, Second lyrical song from #Pailwaan।

ગીતના બોલ છે, ‘જય હો પહેલવાન’. ગીતમાં સુનીલ શેટ્ટી અને સુદીપ પહેલવાની કરતા જોવા મળી રહ્યા છે. આ ગીતમાં એક ખાસ વાત છે કે, તે સમાન્ય રીતે ગીતમાં સ્ટાર્સ ડાન્સ કરતા જોવા મળે છે અથવા ગીતને સ્ટાર્સ પર ફિલ્માવામાં આવે છે. પરંતુ આ ગીતમાં માત્ર ફોટા અને લિરિક્સ જ દર્શાવવામાં આવ્યા છે. આ ફોટોમાં સુનિલ શેટ્ટી અને સુદીપ પહેલવાની કરતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંક કેટલાંક સીનના ગીતમાં રિહર્સલ દરમિયાન કેટલાક સીન પણ નાખવામાં આવ્યા છે.

સુનીલ શેટ્ટી અને સુદીપની આ ફિલ્મ આગામી 12 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મને 2500 સ્ક્રિનમાં રિલીઝ કરવામાં આવશે. આ ઉપરાંત ફિલ્મ 5 ભાષાઓમાં રિલીઝ થશે. કન્નડ, હિંદૂ, તમિલ, તેલુગુ અને મલયાલમ. થોડા સમય પહેલા જ આ ફિલ્મનું ટ્રીઝર રજૂ કરવામાં આવ્યું હતું, જે ખુબ જ વખણાયું હતું. ત્યારથી આ આ ફિલ્મની રિલીઝની લોકો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે.